દિલ્હીમાં એક સાથે 5 વાયરસ એક્ટીવ, જાણો દરેકની વિગતો,અસર અને બચાવ માટેનાં ઉપાય

દિલ્હીમાં કોરોના સંક્રમણ હજુ પુરૂ નથી થયું ત્યાં તો બીજી બિમારીઓઓ પગ પેસારો કરવાની શરૂઆત કરી દીધી છે. H1N1 SwineFlu),ડેન્ગ્યુ (Dengue), મલેરિયા (Malaria) અને ચિકનગુનિયા(Chikungunya)નાં કેસ આવવા લાગ્યા છે, જેને લઈને આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવી ગયું છે. દિલ્હીમાં એક સાથે પાંચ વાયરસ એક્ટીવ છે, કોરોના વાયરસ સાથે લડી રહેલી રાજધાનીમાં વરસાદનાં કારણે ફેલાવાવાળી બિમારીઓ […]

દિલ્હીમાં એક સાથે 5 વાયરસ એક્ટીવ, જાણો દરેકની વિગતો,અસર અને બચાવ માટેનાં ઉપાય
http://tv9gujarati.in/dilhi-ma-ek-sath…av-maate-na-upay/
Follow Us:
Pinak Shukla
| Edited By: | Updated on: Sep 20, 2020 | 10:11 PM

દિલ્હીમાં કોરોના સંક્રમણ હજુ પુરૂ નથી થયું ત્યાં તો બીજી બિમારીઓઓ પગ પેસારો કરવાની શરૂઆત કરી દીધી છે. H1N1 SwineFlu),ડેન્ગ્યુ (Dengue), મલેરિયા (Malaria) અને ચિકનગુનિયા(Chikungunya)નાં કેસ આવવા લાગ્યા છે, જેને લઈને આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવી ગયું છે.

delhi facing coronavirus h1n1 swine flu dengue chikungunya malaria virus simultaneously

દિલ્હીમાં એક સાથે પાંચ વાયરસ એક્ટીવ છે, કોરોના વાયરસ સાથે લડી રહેલી રાજધાનીમાં વરસાદનાં કારણે ફેલાવાવાળી બિમારીઓ ડેન્ગ્યુ. મલેરિયા, ચિકનગુનિયાનાં કેસ આવવાની શરૂઆત થઈ ગઈ છે. આ સિવાય સ્વાઈન ફ્લુનાં 400 જેટલા કેસ પણ આવી ગયા છે. અને આમાનાં તમામ વાયરસને ખતરનાક ગણી શકાય છે. કેમકે તેનો સમય પર ઈલાજ કરવામાં ન આવે તો જાન પણ જઈ શકે છે. દિલ્હીમાં દર વર્ષે આ બિમારીઓ ફેલાતી રહે છે માટે જ તેનાથી બચવા માટે સાવધાની કેળવવી જરૂરી છે.
કોરોના-
દુનિયાભરમાં આ મહામારીનાં રૂપે વકર્યો છે, અત્યાર સુધીમાં 2 કરોડ લોકો કરતા વધારો એનાથી સંક્રમિત થઈ ચુક્યા છે અને 7.70 લાખ લોકોની મોત પણ થઈ ગઈ છે. દિલ્હીમાં કોરોનાનાં 1.53 લાખ કેસ છે અને 4196 લોકોની મોત થઈ ચુકી છે.
શું છે લક્ષણ અને અસર?
શ્વસન તંત્ર પર સીધી અસર કરે છે. શરદી,ખાંસી, તાવ તેના સામાન્ય લક્ષણ છે. COVID19નાં સામાન્ય લક્ષણ તાવ, થાક, સુકી ખાંસી અને માથામાં દુખાવો રહેવો. જે લોકો સંક્રમિત થાય છે તેમને આવા કોઈ લક્ષણ નથી દેખાતા, જો કે શ્વાસ સેવામાં તકલીફ થવામાં મોડુ કર્યા વગર ડોક્ટર પાસે સલાહ લેવી જોઈએ
સાવધાની-
સોશ્યલ ડિસ્ટન્સનું પાલન જરૂરી છે,બહાર નિકળતા સમયે માસ્ક પહેરી રાખવું જરૂરી છે, વારે વારે હાથ ધોતા રહેવું સાથે જ જેને ઘણાં બધા લોકોએ અડકી હોય તેવી વસ્તુંઓને અડકવાથી દુર રહેવું જોઈએ. આંખ, કાન અને નાકને પોતાના હાથથી વારેવારે અડકવાથી બચવું જોઈએ.

