Delhi : દિલ્હી સરકારનું પોતાનું શિક્ષણ બોર્ડ બનશે, કેબિનેટે આપી મંજૂરી
Delhi : હવે દિલ્હીનું નવું શિક્ષણ બોર્ડ DELHI EDUCATION BOARD બનતા દિલ્હીના વિદ્યાર્થીઓને CBSE ઉપરાંત વધુ એક વિકલ્પ મળશે.
Delhi : મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejriwal)એ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. હવે દિલ્હી સરકારનું પોતાનું શિક્ષણ બોર્ડ (DELHI EDUCATION BOARD) બનશે. આ અંગેની માહિતી આપતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે દિલ્હી સરકારની કેબિનેટ બેઠકમાં દિલ્હીનું પોતાનું શિક્ષણ બોર્ડ બનાવવાની મંજૂરી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં અત્યાર સુધી કેન્દ્રીય શિક્ષણ બોર્ડ અંતર્ગત જ શિક્ષણકાર્ય શરૂ હતું. હવે દિલ્હીનું નવું શિક્ષણ બોર્ડ બનતા દિલ્હીના વિદ્યાર્થીઓને CBSE ઉપરાંત વધુ એક વિકલ્પ મળશે.
દેશના દરેક રાજ્યોનું લગભગ પોતાનું શિક્ષણ બોર્ડ છે. આ રાજ્યોમાં વિદ્યાર્થીઓને પોતાના રાજ્યના બોર્ડ ઉપરાંત કેન્દ્રીય શિક્ષણ બોર્ડ એમ બે વિકલ્પો મળે છે. હવે દિલ્હીના વિદ્યાર્થીઓને પણ આ લાભ મળશે. દિલ્હીનું શિક્ષણ બોર્ડ બનતાની સાથે જ આ બોર્ડની નવી સ્કૂલો અને શિક્ષકોની મોટા પ્રમાણમાં ભરતીની જાહેરાત થવાની સંભાવના છે.
In today's cabinet meet, we have given approval to the constitution of a #Delhi Board of School Education: Delhi Chief Minister @ArvindKejriwal #TV9News pic.twitter.com/GDr05nWMHW
— tv9gujarati (@tv9gujarati) March 6, 2021