DELHI : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું રાષ્ટ્રજોગ સંબોધન, જાણો રાષ્ટ્રપતિના સંબોધનની મહત્વની વાતો

DELHI : રાષ્ટ્રપતિએ કહ્યું આજનો દિવસ, દેશ-વિદેશમાં રહેતા સૌ ભારતીયો માટે અત્યંત મહત્ત્વનો છે.

DELHI : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું રાષ્ટ્રજોગ સંબોધન, જાણો રાષ્ટ્રપતિના સંબોધનની મહત્વની વાતો
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ
Follow Us:
Nakulsinh Gohil
| Edited By: | Updated on: Jan 25, 2021 | 8:33 PM

DELHI : રાષ્ટ્રપતિ ભવનથી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગણતંત્ર દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રજોગ સંબોધન કર્યું. રાષ્ટ્રપતિ કોવિંદે પોતાના સંબોધનમાં ખેડૂતો, કરોના વોરીયર્સ, ડોક્ટર્સ અને આરોગ્ય કર્મચારીઓ, ત્રણેય સેનાના જવાનો વગેરેને સમાવી દેશવાસીઓને ગણતંત્ર દિવસને શુભકામનો આપી. આવો જાણીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના રાષ્ટ્રજોગ સંબોધનની મહત્વની  વાતો.

1) રાષ્ટ્રપતિએ કહ્યું આજનો દિવસ, દેશ-વિદેશમાં રહેતા સૌ ભારતીયો માટે અત્યંત મહત્ત્વનો છે. આજના જ દિવસે 71 વર્ષ પહેલાં, આપણે ભારતના લોકોએ, આપણા અદ્વિતીય બંધારણને અંગીકૃત, અધિનિયમિત અને આત્માર્પિત કર્યું હતું. તેથી આજે આપણા સૌના માટે, બંધારણના આધારભૂત જીવનમૂલ્યો પર ઊંડાણપૂર્વક વિચાર કરવાનો અવસર છે.

2) અનાદિ કાળથી આ ધરતી અને અહીંની સભ્યતા, આ જીવન-મૂલ્યોને ઉજાગર કરતી આવી છે. ન્યાય, સ્વતંત્રતા, સમતા અને બંધુતા – આપણા જીવન-દર્શનના શાશ્વત સિદ્ધાંતો છે. આનો અવિરત પ્રવાહ આપણી સભ્યતાના આરંભકાળથી જ, આપણા સૌના જીવનને સમૃદ્ધ કરતો આવ્યો છે. દરેક નવી પેઢીનું એ દાયિત્વ છે, કે સમયને અનુરૂપ, આ મૂલ્યોની સાર્થકતા સ્થાપિત કરે. આપણા સ્વતંત્રતા સેનાનીઓએ આ દાયિત્વ, પોતાના સમયમાં ખૂબ સરસ રીતે નિભાવ્યું હતું.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

એ જ રીતે, આજના સંદર્ભમાં આપણે પણ એ મૂલ્યોને સાર્થક અને ઉપયોગી બનાવવાનું છે.

3) લોકતંત્રને આધાર આપતી આ ચારેય અવધારણાઓને, બંધારણના આરંભમાં જ પ્રમુખ રૂપે મૂકવાનો નિર્ણય, આપણા બંધારણના પ્રબુદ્ધ ઘડવૈયાઓએ બહુ જ સમજી-વિચારીને લીધો હતો. આ જ આદર્શોએ, આપણા સ્વતંત્રતા સંગ્રામને પણ દિશા આપી હતી. બાલ ગંગાધર તિલક, લાલા લજપત રાય, મહાત્મા ગાંધી અને સુભાષચંદ્ર બોઝ જેવા અનેક મહાન જનનાયકો અને વિચારકોએ, આપણા સ્વતંત્રતા સંગ્રામને પ્રેરિત કર્યો હતો. માતૃભૂમિના સ્વર્ણિમ ભવિષ્યની તેમની પરિકલ્પનાઓ અલગ-અલગ હતી. પરંતુ ન્યાય, સ્વતંત્રતા, સમતા અને બંધુતાના મૂલ્યોએ તેમના સપનાંને એકસૂત્રમાં પરોવવાનું કામ કર્યું.