વાત હવે H1N1 વાયરસ એટલે કે સ્વાઈન ફ્લુની કરીએ તો દિલ્હીમાં તેના 412 કેસ નોંધાઈ ચુક્યા છે

કેમ છે ખતરનાક?

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

સ્વાઈન ફ્લુ પણ એક સંક્રમણથી ફેલાતી જ બિમારી છે જો ઈન્ફ્લુએન્ઝા એ વાયરસનાં કારણે થાય છે. આ પ્રકારનાં વાયરસ વધારે પડતા ડુક્કરમાં જોવા મળે છે એટલે જ તેને સ્વાઈન ફ્લું કહેવામાં આવે છે. દિલ્હીમાં 31 જુલાઈ સુધીમાં 412 કેસની સંખ્યા થઈ ગઈ છે. પાછલા ઘણા વર્ષથી દિલ્હીમાં સ્વાઈન ફ્લુ એક્ટીવ છે. વર્ષ 2010માં પહેલી વાર સ્વાઈન ફ્લુંનો મામલો સામે આવ્યો ત્યારે 2725 લોકોની જાન ગઈ હતી.

શું છે લક્ષણ અને અસર ?

તાવ સાથે વહેતું નાક, ગળામાં સોજો આવી જવો અને છાતી જામ થઈ જવાની ફરિયાદ આ બિમારીમાં આવે છે જેને લઈને તપાસ કરાવી લેવી જરૂરી છે. ત્રણ દિવસ કરતા વધારે સમય સુધી 101 ડિગ્રી કરતા વધારે તાવ, શ્વાસ લેવામાં તકલીફ, થાક, ભૂખ ઓછી થઈ જવી પણ તેના જ લક્ષણ છે. મોટાભાગનાં લોકોને આ વાયરસ હળવો બિમાર કરે છે અને 1 ટકા કરતા પણ ઓછા લોકોને ખરેખર દવા કરવાની જરૂર પડે છે.

સાવધાની-

સંક્રમણનાં કલક્ષણ સામે આવ્યા બાદ બે દિવસમાં એન્ટીવાયરલ ડ્રગ આપવી જરૂરી છે જેનાથી બિમારીની તિવ્રતાને ઓછી કરી શકાય છે. હોસ્પિટલ અને બીજા કોઈ સ્થાન પર જતા સમયે માસ્ક ખાસ પહેરવું જોઈએ અને હાથમાં મોજા પહેરવા પણ જરૂરી છે.

દિલ્હીમાં આ વર્ષે ડેન્ગ્યુંના કેસમાં 91%નો વધારો 

-91-

વરસાદ પછી મચ્છરોનાં માધ્યમથી અનેક બિમારીઓ ફેલાવાનો ખતરો રહે છે. ડેન્ગ્યુ આવી જ એક બિમારીનું નામ છે. આ વર્ષે અત્યાર સુધીમાં 21 કેસ સામે આવ્યા છે, જ્યારે કે પાછલા વર્ષે ઓગસ્ટ સુધીમાં 11 કેસ જ આવ્યા હતા. ડેન્ગ્યુથી આવનારા તાવને હાડકા તોડ તાવ પણ કહેવામાં આવે છે.
શું છે લક્ષણ અને અસર?
શરૂઆતમાં આ તાવ સામાન્ય તાવ જેવો જ હોય છે જેને લઈને સામાન્ય તાવ કે પછી ડેન્ગ્યૂના લક્ષણમાં કોઈ ફરક સમજી નથી શકાતો. ઠંડી લાગ્યા બાદ અચાનક તેજ તાવ આવવો, માથુ, સાંધાઓમાં દુખાવો તેના પ્રમુખ લક્ષણ છે. આંખોની પાછળનાં ભાગમાં દુખવું,ભુખ ન લાગવી, મોઢાનાં સ્વાદમાં ફરક પડી જવો.

