ઓમિક્રોનના કેસ બાદ દિલ્હી સરકાર સતર્ક, છેલ્લા એક સપ્તાહમાં વિદેશથી આવેલા પ્રવાસીઓના ફરીથી થશે RT-PCR ટેસ્ટ

દિલ્હીમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજધાનીમાં કોરોનાના 51 નવા કેસ નોંધાયા છે. રાહતની વાત એ છે કે આ સમયગાળા દરમિયાન ચેપને કારણે કોઈ દર્દીનું મોત થયું નથી.

ઓમિક્રોનના કેસ બાદ દિલ્હી સરકાર સતર્ક, છેલ્લા એક સપ્તાહમાં વિદેશથી આવેલા પ્રવાસીઓના ફરીથી થશે RT-PCR ટેસ્ટ
Corona Testing - File Photo

રાજધાની દિલ્હીમાં (Delhi) છેલ્લા એક સપ્તાહમાં કોવિડના નવા ઓમિક્રોન વેરિઅન્ટથી (Corona Omicron Variant) અસરગ્રસ્ત દેશોમાંથી આવતા મુસાફરોના RT-PCR ટેસ્ટ બુધવારથી ફરી શરૂ થશે. આ અંગે દિલ્હી સરકારના સ્વાસ્થ્ય સચિવે સોમવારે તમામ જિલ્લા મેજિસ્ટ્રેટ અને જિલ્લા તબીબી અધિકારીઓ સાથે બેઠક પણ કરી છે. જેમાં ઓમિક્રોનના ખતરાને ધ્યાનમાં રાખીને વિદેશથી આવતા પ્રવાસીઓ પર દેખરેખ વધારવાની સૂચના આપવામાં આવી છે.

બેઠકમાં હાજર એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, 1 ડિસેમ્બરથી વિદેશથી દિલ્હી એરપોર્ટ આવેલા તમામ મુસાફરો કોવિડના નેગેટિવ (Corona Negative) રિપોર્ટ સાથે ઘરે ગયા છે, તેમનો કોવિડ ટેસ્ટ આઠમા દિવસે ફરીથી કરવામાં આવશે. તે પહેલા ઘરે જવાના બીજા દિવસે અને પાંચમા દિવસે પણ એક ટીમ તેમની તબિયત જોવા જશે.

નેગેટિવ રિપોર્ટ આવ્યા બાદ પણ 7 દિવસ ઘરે રહેવું પડશે આ સાથે ટીમ એ પણ સુનિશ્ચિત કરશે કે દરેક વ્યક્તિ સાત દિવસ સુધી હોમ ક્વોરેન્ટાઈનમાં રહે. આઠમા દિવસે, જો RTPCR ટેસ્ટ ફરી નેગેટિવ આવે છે, તો પણ તેણે સાત દિવસ ઘરે રહીને તેનું સ્વાસ્થ્ય તપાસવું પડશે.

દિલ્હીમાં ઓમિક્રોન કેસ જોવા મળ્યો જણાવી દઈએ કે, કેન્દ્ર સરકારે પહેલાથી જ વિદેશથી આવતા મુસાફરો માટે એરપોર્ટ પર કોવિડ ટેસ્ટ (Corona Test) કરાવવા અને તે પછી સાત દિવસ માટે ક્વોરેન્ટાઈન થવાના નિર્દેશ જાહેર કર્યા છે. દિલ્હીમાં વિદેશથી આવેલા પ્રવાસીઓમાં અત્યાર સુધીમાં 20 થી વધુ લોકો સંક્રમિત જોવા મળ્યા છે. અત્યાર સુધી 12 જીનોમ સિક્વન્સિંગ રિપોર્ટમાંથી માત્ર એકમાં ઓમિક્રોનની પુષ્ટિ થઈ છે.

દિલ્હીના ઓમિક્રોનના પ્રથમ દર્દીનો પહેલો સંપર્ક પટના પહોંચ્યો દિલ્હીમાં તાંઝાનિયાથી આવેલા પ્રથમ ઓમિક્રોન દર્દીના કોન્ટેક્ટ ટ્રેસિંગ દરમિયાન જાણવા મળ્યું છે કે તેની સાથે સીધા સંપર્કમાં આવનાર પ્રથમ વ્યક્તિ બિહારના પટના પહોંચી ગયો છે. તે ફ્લાઇટમાં આગળની સીટ પર ચેપગ્રસ્ત વ્યક્તિ સાથે મુસાફરી કરીને આવ્યો હતો અને તે બીજા જ દિવસે ફ્લાઈટ દ્વારા પટના પહોંચી ગયો હતો. દિલ્હી સરકારની કોન્ટેક્ટ ટ્રેસિંગ ટીમે બિહાર સરકારને જાણ કરી છે જેથી કરીને તેને શોધીને ક્વોરેન્ટાઈન કરી શકાય.

કોરોનાના કેસમાં વધારો દિલ્હીમાં કોરોનાના કેસમાં (Corona Cases) વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજધાનીમાં કોરોનાના 51 નવા કેસ નોંધાયા છે. રાહતની વાત એ છે કે આ સમયગાળા દરમિયાન ચેપને કારણે કોઈ દર્દીનું મોત થયું નથી. દિલ્હીમાં કોરોના સંક્રમણને કારણે અત્યાર સુધીમાં 25,099 લોકોએ જીવ ગુમાવ્યો છે. હાલમાં દિલ્હીમાં કોરોના સંક્રમણનો દર 0.1 ટકા છે, 376 સક્રિય દર્દીઓ છે અને રિકવરી રેટ 98.23 ટકા છે.

આ પણ વાંચો : UP Assembly Election: યુપીમાં મુખ્યમંત્રી માટે કોણ છે પહેલી પસંદ ? સર્વેમાં થયો ખુલાસો, જાણો કોણ છે રેસમાં સૌથી આગળ

આ પણ વાંચો : રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે કેન્દ્ર પર ભડક્યા, કહ્યુ- તાનાશાહી કરી રહી છે સરકાર, 12 સભ્યોનું સસ્પેન્શન રદ કરો

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati