શું સાચે જ વાનર સેનાએ બનાવ્યો હતો રામ સેતુ, પુરાતત્વ વિભાગે હાથ ધર્યો અંડર વોટર પ્રોજેકટ

શું સાચે જ વાનર સેનાએ બનાવ્યો હતો રામ સેતુ, પુરાતત્વ વિભાગે હાથ ધર્યો અંડર વોટર પ્રોજેકટ

ભારત ( INDIA ) અને શ્રીલંકા (SRILANKA) વચ્ચે પથ્થરોની શૃંખલા તરીકે જાણીતો રામ સેતુ (RAM SETU) કેવી રીતે બન્યો હતો તે જાણવા, પુરાતત્વ વિભાગે દરિયાની અંદર સંશોધન શરૂ કર્યુ છે.

Bipin Prajapati

|

Jan 14, 2021 | 1:41 PM

ભારત (INDIA)અને શ્રીલંકા ( SRILANKA ) વચ્ચે પથ્થરોની શૃંખલા તરીકે જાણીતો રામ સેતુ ( RAM SETU ) કેવી રીતે અને ક્યારે તૈયાર કરવામાં આવો હતો એ જાણવા માટે બધા લોકો ઉત્સુક હોય છે. આ ઉત્સુકતાનો અંત થોડા સમયમાં આવી જાય તેવી શક્યતા છે.

રામસેતુ (RAM SETU)ની જાણકારી મેળવવા માટે આ વર્ષે પાણીની નીચે એક પ્રોજેક્ટ ચલાવવામાં આવશે. આ પ્રોજેક્ટ પર કામ કરી રહેલા વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, આ પ્રોજેક્ટ રામાયણ (RAMAYAN) કાળ વિષે જાણવામાં મદદ કરી શકે છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) દ્વારા કેન્દ્રીય સલાહકાર બોર્ડે ગત મહિને જ રાષ્ટ્રીય સમુદ્ર વિજ્ઞાન સંસ્થાન-ગોવા (GOA) દ્વારા આ પ્રસ્તાવ પર મહોર મારી હતી. એક મીડિયા રિપોર્ટ અનુસાર, એનઆઈઓ(NIO)ના ડિરેક્ટર, પ્રોફેસર સુનિલ કુમાર સિંહે(SUNIL KUMAR SINGH) જણાવ્યું હતું કે, આ અભ્યાસ ભૌગોલિક સમય અને અન્ય સહાયક પર્યાવરણીય ડેટા માટે પુરાતત્ત્વીય પુરાતન, રેડિયોમેટ્રિક અને થર્મોલ્યુમિનેસિસ (ટીએલ) પર આધારિત હશે. કેલ્શિયમ કાર્બોનેટની મદદથીરામસેતુનું રચનાના સમયને લઈને સંસોધન કરવામાં આવશે. રેડિયોમેટ્રિક ડેટિંગ કોઇ વસ્તુની આયુષ્ય વિષે જાણવા માટે રેડિયોએક્ટિવ અશુદ્ધિઓની તપાસ કરે છે. જ્યારે કોઇ વસ્તુ ગરમ થઇ જાય છે ત્યારે TL ડેટિંગ પ્રકાશનું વિશ્લેષણ કરે છે.

આ પ્રોજેક્ટ રાજ્ય ઉપરાંત ધાર્મિક અને રાજકીય મહત્વ ધરાવે છે. હિન્દુ ધર્મ પુસ્તક ‘રામાયણ’ (RAMAYAN)માં કહેવામાં આવ્યું છે કે વાનર સેનાએ રામને લંકા પાર કરવામાં અને સીતાને બચાવવા માટે સમુદ્ર પર એક પુલ બનાવ્યો હતો. રામાયણ (RAMAYAN) માં આ ચુનાના પથ્થરની 48 કિલોમીટરની આ લાંબી ચેનને રામાયણ (RAMAYAN) સાથે જોડવામાં આવી છે. આ રામસેતુએ (RAM SETU) દાવા પર ટકેલો છે કે આ માનવસર્જિત છે. 2007માં ASIએ જણાવ્યું હતું કે, તેને કોઈ પુરાવા મળ્યા નથી. આ બાદ પુરાતત્વ ખાતું સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું પાછું ખેંચી લે છે.

રામાયણ (RAMAYAN)નો સમય પુરાતત્ત્વવિદો અને વૈજ્ઞાનિકો વચ્ચે ચર્ચાનો વિષય છે. રામ સેતુ (RAM SETU) અને તેની આસપાસના વિસ્તારની પ્રકૃતિ અને રચનાને સમજવા માટે પાણીની અંદરનો અભ્યાસ કરવા માટે આ પ્રસ્તાવ કરવામાં આવ્યો હતો.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati