મોદી સરકારના 10 ટકા સવર્ણ અનામતના કાયદાને મળ્યો પહેલો ન્યાયિક પડકાર, જાણો કઈ કોર્ટે પાઠવી નોટિસ ?

તાજેતરમાં મોદી સરકારના 10 ટકા અનામત લઈને વિવિધ રાજ્યોમાં તેને સ્વીકારવાની પ્રક્રિયા ચાલી રહીછે. ગુજરાત સરકારે મકર સંક્રાતિના દિવસે જ આ અનામત લાગુ કરી દેવાનો આદેશ આપ્યો હતો. વિવિધ રાજ્યોમાં 10 ટકા આરક્ષણને લાગુ કરવું કે નહીં તેને લઈને વિચારણા ચાલી રહી છે.  હાલમાં ભાજપ શાસિત રાજ્યો આ અનામતને તાત્કાલિક લાગુ કરાવીને મોદી સરકારનું ગરીબો […]

મોદી સરકારના 10 ટકા સવર્ણ અનામતના કાયદાને મળ્યો પહેલો ન્યાયિક પડકાર, જાણો કઈ કોર્ટે પાઠવી નોટિસ ?
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Jan 21, 2019 | 12:18 PM

તાજેતરમાં મોદી સરકારના 10 ટકા અનામત લઈને વિવિધ રાજ્યોમાં તેને સ્વીકારવાની પ્રક્રિયા ચાલી રહીછે. ગુજરાત સરકારે મકર સંક્રાતિના દિવસે જ આ અનામત લાગુ કરી દેવાનો આદેશ આપ્યો હતો.

વિવિધ રાજ્યોમાં 10 ટકા આરક્ષણને લાગુ કરવું કે નહીં તેને લઈને વિચારણા ચાલી રહી છે.  હાલમાં ભાજપ શાસિત રાજ્યો આ અનામતને તાત્કાલિક લાગુ કરાવીને મોદી સરકારનું ગરીબો માટે ઐતહાસિક પગલું ગણી રહ્યા છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

મદ્રાસ હાઈકોર્ટમાં ડીએમકે સંગઠનના સચિવ આર એસ ભારતીએ અરજી કરી હતી. જેને લઈને મદ્રાસ હાઈકોર્ટે તાત્કાલિક આદેશ આપીને મોદી સરકારને 18 ફેબ્રુુઆરી સુધીમાં જવાબ આપવા ફરમાન કર્યું છે.

ડીએમકે નેતા આરએસ ભારતી

ડીએમકે નેતા આરએસ ભારતી

ડીએમકેના નેતા આર એસ ભારતીએ કોર્ટમાં  આપેલી અરજીમાં કહ્યું છે કે આરક્ષણ કોઈ ગરીબી નિર્મુલનનો કાર્યક્રમ નથી.  આરક્ષણ  એ  સામાજિક ન્યાયની પ્રક્રિયા છે જેના દ્વારા એવા સમાજને આગળ વધવાનો મોકો મળે છે જેને ઘણાં સમયથી શિક્ષણ અને રોજગાર મેળવવામાં તકલીફ પડી રહી છે.  ડિએમકે નેતા આર એસ ભારતીએ વધુમાં કહ્યું હતું કે આ આર્થિક આધારે આપવામાં આવેલું આરક્ષણ એ એવા લોકોના સમાનતાના અધિકારની વિરુદ્ધ છે જે વરસોથી શિક્ષા અને રોજગારથી વંચિત રહ્યા છે.  આર્થિક આધારે અનામત આપવું તે સંવિધાનના સમાનતાના અધિકારની વિરુદ્ધ છે.

ડીએમકેના વકીલ પી વિલ્સન કહે છે કે એ વાત બધાને ખબર છે કે સુપ્રિમ કોર્ટે અનામત સીમા 50 ટકા સુધી જ નક્કી કરેલી છે.  છતાં પણ તમિલનાડુ રાજ્યમાં પછાત લોકો, અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિના લીધે આ અનામત સીમા 50 ટકાથી વધારીને 69 ટકા સુધી જવામાં આવી છે. જેને અધિનિયમ 1993ની નવમી સુચીમાં રાખવામાં આવ્યું છે.

ડીએમકેનું કહેવું છે કે રાજ્યમાં 69 ટકા આરક્ષણ હોવાથી વધારે આરક્ષણ આપી શકાય તેમ નથી. જ્યારે મોદી સરકાર દ્વારા અપાયેલ 10 ટકા આરક્ષણ લાગુ કરવામાં આવે તો તે સીમા વધીને 79 ટકા થઈ જાય જે અસંવૈધાનિક છે.  અરજીકર્તાએ માગણી કરી છે કે અદાલત દ્વારા આ આર્થિક આધારે આરક્ષણના નવા નિયમ પર અદાલત દ્વારા પ્રતિબંધ મુકી દેવામાં આવે.  આ બાબતે મદ્રાસ હાઈકોર્ટે સરકારને નોટીસ મોકલીને જવાબ આપવા આદેશ કર્યો છે.

[yop_poll id=721]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">