કોરોના કાળમાં ચૂંટણીની ડ્યૂટી દરમિયાન 1,621 શિક્ષકોના મોત, પરિવારને 1 કરોડ આપવા માંગ

કોરોના કાળમાં ચૂંટણીની ડ્યૂટી દરમિયાન 1,621 શિક્ષકોના મોત, પરિવારને 1 કરોડ આપવા માંગ

Corona : પંચાયતી ચૂંટણીમાં ડ્યૂટી દરમિયાન કોરોના સંક્રમણથી મૃત્યુ પામનાર શિક્ષકો અને પ્રાથમિક વિભાગના કર્મચારીઓનો આંકડો 1,621 સુધી પહોંચી ગયો છે.

Bhavyata Gadkari

| Edited By: Bipin Prajapati

May 17, 2021 | 10:24 PM

Corona : ઉત્તર પ્રદેશમાં પંચાયતી ચૂંટણીમાં ડ્યૂટી દરમિયાન કોરોના સંક્રમણથી મૃત્યુ પામનાર શિક્ષકો અને પ્રાથમિક વિભાગના કર્મચારીઓનો આંકડો 1,621 સુધી પહોંચી ગયો છે. ઉત્તર પ્રદેશ પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા એક લીસ્ટ બહાર પાડવામાં આવી છે. આના પહેલા સંઘે 28 એપ્રિલના રોજ લિસ્ટ જાહેર કરીને 706 શિક્ષકોના મોત થયાનું જણાવ્યુ હતુ હવે સંધ દ્વારા મૃત્યુ પામનાર શિક્ષકોના પરિવાર માટે કેટલીક માંગણીઓ કરવામાં આવી રહી છે.

ઉત્તર પ્રદેશ પ્રાથમિક શિક્ષક સંઘે રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને આ લિસ્ટ મોકલીને કોરોના કાળમાં ચૂટણીમાં ડ્યૂટી દરમિયાન જે પણ શિક્ષક કે શૈક્ષણિક સ્ટાફના લોકોના મોત થયા છે તે દરેકના પરિવારને 1 કરોડની આર્થિક સહાયતા અને પરિવારજનોને નોકરી આપવા જેવી કેટલીક માંગ કરી છે.

પ્રાથમિક સંધ દ્વારા જાહેર કરાયેલ સૂચી પ્રમાણે, ઉત્તરપ્રદેશના 75 જિલ્લાઓમાં 1,621 શિક્ષકો, અનુદેશકો અને અન્ય કર્મચારીઓનુ મોત થયુ છે. આ દરેક લોકોએ પંચાયતી ચૂંટણીમાં ડ્યૂટી કરી હતી. આ સૂચીમાં મરનારનું નામ, તેમની શાળાનું નામ, મોતની તારીખ અને તેમના પરિવારજનોના નંબર પણ આપવામાં આવ્યા છે.

કેટલા શિક્ષકોના મોત થયા ?

સૂચી પ્રમાણે, આઝમગઢમાં 68 કર્મચારી, ગોરખપુરમાં 50, લખીમપુરમાં 47, રાયબરેલીમાં 53, જૌનપુરમાં 43, ઇલાહાબાદમાં 46, લખનૌમાં 35, સીતાપુરમાં 39, ઉન્નાવમાં 34, ગાઝીપુરમાં 38 અને બારાબંકીમાં 34 શિક્ષકોના મોત થયા છે.

સાથે જ પ્રદેશના 23 જિલ્લા એવા છે કે જ્યાં 25થી વધુ શિક્ષકો અને કર્મચારીઓનું કોરોનાથી મોત થયુ છે. ઉત્તરપ્રદેશ પ્રાથમિક સંઘના પ્રદેશ અધ્યક્ષ ડૉ. દિનેશ ચંદ્ર શર્માના કહેવા પ્રમાણે યૂપી હાઇકોર્ટે પણ માન્યુ છે કે મૃત્યુ પામેલ શિક્ષકોના પરિવારને એક કરોડ રૂપિયા આપવા જોઇએ અને જો તેમના પરિવારમાં કોઇ યોગ્યતા ધરાવતુ હોય તો તેમને શિક્ષકના પદે નોકરી આપવામાં આવે

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati