દિલ્હી પોલીસે ગેરકાયદે ચાલી રહેલા ટેલિફોન એક્સચેન્જનો કર્યો પર્દાફાશ, પાકિસ્તાનથી આવતા હતા દરરોજ 50 હજાર કોલ

આ ગેરકાયદે ટેલિફોન એક્સચેન્જમાં ગલ્ફ દેશો, નેપાળ, યુએસએ, કેનેડા અને પાકિસ્તાનથી 1 લાખથી વધુ કોલ આવી રહ્યા હતા. પરંતુ આશ્ચર્યજનક બાબત એ છે કે માત્ર એકલા પાકિસ્તાનથી દરરોજ 50 હજાર કોલ આવતા હતા.

દિલ્હી પોલીસે ગેરકાયદે ચાલી રહેલા ટેલિફોન એક્સચેન્જનો કર્યો પર્દાફાશ, પાકિસ્તાનથી આવતા હતા દરરોજ 50 હજાર કોલ
દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલ (સાંકેતીક તસવીર)
TV9 GUJARATI

| Edited By: Nidhi Bhatt

Oct 01, 2021 | 9:02 PM

દિલ્હી પોલીસના સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટના સાયબર સેલ દ્વારા ગેરકાયદે ચાલી રહેલા ટેલિફોન એક્સચેન્જનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ ટેલિફોન એક્સચેન્જ દ્વારા, દેશને માત્ર આર્થિક રીતે જ નહી પરંતુ દેશની સુરક્ષામાં પણ ક્યાક નુકસાન પહોચાડવામાં આવ્યું હોવાની  સંભાવના છે. આ ગેરકાયદે ટેલિફોન એક્સચેન્જમાં ગલ્ફ દેશો, નેપાળ, યુએસએ, કેનેડા અને પાકિસ્તાનથી 1 લાખથી વધુ કોલ આવી રહ્યા હતા. પરંતુ આશ્ચર્યજનક બાબત એ છે કે માત્ર એકલા પાકિસ્તાનથી દરરોજ 50 હજાર કોલ આવતા હતા.

ગેંગનો લીડર ચાંદની ચોકનો રહેવાસી

આ ગેંગનો લીડર ઈરફાન દિલ્હીના ચાંદની ચોક વિસ્તારનો રહેવાસી છે. 9 મું પાસ ઈરફાન ટેકનીકલી ખૂબ જ મજબૂત છે અને તેણે પહેલા ટીવી અને મોબાઈલ ઠીક કરવાનું કામ કર્યું અને પોતાની ટેલિકોમની બધી જાણકારી મેળવીને ધીમે ધીમે તેણે દિલ્હીના હૌજકાજી વિસ્તારમાં એક ગેરકાયદે કોલ સેન્ટર તૈયાર કર્યું અને અહીંથી તેણે પોતાનો ગોરખ ધંધો શરૂ કર્યો. મુંબઈમાં પણ આ આરોપીએ નકલી ટેલિફોન એક્સચેન્જ ખોલ્યું હતું, પરંતુ પોલીસની કડકતાને કારણે ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

ફેબ્રુઆરીમાં પ્રથમ વખત તપાસ એજન્સીઓના ધ્યાનમાં આવ્યું કે નકલી ગેરકાયદે ટેલિફોન એક્સચેન્જ ચાલી રહ્યું છે. ઇમરાન ખાનની તે સમયે દિલ્હીમાં ધરપકડ કરવામાં આવી હતી. તેની  પુછપરછ બાદ આગળનો આ ખુલાસો થયો.

સિપ સર્વરની મદદથી આ એક્સચેન્જમાં અત્યાર સુધીમાં વિવિધ દેશોમાંથી આશરે 40 મિલિયન કોલ ભારતમાં આવ્યા છે. શું આ કોલ્સના પૈસા હવાલા મારફતે ભારતમાં આવી રહ્યા હતા, દિલ્હી પોલીસ તેની તપાસ કરી રહી છે. આ કેસમાં દિલ્હી પોલીસે વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ સાયબર સેલે કુલ 5 આરોપીઓની ધરપકડ કરી હતી અને હાલમાં એક આરોપી ફરાર છે, જેના ઠેકાણે આ નકલી ટેલિફોન એક્સચેન્જ ચાલી રહ્યું હતું. આ એક્સચેન્જમાં કોલને દેશની સુરક્ષા માટે પણ ખતરો માનવામાં આવી રહ્યો છે. આથી દિલ્હી પોલીસ ઉપરાંત દેશની અન્ય એજન્સીઓ પણ તેની તપાસ કરી રહી છે.

ટેલિકોમ સેક્ટરને પણ થયું આર્થિક નુકસાન

આ ગેરકાયદે ટેલિકોમ એક્સચેન્જ 45 દિવસમાં સેટઅપ કરવામાં આવ્યું હતું અને ગેરકાયદેસર રીતે કામ કરી રહ્યું હતું. તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર, આ સેટઅપ પર એક દિવસમાં 3,00,000 કોલ બહારથી આવતા હતા, જેના કારણે ભારત સરકાર અને ટેલિકોમ સેક્ટરને લગભગ દરરોજ આર્થિક નુકસાન થઈ રહ્યું હતું. મળતી માહિતી મુજબ, આ રેકેટને કારણે અત્યાર સુધી ભારત સરકાર અને ટેલિકોમ સેક્ટરને લગભગ 103 કરોડ રૂપિયાનું આર્થિક નુકસાન થયું છે.

આ પણ વાંચો :  COVID-19 Vaccine: બાળકોની કોરોના રસીમાં થશે વિલંબ, ZyCov-D ની કિંમત નક્કી કરવામાં થઈ રહી છે સમસ્યા

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati