Delhi: કુતુબ મિનાર પાસે હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા, જય શ્રી રામના નારા લાગ્યા, નામ બદલીને વિષ્ણુ સ્તંભ રાખવાની માગ

મંગળવારે સવારથી હિન્દુ સંગઠનોએ કુતુબ મિનાર પાસે વિરોધ પ્રદર્શન કરવાનું શરૂ કરી દીધું હતું. જેમાં મહાકાલ માનવ સેવાના સભ્યોએ કુતુબ મિનાર પાસે હનુમાન ચાલીસાના (Hanuman Chalisa) પાઠ કરીને વિરોધ કર્યો હતો.

Delhi: કુતુબ મિનાર પાસે હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા, જય શ્રી રામના નારા લાગ્યા, નામ બદલીને વિષ્ણુ સ્તંભ રાખવાની માગ
Qutub Minar Protest
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 10, 2022 | 2:30 PM

દેશની રાજધાની દિલ્હીમાં દરરોજ કોઈને કોઈ હંગામો ચર્ચામાં રહે છે. અતિક્રમણ હટાવવાની ઝુંબેશ વચ્ચે મંગળવારે કુતુબ મિનારના (Qutub Minar) નામને લઈને નવો વિવાદ ઊભો થયો હતો. જેના કારણે હિન્દુ સંગઠન મહાકાલ માનવ સેવાના સભ્યોએ કુતુબ મિનાર પાસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમણે કુતુબ મિનારનું નામ બદલીને વિષ્ણુ સ્તંભ રાખવાની માગ કરી હતી. આ દરમિયાન તેમણે જય શ્રી રામના નારા સાથે હનુમાન ચાલીસાના (Hanuman Chalisa Row) પાઠ કર્યા હતા. તમને જણાવી દઈએ કે કુતુબ મિનાર પાસે સવારથી હિન્દુ સંગઠનોનું પ્રદર્શન ચાલી રહ્યું છે. જો કે, કુતુબ મિનાર પર પ્રદર્શનની માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને કેટલાક લોકોને કસ્ટડીમાં લીધા હતા. તેમની માગ છે કે કુતુબ મિનારની સાથે તમામ મુઘલ ઈમારતો અને રસ્તાઓના નામ પણ બદલવા જોઈએ.

કુતુબ મિનાર પાસે હિંદુ સંગઠનોએ વિરોધ કર્યો

મંગળવારે સવારથી હિન્દુ સંગઠનોએ કુતુબ મિનાર પાસે વિરોધ પ્રદર્શન કરવાનું શરૂ કરી દીધું હતું. જેમાં મહાકાલ માનવ સેવાના સભ્યોએ કુતુબ મિનાર પાસે હનુમાન ચાલીસાના પાઠ કરીને વિરોધ કર્યો હતો. સાથે જ જય શ્રી રામના નારા જોરશોરથી ગુંજી ઉઠયા હતા. આ પ્રદર્શનકારીઓની માગ છે કે કુતુબ મિનારનું નામ બદલીને વિષ્ણુ સ્તંભ કરવામાં આવે. આ સાથે તમામ મુઘલ ઈમારતો અને રસ્તાઓના નામ પણ બદલવા જોઈએ. પ્રદર્શનની માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને કેટલાક લોકોને કસ્ટડીમાં લીધા.

કુતુબ મિનાર સંકુલમાં સુરક્ષા વધારવામાં આવી

આ મામલાને ગંભીરતાથી લેતા, દિલ્હી પોલીસે કુતુબ મિનાર સંકુલની સુરક્ષા વધારી દીધી છે. દિલ્હી પોલીસે સંયુક્ત હિન્દુ મોરચાના આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ અને રાષ્ટ્રવાદી શિવસેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ, જય ભગવાન ગોયલને કુતુબ મિનાર પાસે હનુમાન ચાલીસાના પાઠ કરવા પર હાઉસ અરેસ્ટ કરવામાં આવ્યા છે. આ દરમિયાન પ્રદર્શનકારીઓએ કહ્યું કે ભારત સનાતન ભૂમિ છે, તેથી કુતુબમિનારની સાથે સાથે તમામ મુઘલ ઈમારતો અને રસ્તાઓના નામ પણ બદલવા જોઈએ.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">