PM MODI : ભારતનું લોકતંત્ર વેસ્ટર્ન ઈન્સ્ટીટ્યુટ નથી હ્યુમન ઈન્સ્ટીટ્યુટ છે સત્યમ શિવમ સુંદરમ તેનો મંત્ર છે

PM MODI વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, રાજ્યસભામાં રાષ્ટ્રપતિના પ્રવચન ઉપર આભાર પ્રસ્તાવ રજૂ કરતા સંબોધન કર્યું હતું. કોરોના સામેની લડાઈ સરકાર કે વ્યક્તિએ નહી હિન્દુસ્તાને જીતી છે. ભારતનું લોકતંત્ર વેસ્ટર્ન ઈન્સ્ટીટ્યુટ નથી, હ્યુમન ઈન્સ્ટીટ્યુટ છે. માનવ જાતના કલ્યાણ માટે ભારત 150 દેશમાં વેક્સિન લઈને પહોચ્યુ.

| Updated on: Feb 08, 2021 | 11:14 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે, રાજ્યસભામાં રાષ્ટ્રપતિના પ્રવચન ઉપર આભાર પ્રસ્તાવની ચર્ચા કરતા કહ્યુ કે, વિપક્ષ ગૃહમાં હાજર નહોતુ છતા તેમના ભાષણ ઉપર ઘણુ બધુ કહેવાયુ તે જ રાષ્ટ્રપતિના ભાષણની અગત્યતા છે.

કોરોના સામે સરકાર કે વ્યક્તિની નહી હિન્દુસ્તાનની જીત

આજે વિશ્વની નજર ભારત સામે છે. મૈથીલી શરણે, દેશ માટે લખેલી કવિતાની પંક્તિ વાંચી હતી. આત્મનિર્ભરતાના પથ પર દોડ એ પક્તિને સભ્યોએ પાટલી થપથપાવીને વધાવી લીધી. કોરોના એક દેશ બીજા દેશને એક રાજ્ય બીજા રાજ્યને મદદ ના કરી શકે તેવો માહોલ સર્જાયો હતો. ભારત માટે વિશ્વે બહુ ચિંતા વ્યક્ત કરી હતી કે ભારત જો સ્થિતિ નહી સંભાળે તો લાખ્ખો લોકો મરી જશે. ભારતે દેશના નાગરિકોની રક્ષા માટે પગલા ભર્યા. રસ્તો ગોતવાનો હતો. લોકોને બચાવવાના હતા. ઈશ્વેરે જે સુઝવ્યુ તેના આધારે દેશમાં પગલા ભર્યા અને આજે વિશ્વ વખાણી રહ્યું છે. લડાઈ જીતવાનો યશ સરકાર કે વ્યક્તિને નહી પણ હિન્દુસ્તાનને તો જાય છેને ગર્વ કરવામાં શુ જાય છે. વિશ્વ સામે આખ મિલાવીને કહેવામા શુ જાય છે.

એક સમયે વેક્સિન માટે વલખા મારતુ ભારત, આજે વિશ્વના 150 દેશને વેક્સિન આપી રહ્યુ છે.

વિરોધ કરવા માટે કેટલા બધા મુદ્દા છે. પણ એવી વાતોમાં વિરોધ ના કરવો  જોઈએ કે દેશનુ મનોબળ તુટે સમાર્થ્યને નુકસાન થાય. આપણે ભૂતકાળ તરફ જોવુ જોઈએ. પોલીયો માટે કેવી સમસ્યા હતા. વેક્સિન માટે તકલીફ હતી. એ દિવસોને યાદ કરો તો આજે લાગે કે માનવ જાતના કલ્યાણ માટે વેક્સિન લઈને પહોચ્યુ. ભારતનું યોગદાન ગૌરવપૂર્ણ ગાથા છે. નવા આત્મવિશ્વાસને જગાડવા માટે દેશ ગર્વ લઈ શકે છે. વિશ્વનો સૌથો મોટો રસીકરણ અભિયાન ભારતમાં ચાલે છે.  ભારતનું સામર્થય ક્યા નથી પહોચ્યુ ? 150 દેશને કોરોનાની વેક્સિન પહોચાડી છે. વિશ્વ બહુ ગર્વપૂર્વક કહી રહ્યુ છે કે ભારતની વેક્સિન આવી ગઈ છે.