સાવધાની-

મચ્છરોને પેદા થવાથી રોકવું જરૂરી છે અને સાથે ખુલ્લામાં પાણી જમા ન થવા દો, પાણીની ટાંકીને બરાબર બંધ કરી ને રાખવું જોઈએ. ઘરની અંદર તમામ જગ્યા પર મહિનામાં એક વાર મચ્છરનાશક દવાનો છંટકાવ જરૂર કરે, આખી બાંયનાં શર્ટ, મોજા અને ફુલ પેન્ટ પહેરવાનું રાખવું જોઈએ.

મલેરિયા-

કેમ ખતરનાક?

MCD પ્રમાણે દિલ્હીમાં મલેરિયાનાં અત્યાર સુધીમાં 34 કેસ સામે આવ્યા છે કે જે પાછલા વર્ષની સરખામણીમાં 41 ટકા વધારે છે. ડેન્ગ્યુની જેમજ મલેરિયા પણ મચ્છરોનાં કરડવાથી થાય છે. આ પ્લાજ્મોડિયમ નામનાં પેરાસાઈટ્સથી થવા વાળી બિમારી છે. મલેરિયા માદા એનોફિલિઝ મચ્છરનાં કરડવાથી થાય છે કે જે ગંદા પાણીમાં ઉત્પન્ન થાય છે અને દિવસ ઢળ્યા બાદ જ તે સક્રિય થાય છે. જેમાં પેશન્ટને હીમોગ્લોબિનની ઉણપ થઈ જાય છે.

શું છે લક્ષણ અને અસર?

મલેરિયામાં મોટાભાગે એકાંતરે તાવ આવે છે સાથે જ દર્દીને તાવ સાથે ધ્રૃજારી પણ આવે છે. એ સિવાય અચાનક ઠંડી સાથે તેજ તાવઅને પછી ગરમી સાથે ફરી તાવ, પરસેવા સાથે તાવનું ઓછં થવું અને કમજોરી અનુભવવી તેના પ્રમુખ લક્ષણ છે.

સાવધાની-

કોઈ પણ હાલતમાં ઘરમાં મચ્છર ન થવા દે, શક્ય હોય તો બારી અને દરવાજા પર જાળી લગાવવી જોઈએ,પાણી જમા ન થવા દો ખાડાઓનો માટીથી ભરી દો, ગટરોની સફાઈ પણ જરૂરી છે. મચ્છરોને મારવાની  ક્રીમ, સ્પ્રે, મેટસ, કોઈલ વગેરેનો ઉપયોગ કરવો જોઈએ. પીવાનાં પાણીમાં ક્લોરીનની ગોળી મેળવવી જોઈએ તેમજ પામીને ઉકાળીને પીવું જોઈએ.

દિલ્હીમાં ચિકનગુનીયાનાં 26 કેસ સામે આવ્યા

કેમ છે ખતરનાક ?

વરસાદની સિઝનમાં ચિકનગુનિયાનો પ્રકોપ વધી જાય છે.MCDનાં રીપોર્ટ અનુસાર દિલ્હીમાં 15 કેસ જુલાઈમાં અને 11 કેસ ઓગસ્ટમાં આવી ગયા છે. આ મહિને 3 કેસ નવા પણ આવ્યા છે. ડેન્ગ્યૂ અને મલેરિયાની જેમ દિલ્હીમાં દર વર્ષે આ બિમારી સામે આવે છે.

શું છે લક્ષણ અને તેની અસર?

ચિકનગુનિયાનાં દર્દીઓને સાંધામાં ઘણો દુખાવો થાય છે, આજ દુખાવો ડેન્ગ્યૂ અને ચિકનગુનિયામાં દર્દીઓને એકબીજાથી અલગ પાડે છે. દર્દીને પુષ્કળ તાવ આવવો, માથામાં દુખાવો, શરીરમાં દુખાવો અને શરીર પર રેસીઝ પડી જવા તેના લક્ષણ છે. શરીરમાં પાણી ઘટી જાય છે જે ખતરનાક સાબિત થઈ શકે છે.

સાવધાની-

ચિકનગુનિયાથી બચવા માટે પોતામે મચ્છરોથી બચાવવા જરૂરી છે, પાણી જમા ન થવા દે, જમા થયેલા પાણીમાં મચ્છર પેદા થાય છે, ચિકનગુનિયા ફેલાવવા વાળા મચ્છરો દિવસે કરડતા હોય છે તેથી આખી બાય વાળા કપડા પહેરવા જરૂરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">