Dengue in UP: ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં ડેન્ગ્યુનો હાહાકાર, સરકારી હોસ્પિટલોમાં દાખલ છે 872 દર્દીઓ!

આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર ઉતરપ્રદેશના 73 જિલ્લામાં અત્યાર સુધીમાં ડેન્ગ્યુના કેસ મળી આવ્યા છે. જે બાદ આરોગ્ય વિભાગ સતર્ક છે અને દર્દીઓની ઓળખ માટે મોનિટરિંગ સઘન કરવામાં આવ્યું છે

Dengue in UP: ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં ડેન્ગ્યુનો હાહાકાર, સરકારી હોસ્પિટલોમાં દાખલ છે 872 દર્દીઓ!
Dengue in UP: 872 patients admitted to government hospitals in Prayagarh, Uttar Pradesh!
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 13, 2021 | 8:17 AM

Dengue in UP: ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) માં ડેન્ગ્યુનો કહેર ચાલુ છે અને પ્રયાગરાજ (Prayagraj) જિલ્લાની વિવિધ સરકારી હોસ્પિટલોમાં 872 દર્દીઓ દાખલ છે. રાજ્યમાં ડેન્ગ્યુના કેસો સતત સામે આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ આ વર્ષે રાજ્યમાં સૌથી વધુ ડેન્ગ્યુના કેસ સામે આવી રહ્યા છે. બીજી તરફ જિલ્લાના ચીફ મેડિકલ ઓફિસર નાનક સરને જણાવ્યું કે શુક્રવાર સુધીમાં ડેન્ગ્યુથી પીડિત કુલ 872 દર્દીઓ સરકારી હોસ્પિટલોમાં દાખલ થયા છે.

જિલ્લાના સીએમઓ કહે છે કે જિલ્લામાં ડેન્ગ્યુના તમામ દર્દીઓ દાખલ છે. જેમાં 628 દર્દીઓ શહેરી વિસ્તારના અને 244 દર્દીઓ ગ્રામ્ય વિસ્તારના છે. તેમનો દાવો છે કે જિલ્લાની બ્લડ બેંકોમાં પ્લેટલેટ્સની કોઈ અછત નથી અને તમામ દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. આ સાથે જ જિલ્લામાં હજુ સુધી ડેન્ગ્યુથી એકપણ મૃત્યુ નોંધાયું નથી.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

યુપીમાં ડેન્ગ્યુના 20 હજાર કેસ રાજ્યના આરોગ્ય વિભાગના આંકડાઓ પર વિશ્વાસ કરવામાં આવે તો રાજ્યમાં ડેન્ગ્યુના દર્દીઓનો આંકડો 20 હજારને વટાવી ગયો છે. જો કે આ એક સરકારી આંકડો છે અને એવું માનવામાં આવે છે કે વાસ્તવિક આંકડો આના કરતા ઘણો વધારે હોઈ શકે છે. હકીકતમાં આ વખતે રાજ્યમાં ડેન્ગ્યુના દર્દીઓની સંખ્યા છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધુ છે. રાજ્યમાં ડેન્ગ્યુના વધી રહેલા કેસોને જોતા રાજ્યનું આરોગ્ય વિભાગ સતર્ક બની ગયું છે.

તે જ સમયે, આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં અત્યાર સુધીમાં ડેન્ગ્યુના કુલ કેસોમાંથી ત્રીજા કરતા વધુ કેસ એકલા ફિરોઝાબાદ જિલ્લાના છે, જ્યાં ડેન્ગ્યુએ વિનાશ વેર્યો છે. આ સાથે કન્નૌજ, મેરઠ, મથુરા, લખનૌ, ઝાંસી, ગાઝિયાબાદ, પ્રયાગરાજ સહિત અન્ય ઘણા જિલ્લાઓમાં દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે.

રાજ્યના 73 જિલ્લામાં ડેન્ગ્યુના દર્દીઓ મળી આવ્યા છે આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યના 73 જિલ્લામાં અત્યાર સુધીમાં ડેન્ગ્યુના કેસ મળી આવ્યા છે. જે બાદ આરોગ્ય વિભાગ સતર્ક છે અને દર્દીઓની ઓળખ માટે મોનિટરિંગ સઘન કરવામાં આવ્યું છે. ટેસ્ટની સંખ્યામાં વધારો કરવાની સાથે આરોગ્ય વિભાગ તમામ નવા સ્થળોએ ટેસ્ટની વ્યવસ્થા કરી રહ્યું છે.

2016માં ડેન્ગ્યુથી સૌથી વધુ મોત થયા હતા આ વર્ષે અત્યાર સુધીમાં રાજ્યમાં 20 હજારથી વધુ દર્દીઓ સામે આવ્યા છે. ડેન્ગ્યુના અગાઉના રેકોર્ડ પર નજર કરીએ તો 2016માં ડેન્ગ્યુના 11,481 કેસ અને આ સમયગાળા દરમિયાન 42 લોકોના મોત થયા હતા. જ્યારે 2017માં ડેન્ગ્યુના દર્દીઓની સંખ્યા 3099 હતી. જ્યારે 2018માં ડેન્ગ્યુના 3829 કેસ નોંધાયા હતા અને 2019માં ફરીથી ડેન્ગ્યુના 11640 કેસ નોંધાયા હતા. મળતી માહિતી મુજબ રાજ્યમાં ગત વર્ષે 3715 ડેન્ગ્યુના દર્દીઓ મળી આવ્યા હતા.

આ પણ વાંચો: T20 World Cup: સેમી ફાઈનલ પહેલા બીમાર રિઝવાનની ભારતીય ડોક્ટરે સારવાર કરી ઉભો કર્યો, પાકિસ્તાની ક્રિકેટર ડોક્ટરને સતત કહી રહ્યો હતો આ વાત

આ પણ વાંચો:Maharashtra: ત્રિપુરા હિંસાના વિરોધમાં બંધનું એલાન બન્યું હિંસક ! નાંદેડ, માલેગાંવ અને અમરાવતીમાં તોડફોડ અને પથ્થરમારો, લગભગ 23 ઘાયલ; દુકાનો તોડી

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">