કોરોના દર્દીઓના બીલ પાસ કરવાની વીમા પ્રોસેસને લઈને દિલ્હી હાઇકોર્ટનો કાબિલ-એ-તારીફ આદેશ, જાણો તેના ફાયદા

જસ્ટિસ સિંહે તેમના આદેશમાં કહ્યું હતું કે વીમામાં બીલને મંજૂરી આપવા માટે 30-60 મિનિટથી વધુ સમય લેવો જોઈએ નહીં. તેમણે વીમા નિયમનકારને આ સંદર્ભે નિર્દેશો જારી કરવા જણાવ્યું હતું.

  • tv9 webdesk37
  • Published On - 12:15 PM, 29 Apr 2021
કોરોના દર્દીઓના બીલ પાસ કરવાની વીમા પ્રોસેસને લઈને દિલ્હી હાઇકોર્ટનો કાબિલ-એ-તારીફ આદેશ, જાણો તેના ફાયદા
FILE PHOTO

દિલ્હી હાઈકોર્ટે બુધવારે કહ્યું કે વીમા કંપનીઓ કોવિડ -19 દર્દીઓના બીલને મંજૂરી આપવા માટે 6-7 કલાકનો સમય લઈ શકે નહીં, કેમ કે તેનથી હોસ્પિટલોમાંથી દર્દીઓને રજા મળવામાં વિલંબ થાય છે અને બેડ જરૂરિયાતવાળા લોકોને રાહ જોવી પડે છે. ન્યાયાધીશ પ્રતિભા એમ સિંહે કહ્યું કે જો કોઈ વીમા કંપની અથવા થર્ડ પાર્ટી એડ્મિનિસ્ટ્રેટર (TPA) બીલ મંજુર કરવામાં 6-7 કલાકનો સમય લે છે તેવું જાણવા મળશે તો તેમના વિરુદ્ધ તિરસ્કારની કાર્યવાહી કરવામાં આવશે.

તેમના આદેશના થોડીવાર બાદ જસ્ટિસ વિપિન સંઘી અને ન્યાયાધીશ રેખા પલ્લીની ખંડપીઠે પણ આવોજ નિર્દેશ પસાર કર્યો. જેમાં વીમા કંપનીઓ અને ટી.પી.એ. ને નિર્દેશ આપવામાં આવ્યો છે કે બિલ મંજુર કરવામાં લેવાયેલ સમય ઓછો થાય કારણ કે મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલોની બહાર બેડ રાહ જોતા હોય છે.

જસ્ટિસ સિંહે તેમના આદેશમાં કહ્યું હતું કે હોસ્પિટલો, વીમા કંપનીઓ અથવા ટી.પી.એ. દ્વારા વિનંતીઓ પ્રાપ્ત થયા બાદ બીલને મંજૂરી આપવા માટે 30-60 મિનિટથી વધુ સમય લેવો જોઈએ નહીં. તેમણે વીમા નિયમનકારને આ સંદર્ભે નિર્દેશો જારી કરવા જણાવ્યું હતું.

કોર્ટે તેના આદેશમાં કહ્યું છે કે દર્દીઓને હોસ્પિટલોમાંથી રજા આપવામાં મોડુ થવાથી જરૂરિયાતમંદ દર્દીઓની ભરતી કરવામાં વિલંબ થાય છે. કોર્ટને કેટલીક હોસ્પિટલો અને એટર્નીઓ દ્વારા જાગૃત કરવામાં આવ્યા હતા કે વીમા કંપનીઓ અને ટી.પી.એ. દ્વારા બીલોની મંજૂરીમાં વિલંબ થતાં દર્દીઓને છૂટા કરવામાં અને નવી ભરતી લેવામાં વિલંબ થાય છે.

કોર્ટ રાષ્ટ્રીય રાજધાનીમાં ઓક્સિજન, દવાઓ, પલંગ અને વેન્ટિલેટરના અભાવ અંગે અનેક અરજીઓ પર સુનાવણી કરી રહી હતી. ન્યાયાધીશ સિંહે સુનિશ્ચિત કરવા માટે કહ્યું કે જેની અરજી તેમની સમક્ષ સૂચિબદ્ધ છે તે તમામ અરજદારોને બેડ ઉપલબ્ધ કરાવવામાં આવે.

 

આ પણ વાંચો: કોરોના સંક્રમિત વ્યક્તિ હોસ્પિટલમાં કરવા લાગ્યો પરીક્ષાની તૈયારીઓ, સોશિયલ મીડિયામાં વાયરલ

આ પણ વાંચો: આ ઘટના ચમત્કારથી કમ નથી: કોરોના પોઝિટિવ માતાએ જુડવા બાળકીઓને જન્મ આપ્યો, બાળકીઓ નેગેટીવ