4) દેશના ખેડૂતો અંગે રાષ્ટ્રપતિએ કહ્યું કે કૃતજ્ઞ રાષ્ટ્ર આપણા ખેડૂતોના કલ્યાણ માટે પૂરી રીતે પ્રતિબદ્ધ છે. રાષ્ટ્રપતિએ કહ્યું,”હું પ્રત્યેક ભારતીય વતી આપના ખેડૂતોને સલામ કરું છું, જેમણે આપણા વિશાલ અને મોટી જનસંખ્યા વાળા દેશને ખાદ્યાન્ન અને ડેરી ઉત્પાદનોમાં આત્મનિર્ભર બનાવ્યો છે. પ્રકૃતિની પ્રતિકૂળતાઓ, ઘણા બધા પડકારો અને COVID-19 મહામારી હોવા ચાત દેશના ખેડૂતોએ કૃષિ ઉત્પાદન શરૂ રાખ્યું.

5) રાષ્ટ્રપતિએ કહ્યું કે કોરોના મહામારીએ દેશના દોઢ લાખ લોકોને પોતાનો શિકાર બનાવ્યો છે. એ તમામના શોક સંતપ્ત પરિવારો પ્રત્યે રાષ્ટ્રપતિએ સંવેદના વ્યક્ત કરી. કોરોના વોરીયર્સ અંગે રાષ્ટ્રપતિએ કહ્યું, “હું અહિયાં એ ડોક્ટર્સ, નર્સ, આરોગ્ય કર્મચારીઓ, આરોગ્ય સેવાઓ સાથે જોડાયેલા અધિકારીઓ-કર્મચારીઓ અને સફાઈ કર્મીઓનો ઉલ્લેખ કરવા માંગું છું, જેમણે પોતાનો જીવ જોખમમાં નાખીને પીડિતોનો ઉપચાર તથા સેવા કરી છે.

6 ) રાષ્ટ્રપતિએ ત્રણેય સેનાના જવાનો અંગે કહ્યું કે લદ્દાખ સ્થિત સિયાચિન અને ગલવાન ઘાટીમાં, માઇનસ 50 થી 60 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાનમાં, બધું જ થિજાવી દે તેવી ઠંડીથી લઈને, જેસલમેરમાં 50 ડિગ્રીથી પણ વધુ તાપમાનમાં, આગઝરતી ગરમીમાં – ધરતી, આકાશ અને વિશાળ તટીય ક્ષેત્રોમાં – આપણા સૈનિકો ભારતની સુરક્ષાનું દાયિત્વ હર પળ નિભાવે છે. આપણા સૈનિકોની બહાદુરી, દેશપ્રેમ અને બલિદાન પર, સૌ દેશવાસીઓને ગર્વ છે.

7) દેશના વૈજ્ઞાનિકો અંગે રાષ્ટ્રપતિએ કહ્યું કે ખાદ્ય સુરક્ષા, સૈન્ય સુરક્ષા, આપત્તિઓ અને બીમારીઓથી, સુરક્ષા તેમ જ વિકાસના વિવિધ ક્ષેત્રોમાં આપણા વૈજ્ઞાનિકોએ પોતાના યોગદાનથી રાષ્ટ્રીય પ્રયાસોને શક્તિ પ્રદાન કરી છે. અંતરિક્ષથી લઈને ખેતરો સુધી, શિક્ષણ સંસ્થાઓથી લઈને હોસ્પિટલો સુધી, વૈજ્ઞાનિક સમુદાયે આપણા જીવન અને કામકાજને વધારે સારા બનાવ્યા છે. દિવસ-રાત પરિશ્રમ કરીને, કોરોના વાયરસને ડી-કોડ કરીને, અને બહુ ઓછા સમયમાં જ વેક્સિન તૈયાર કરીને, આપણા વૈજ્ઞાનિકોએ સમગ્ર માનવતાના કલ્યાણ માટે એક નવો ઇતિહાસ રચ્યો છે.

8) કોરોના મહામારી પર નિયંત્રણ અંગે રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારતની વિશાળ વસ્તી, સાંસ્કૃતિક પરંપરાઓની વિવિધતા તથા પ્રાકૃતિક અને ભૌગોલિક પડકારોને કારણે, કોવિડથી બચવાના ઉપાય કરવા એ આપણા સૌ માટે ઘણું વધારે પડકારજનક કામ હતું. પડકારો હોવા છતાં, આ વાયરસના પ્રકોપ પર કાબૂ મેળવવામાં આપણે ઘણી હદે સફળ રહ્યા છીએ. આ ગંભીર આપત્તિ હોવા છતાં, આપણે અનેક ક્ષેત્રોમાં આપણી ગતિવિધિઓને સફળતાપૂર્વક આગળ વધારી છે.