લોકતંત્ર માટે અહીયા ઉપદેશ અપાયો છે. તેના પર કોઈ ભરોષો ના કરી શકે. આપણે એવી કોઈ ભૂલ નથી કરવી. કેટલાક સભ્યોએ ખબર નથી કે પશ્ચિમ બંગાળની વાત કરે છે કે આપણા દેશની. કોંગ્રેસના સભ્યો વાત કરતા હતા ત્યારે એવુ લાગતુ હતુ કે તેઓ 1984 સુધીની વાત કરશે, કટોકટીકાળની વાત કરશે પણ તેમણે એવુ ના કહ્યુ.

સત્યમ, શિવમ, સુંદરમ આપણા લોકતંત્રનો મંત્ર.

લોકતંત્ર મૂળભૂત તાકાત બાબતે જે વાત કરી રહ્યા છે તેઓ સમજી લે કે ભારતનું લોકતંત્ર વેસ્ટર્ન ઈન્સ્ટીટ્યુટ નથી, હ્યુમન ઈન્સ્ટીટ્યુટ છે. ભારતનો ઈતિહાસ ઉદાહરણોથી ભરેલો છે.  ચારે તરફથી થઈ રહેલા હુમલા સામે લોકોને સાવચેત કરવા જરુરી છે. સત્યમ, શિવમ, સુંદરમથી ભરેલ છે. આઝાદ હિંદ ફોઝના પ્રથમ પ્રધાનમંત્રી સુભાષચંદ્ર બોઝના શબ્દો છે. નેતાજીના આ આર્દશોને આપણે ભૂલાવી દીધા છે.

ખેડૂતોની સાચી સમસ્યાની વાત કોઈએ ના કરી.
રાજ્યસભામાં ખેડૂત આંદોલનની વાત થઈ છે. કેવા પ્રકારનું આંદોલન છે તેના માટે મૌન છે. આંદોલનની વાત કરાઈ છે. પણ મૂળભૂત વાતનો ઉલ્લેખ કરાય તો સારુ છે. કૃષિ પ્રધાને કેટલાક પ્રશ્નો પુછ્યા છે તેનો જવાબ નહી મળે. દેવગૌડાનો આભાર માનતા કહ્યુ કે આ અંગે ચર્ચા કરતા સરકારના સારા પગલાના વખાણ કર્યા છે. કેટલાક સુચનો પણ કર્યા છે. ખેતીની મૂળભૂત સમસ્યા શુ છે તેનુ મૂળ શુ છે. તે માટે પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણસિંહે કહ્યું હતુ તે વાત ટાંકુ છુ. એગ્રીકલ્ચર સેન્સેસની વાત કરતા કહ્યું કે, ખેડૂતોનો સેન્સેસ લેવાયો 33 ટકા ખેડૂતો  બે વિધાથી ઓછી જમીન છે. 18 ટકા ખેડૂતો પાસે 2થી 4 વિધા જમીન છે. આ 51 ટકા ખેડૂતો છે. તેઓ ગમે એટલી મહેનત કરે તો જીવન ના ગુજરે. તેઓ નાના ખેડૂતોની ચિંતા કરતા હતા. એક હેકટરથી ઓથચી જમીન ધરાવનારા 51 હતા તે વધીને 68 ટકા થઈ છે. બહુ થોડી જમીન ધરાવતા ખેડૂતોની સખ્યા વધી છે. 12 કરોડને પહોચી છે.

10 કરોડ ખેડૂતોના બેંક ખાતામાં 1.15 લાખ કરોડ જમા કરાવ્યા

2014 બાદ કેટલાક પરિવર્તન કર્યા ફસલવિમા યોજના દાખલ કરી. પાછલા વર્ષોમાં 90,000 કરોડ રૂપિયાના કલેઈમ ચૂકવાયા. દેવા કરતા પણ આ રકમ વધુ છે. કિસાન ક્રેડીટકાર્ડ આપવાનું નક્કી કર્યુ ખેતી જ નહી માછીમારોને પણ અપાયા તેઓ પણ દરિયામાં એક પ્રકારની ખેતી જ કરે છે. પ્રધાન મંત્રી સન્માન નિધી યોજના. આ યોજના થકી સીધા ખેડૂતોના ખાતામાં નાણાં જમા થાય છે. 10, કરોડને મળ્યો છે. 1 .15 લાખ કરોડ ખેડૂતોના ખાતામાં ગયા છે. પશ્ચિમ બંગાળમાં રાજનીતી વચ્ચે ના આવી હોત તો આકડો વધુ હોત.

 

 

 

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">