ડેલ્ટા વેરીયન્ટના નવા રૂપે દેશમાં કર્યો પગ પેસારો, શું આગામી દિવસોમાં કોરોના વધુ તબાહી મચાવશે?

ડેલ્ટા વેરિયન્ટ જેણે દેશમાં બીજી લહેરમાં ભારે વિનાશ સર્જ્યો. મોતનું તાંડવ મચાવ્યું. એ જ ડેલ્ટા વેરિએન્ટના નવા રૂપે દેશમાં દસ્તક આપી છે.

ડેલ્ટા વેરીયન્ટના નવા રૂપે દેશમાં કર્યો પગ પેસારો, શું આગામી દિવસોમાં કોરોના વધુ તબાહી મચાવશે?
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 25, 2021 | 11:58 PM

દેશમાં કોરોનાની બીજી લહેર (Corona Second Wave) પૂરી થઈ ગઈ છે, પરંતુ નવી લહેર ગમે ત્યારે આવી શકે છે. આવું કહીને અમારો હેતુ તમને ડરાવવાનો નથી, પરંતુ ચેતવણી આપવાનો છે. કારણકે જો તમે અથવા તમારી આસપાસના લોકો બેદરકારી દાખવતા હોય, માસ્ક ન પહેરી રહ્યા હોય, સોશિયલ ડીસ્ટન્સનું પાલન નથી કરી રહ્યા તો એમને રોકો. હાલ તહેવારોની સિઝન છે ત્યારે આ બેદરકારી ઘાતક સાબિત થઈ શકે છે.

કારણ કે છેલ્લા 55 દિવસમાં ડેલ્ટા વેરિએન્ટ બમણો થઈ ગયો છે અને ડેલ્ટા પ્લસ વેરિએન્ટના કેસમાં 11 ગણો વધારો થયો છે. આની પુષ્ટિ જીનોમ સિક્વન્સિંગ દ્વારા કરવામાં આવી છે. નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે જે રીતે 9 મહિના પહેલા એટલે કે હોળીની આસપાસ બીજી લહેર શરૂ થઈ હતી. 9 મહિના બાદ હવે દિવાળી પહેલા પણ આવી જ સ્થિતિ જોવા મળી રહી છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

કારણ કે તહેવારોને કારણે અહીં ઘણી ભીડ હોય છે. આ ભીડ કોરોના વાયરસને  નવેસરથી હુમલો કરવાની શક્તિ આપી શકે છે કારણ કે દેશમાં કોરોનાના નવા વેરીયન્ટનો પગ પેસારો થઈ ગયો છે. જેને ડેલ્ટા પ્લસ AY.4.2 કહેવામાં આવી રહ્યું છે.

મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાંથી કેસ નોંધાયા છે

વૈજ્ઞાનિકોએ કોરોનાના નવા સ્વરૂપને AY.4.2 નામ આપ્યું છે, જેને ડેલ્ટા પ્લસ વેરિએન્ટ પણ કહેવામાં આવે છે, કારણ કે તે ડેલ્ટા વેરિઅન્ટનો પેટા વંશ છે અને ડેલ્ટા વેરિઅન્ટ કરતાં 15% વધુ ચેપી હોવાનું કહેવાય છે. દેશમાં મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં તેના કેસ નોંધાયા છે.

જો કે અત્યાર સુધીમાં આ વેરિયન્ટના બહુ ઓછા કેસો જીનોમ સિક્વન્સિંગમાં જોવા મળ્યા છે, તેનો અર્થ એ નથી કે જોખમ ઓછું છે. તહેવારોની સિઝનમાં વાઈરસના નવા વેરીયન્ટનો ડર વધારે હોય છે. કારણકે તહેવારોને લઈને જોવા મળતી ભીડ ભારે પડી શકે છે. વાયરસના આ નવા સ્વરૂપે બ્રિટન અને રશિયામાં સંક્રમણનો નવો વિસ્ફોટ કર્યો છે. પરિસ્થિતિ ગંભીર અને વિકટ બની રહી છે. ત્યારે ભારત માટે પણ ચિંતાના વાદળો છવાઈ રહ્યા છે.

બ્રિટનમાં છેલ્લા 7 દિવસથી કોરોના ચેપના ગ્રાફ વિશે વાત કરીએ તો 21 ઓક્ટોબરે રોજ નવા કેસોની સંખ્યા 51 હજારને પાર કરી ગઈ હતી. જોકે 24 ઓક્ટોબરે તે 40 હજારથી નીચે પહોંચી ગઈ હતી. આંકડાની દ્રષ્ટિએ તે થોડી રાહતની બાબત છે, પરંતુ જમીનની પરિસ્થિતિ અનુસાર નહીં. કારણ કે જે રીતે બ્રિટનમાં 19 જુલાઈથી સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કની જરૂરિયાત નાબૂદ કરવામાં આવી હતી.

તે પછી લોકોએ સામાન્ય જીવન શરૂ કર્યું. જેનું પરિણામ સૌની સામે છે. AY.4.2 કોરોનાનું નવું સ્વરૂપ જુલાઈમાં ઓળખવામાં આવ્યું હતું અને એક અંદાજ મુજબ યુકેમાં આવતા 80% કોરોના કેસ પાછળ જવાબદાર આ નવો વેરીયન્ટ છે.

બ્રિટન સુધી સિમીત નથી આ જોખમ

કોરોનાએ બ્રિટનમાં વિનાશનો નવો અધ્યાય શરૂ કર્યો છે અને આ જોખમ માત્ર બ્રિટન પૂરતું મર્યાદિત નથી. કોરોનાની નવી અને જીવલેણ લહેરને કારણે રશિયામાં પરિસ્થિતિ નિયંત્રણ બહાર થઈ ગઈ છે. રશિયામાં છેલ્લા 5 દિવસના કોરોના ગ્રાફ પર નજર કરીએ તો રશિયામાં દરરોજ 30 હજારથી વધુ કેસ સામે આવી રહ્યા છે અને દરરોજ એક હજારથી વધુ લોકોના મોત થઈ રહ્યા છે. આ આંકડો રશિયામાં અગાઉની લહેરના પીક પોઈન્ટ કરતાં વધુ છે.

રશિયામાં દરરોજ સંક્રમણ અને મૃત્યુનો રેકોર્ડ તૂટી રહ્યો છે અને ફરી એકવાર લોકડાઉનની સ્થિતી નિર્માણ પામી છે. સેન્ટ પીટર્સબર્ગમાં કેસ વધ્યા બાદ 30 ઓક્ટોબરથી 7 નવેમ્બર સુધી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. રશિયાના 10 ટકા કેસ અહીંથી મળી રહ્યા છે. તેનું કારણ  વાયરસનું નવું સ્વરૂપ AY.4.2 જણાવવામાં આવી રહ્યું  છે.

આ પણ વાંચો :  લોકસભા અધ્યક્ષનું મહત્વપૂર્ણ નિવેદન, પ્રિન્ટ મીડિયાની જેમ સોશિયલ મીડિયાની પણ જવાબદારી હોવી જોઈએ

Latest News Updates

રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">