9) રાષ્ટ્રપતિએ કહ્યું કે આપણાં સંસ્થાનો અને શિક્ષકોએ નવી ટેકનોલોજીને ઝડપથી અપનાવીને એ સુનિશ્ચિત કર્યું, કે વિદ્યાર્થીઓનું શિક્ષણ નિરંતર ચાલતું રહે. રાષ્ટ્રપતિએ ન્યાયપાલિકા, ચૂંટણી પ્રક્રિયામાં ટેકનોલોજીના અસરકારક ઉપયોગનો ઉલ્લેખ કર્યો. આર્થિક ગતિવિધિઓને સુનિશ્ચિત કરવા માટે, અનલોકિંગની પ્રક્રિયાને સાવધાનીપૂર્વક, તબક્કાવાર લાગુ કરવામાં આવી. આ રીત કારગર સાબિત થઈ અને હવે ફરી અર્થવ્યવસ્થામાં મજબૂતીના સંકેત જોવા મળી રહ્યા છે.

10) ઉદ્યોગો અને GST અંગે રાષ્ટ્રપતિએ કહ્યું કે હાલમાં જ નોંધાયેલી જી.એસ.ટી.ની રેકોર્ડ વૃદ્ધિ અને વિદેશી રોકાણ માટે આકર્ષક અર્થવ્યવસ્થા રૂપે ભારતનું ઊભરવું, એ ઝડપભેર થઈ રહેલી આપણી ઈકોનોમિક રિકવરીના સૂચક છે. સરકારે મધ્યમ અને લઘુ ઉદ્યોગોને પ્રોત્સાહિત કર્યા છે, આસાન ઋણ પ્રદાન કરીને ઉદ્યમશીલતાને ઉત્તેજન આપ્યું છે અને વેપારમાં ઇનોવેશનને પ્રેરિત કરવા માટે અનેક પગલાં ભર્યાં છે.

11) આત્મનિર્ભર ભારત અંગે રાષ્ટ્રપતિએ કહ્યું કે આપણું જીવંત લોકતંત્ર, આપણા કર્મઠ અને પ્રતિભાશાળી દેશવાસીઓ, ખાસ કરીને આપણો યુવા વર્ગ, આત્મનિર્ભર ભારતના નિર્માણના આપણા પ્રયાસોને ઊર્જા પ્રદાન કરી રહ્યા છે. વસ્તુઓ અને સેવાઓ માટે આપણા દેશવાસીઓની માગને પૂરી કરવાના આપણા ઘરેલુ પ્રયાસો દ્વારા, તથા આ પ્રયાસોમાં આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી પણ, આ અભિયાનને શક્તિ મળી રહી છે. આ અભિયાનથી આર્થિક વિકાસની સાથેસાથે રોજગારી ઉત્પન્ન કરવાના પણ પગલાં લેવામાં આવ્યા છે. આત્મનિર્ભર ભારત અભિયાન એક જનઆંદોલનનું રૂપ લઈ રહ્યું છે.

12) વિશ્વમાં વધતા જતા ભારતના મહત્વ અંગે રાષ્ટ્રપતિએ કહ્યું ભારત પ્રગતિના પથ પર આગળ વધતાં, વિશ્વ સમુદાયમાં પોતાનું યોગ્ય સ્થાન બનાવી રહ્યું છે. છેલ્લાં થોડાક વર્ષોમાં ભારતનું પ્રભાવ-ક્ષેત્ર વધુ વિસ્તૃત બન્યું છે અને તેમાં વિશ્વના વ્યાપક ક્ષેત્રો સામેલ થયા છે. જે અસાધારણ સમર્થન મેળવીને આ વર્ષે ભારતે અસ્થાયી સભ્ય રૂપે સુરક્ષા પરિષદમાં પ્રવેશ કર્યો છે, તે આ વધી રહેલા પ્રભાવનું સૂચક છે. વિશ્વ સ્તર પર રાજનેતાઓ સાથે આપણા સંબંધોનું ઊંડાણ અનેક ગણું વધ્યું છે. પોતાના જીવંત લોકતંત્રના બળ પર ભારતે, એક જવાબદાર અને વિશ્વસનીય રાષ્ટ્ર રૂપે પોતાની સાખ વધારી છે.

13) કોરોના વેક્સીન અંગે રાષ્ટ્રપતિએ કહ્યું કે આજે ભારતને ખરા અર્થમાં “ફાર્મસી ઓફ ધ વર્લ્ડ” કહેવામાં આવે છે, કારણ કે આપણે અનેક દેશોની પીડાને ઓછી કરવા અને મહામારી પર કાબૂ મેળવવા, દવાઓ અને આરોગ્ય સેવાઓના અન્ય ઉપકરણો, વિશ્વના ખૂણે-ખૂણે ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ. હવે આપણે વેક્સિન પણ અન્ય દેશોને ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">