આતંકવાદ વિરોધી અભિયાનને મજબૂત કરવાનો નિર્દેશ, અમિત શાહ 9 જાન્યુઆરીએ જમ્મૂ કાશ્મીરની લેશે મુલાકાત

અધિકારીઓએ કહ્યું કે કેન્દ્રીય ગૃહપ્રધાન મંગળવારે જમ્મૂનો પ્રવાસ કરશે. આ દરમિયાન તે ઘણા વિકાસ સંબંધિત કાર્યક્રમોમાં ભાગ લેશે અને શહેરમાં એક ઈ-બસ સેવાને લીલીઝંડી બતાવશે.

આતંકવાદ વિરોધી અભિયાનને મજબૂત કરવાનો નિર્દેશ, અમિત શાહ 9 જાન્યુઆરીએ જમ્મૂ કાશ્મીરની લેશે મુલાકાત
Amit Shah
Image Credit source: File Image
| Updated on: Jan 07, 2024 | 5:33 PM

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ 9 જાન્યુઆરીએ જમ્મૂ કાશ્મીરનો પ્રવાસ કરશે. ગૃહપ્રધાન અમિત શાહ જમ્મૂ કાશ્મીરના વિકાસ માટે સમીક્ષા બેઠક કરશે. ગૃહપ્રધાન ત્યાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાની શરૂઆત કરશે. સાથે જ ગૃહપ્રધાન જમ્મૂ કાશ્મીરમાં ઈ-બસ સેવાને ફ્લેગ ઓફ કરશે. અલગ અલગ વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરશે. ગૃહપ્રધાન અમિત શાહ જમ્મૂ કાશ્મીરના યુવાઓને નિમણુક પત્રો પણ આપશે.

અધિકારીઓએ કહ્યું કે કેન્દ્રીય ગૃહપ્રધાન મંગળવારે જમ્મૂનો પ્રવાસ કરશે. આ દરમિયાન તે ઘણા વિકાસ સંબંધિત કાર્યક્રમોમાં ભાગ લેશે અને શહેરમાં એક ઈ-બસ સેવાને લીલીઝંડી બતાવશે. જણાવી દઈએ કે 21 ડિસેમ્બરે પુંછમાં આતંકીવાદીઓ દ્વારા સેનાના બે વાહનો પર અચાનક હુમલામાં પાંચ સૈનિકો શહીદ થયા અને અન્ય બે ઘાયલ થયા પછી અમિત શાહની જમ્મુ અને કાશ્મીરની આ પ્રથમ મુલાકાત હશે.

9 જાન્યુઆરીએ શાહ આવશે જમ્મૂ કાશ્મીર

ગૃહપ્રધાનના એક ટોચના અધિકારીનું કહેવુ છે કે ગૃહ મંત્રી 9 જાન્યુઆરીએ જમ્મૂ કાશ્મીરના પ્રવાસ દરમિયાન ઘણા કાર્યક્રમોમાં ભાગ લેશે. જમ્મૂ કાશ્મીરમાં વિકાસ પર એક સમીક્ષા બેઠક થશે. તેની અધ્યક્ષતા પણ કરશે.

અમિત શાહે 2 જાન્યુઆરીએ નવી દિલ્હીમાં કેન્દ્ર સરકાર અને જમ્મૂ કાશ્મીર પ્રશાસનના ટોચના પદાધિકારીઓની સાથે જમ્મૂ કાશ્મીરની સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરી હતી. અમિત શાહે આ બેઠકમાં અધિકારીઓને આતંકવાદ વિરોધી અભિયાનોને વધુ મજબૂત કરવાનો નિર્દેશ આપ્યો હતો.

આતંકવાદ વિરોધી અભિયાનને મજબૂત કરવાનો નિર્દેશ

કેન્દ્રશાસિત પ્રદેશના સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા એજન્સીઓની તૈનાતી કરવાની શાહે સલાહ આપી હતી. તેમને બેઠકમાં કહ્યું હતું કે આતંકવાદ વિરોધી અભિયાનો સામે લડવા દરમિયાન તમામ યોગ્ય પદ્ધતિ અને પ્રક્રિયાનું પાલન કરવામાં આવવુ જોઈએ.

આ બેઠકમાં જમ્મૂ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હા, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, સેના પ્રમુખ જનરલ મનોજ પાંડે અને ગુપ્ત અને અન્ય સુરક્ષા એજન્સીઓના ટોચના અધિકારી સામેલ થયા હતા. જણાવી દઈએ કે હાલમાં જમ્મૂ કાશ્મીરમાં આતંકી ઘટનાઓ બન્યા બાદ કેન્દ્ર સરકારે સર્તકતા રાખવાનો નિર્દેશ આપ્યો છે. સાથે જ કેન્દ્રશાસિત પ્રદેશમાં વિકાસ કાર્યો કરવા પર પણ ભાર આપવાની વાત કહી છે.