‘તારા માથા પર નાખું કેમિકલ ‘ – AAP એ શેર કર્યો પ્રવેશ વર્માનો ગેરવર્તનનો વીડિયો

પરવેશ વર્માએ યમુના કિનારે છઠની તૈયારીમાં લાગેલા અધિકારીને ફટકાર લગાવી છે. બીજેપી સાંસદ ગુસ્સામાં આવી ગયા અને કહ્યું કે હું તમારા માથા પર કેમિકલ નાખું. તેમણે કહ્યું કે તમે આ કેમિકલ યમુનામાં નાખો છો,

'તારા માથા પર નાખું કેમિકલ ' - AAP એ શેર કર્યો પ્રવેશ વર્માનો ગેરવર્તનનો વીડિયો
AAP share videoImage Credit source: Tv9
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 28, 2022 | 5:15 PM

છઠ પૂજાને લઈને દિલ્હીમાં રાજકારણ ગરમાયું છે. આજે યમુના નજીક છઠ ઘાટની મુલાકાતે આવેલા પ્રવેશ વર્માએ ત્યાં હાજર અધિકારી સાથે ઝઘડો કર્યો હતો. પ્રવેશ વર્માએ અધિકારીને ગાળો આપતા વીડિયો વાયરલ થઈ રહ્યો છે, પરવેશ વર્માએ યમુના કિનારે છઠની તૈયારીમાં લાગેલા અધિકારીને ફટકાર લગાવી. બીજેપી સાંસદ ગુસ્સામાં આવી ગયા અને કહ્યું કે હું તમારા માથા પર કેમિકલ નાખું. તેમણે કહ્યું કે તમે આ કેમિકલ યમુનામાં નાખો છો, જ્યારે લોકો ડૂબકી મારશે ત્યારે શું થશે. ત્યારે અધિકારી કહી રહ્યા છે કે તમને કેવી રીતે ખબર પડી કે લોકો કેમિકલથી મરી રહ્યા છે. આમ આદમી પાર્ટીએ બીજેપી સાંસદના ગેરવર્તનનો વીડિયો શેર કર્યો છે.

30 ઓક્ટોબરે દેશભરમાં છઠ પર્વની ઉજવણી કરવામાં આવશે. આજથી (28 ઓક્ટોબર) પર્વની શરૂઆત સ્નાન સાથે થઈ છે. આ વખતે દિલ્હી સરકારે રાજધાનીમાં 1100 સ્થળોએ છઠ ધામધૂમથી ઉજવવાની જાહેરાત કરી હતી. આ માટેની તૈયારીઓ પણ જોરશોરથી ચાલી રહી છે. પરંતુ આ વખતે પણ યમુના નદીમાં સફેદ ફીણની ચાદર જોવા મળી હતી. આ પ્રદુષિત પાણીમાં ભક્તોને પૂજા કરવાની ફરજ પડી રહી છે. બીજી તરફ પ્રશાસન દ્વારા યમુનાના પાણીમાં મોટા પ્રમાણમાં કેમિકલનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે, જેથી સફેદ ફીણને ઓછા કરી શકાય. આ બધું કરવા છતાં, પરિસ્થિતિ એજ છે. બીજી તરફ આ વખતે યમુનામાં પ્રદૂષણને લઈને પણ રાજકારણ શરૂ થઈ ગયું છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

ભાજપના નેતાઓએ આમ આદમી પાર્ટી અને કેજરીવાલ સરકાર પર જોરદાર નિશાન સાધ્યું છે. બીજેપી નેતા મનોજ તિવારીએ ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સ કરી અને કહ્યું કે કેજરીવાલે 2013માં દાવો કર્યો હતો કે તેઓ યમુનાને એટલી સાફ કરશે કે લોકો ડૂબકી લગાવી શકશે. પણ આજે પણ એમાં ફીણ જોવા મળે છે. તિવારીએ કહ્યું કે આજે જ્યારે બીજેપી નેતાઓ કાલિંદી ઘાટ પહોંચ્યા ત્યારે ત્યાં ફીણ છુપાવવા માટે ઝેરી કેમિકલનો છંટકાવ કરવામાં આવી રહ્યો હતો. ભાજપના નેતાઓને જોઈને આ લોકો કેમિકલ છોડીને ત્યાંથી ભાગી ગયા હતા.

મનોજ તિવારીએ શુક્રવારે ટ્વિટ કરીને કહ્યું કે ફરી એકવાર અરવિંદ કેજરીવાલનો હિંદુ વિરોધી ચહેરો સામે આવ્યો છે. ગઈકાલે જ્યારે અમે બધાએ યમુનાજીની ખરાબ હાલત બતાવી અને પરમ દિવસે સ્વચ્છતા અને આસ્થાના તહેવાર છઠ માટે અધિકારીઓ સાથે યમુના કાંઠાની સફાઈ કરી, ત્યારે હવે અધિકારીઓને ધમકી આપી રહ્યા છીએ કે યમુના કિનારે છઠની ઉજવણી ન થવા દો.

‘આપ’ એ આપ્યો વળતો જવાબ

સાથે જ આમ આદમી પાર્ટી કચરાના મુદ્દે ભાજપને ઘેરવામાં વ્યસ્ત છે. AAPનો દાવો છે કે યમુનાની સફાઈ થઈ ચૂકી છે. AAPના પ્રવક્તા સૌરભ ભારદ્વાજે કહ્યું કે તે ખૂબ જ હાસ્યાસ્પદ અને ખોટું છે કે યમુનામાં ફીણ ઘટાડવા માટે ‘ઝેરી રસાયણો’નો ઉપયોગ કરવામાં આવે છે. તેમણે કહ્યું કે રસાયણનો અર્થ ઝેર નથી. પાણીને સાફ કરવા માટે વપરાતું ક્લોરિન અને ફટકડી પણ એક પ્રકારનું કેમિકલ છે.

ભાજપના સાંસદ પરવેશ વર્મા આરોપોથી ઘેરાયેલા છે

બીજી તરફ ભાજપના સાંસદ પરવેશ વર્મા ગેરવર્તણૂકના આરોપોમાં ઘેરાયા છે. AAP નેતા સૌરભ ભારદ્વાજે એક વીડિયો ટ્વીટ કર્યો છે, જેમાં ભાજપના સાંસદ પરવેશ વર્મા યમુના કિનારે ઝગડો કરતા જોવા મળી રહ્યા છે. ફોમ પર કેમિકલનો છંટકાવ કરનારા અધિકારીઓને ગાળો ભાંડી હતી અને જીભ બેકાબૂ બની ગઈ હતી. જોકે, બાદમાં પરવેશ વર્મા છઠનો પ્રશ્ન ઉઠાવીને હંગામાથી પોતાને અલગ કરી રહ્યા છે.

AAP નેતા સૌરભ ભારદ્વાજે બીજેપી સાંસદ પરવેશ વર્માનો વીડિયો શેર કરીને કહ્યું કે દિલ્હી સરકાર છઠ પૂજાની તૈયારી કરી રહી છે અને બીજેપી નેતાઓ કામ રોકી રહ્યા છે, ગેરવર્તન કરી રહ્યા છે. ભાજપ ઇચ્છે છે કે પૂર્વાંચાલી બંધુઓને તકલીફ પડે અને તહેવાર બગડે. આ વીડિયોમાં બીજેપી સાંસદ પ્રવેશ વર્મા કેમિકલ છાંટવા બદલ અધિકારીઓને ફટકાર લગાવતા જોવા મળે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">