Corona : ગરીબોને 10 કિલો મફત અનાજ આપશે દિલ્હી સરકાર, સીએમ કેજરીવાલે કરી ચાર મોટી જાહેરાત

દિલ્હીમાં કેજરીવાલ સરકારે કોરોના કાળમાં ચાર મોટી જાહેરાતો કરી છે. જેમાં કોરોનાથી મૃત્યુ પર 50 હજાર વળતર ઉપરાંત કમાનાર વ્યક્તિના મૃત્યુ પર 2500 રૂપિયા દર મહિને પેન્શન આપવામાં આવશે. અનાથ બાળકોને દર મહિને 2500 રૂપિયા આપવામાં આવશે. દિલ્હીમાં ગરીબોને 10 કિલો અનાજ મફત મળશે.

Corona : ગરીબોને 10 કિલો મફત અનાજ આપશે દિલ્હી સરકાર, સીએમ કેજરીવાલે કરી ચાર મોટી જાહેરાત
CM કેજરીવાલ
Follow Us:
| Updated on: May 18, 2021 | 7:20 PM

દિલ્હીમાં Kejriwal સરકારે કોરોના કાળમાં ચાર મોટી જાહેરાતો કરી છે. જેમાં કોરોનાથી મૃત્યુ પર 50 હજાર વળતર ઉપરાંત કમાનાર વ્યક્તિના મૃત્યુ પર 2500 રૂપિયા દર મહિને પેન્શન આપવામાં આવશે. અનાથ બાળકોને દર મહિને 2500 રૂપિયા આપવામાં આવશે. દિલ્હીમાં ગરીબોને 10 કિલો અનાજ મફત મળશે.

દિલ્હીના સીએમ અરવિંદ Kejriwal એ કહ્યું કે કોરોનામાં ચારે તરફથી સામાન્ય વ્યક્તિની મુશ્કેલી વધારી કર્યો છે. કેટલાંક લોકો બેકાર છે. અનેક લોકોને ખાવાની તકલીફ થઈ રહી છે. જેમાં કુટુંબમાં કમાનારા ઘણા લોકો મૃત્યુ પામ્યા છે અને કોઈ કમાનાર નથી. ઘણા વૃદ્ધ લોકો છે જેમના કમાતા સંતાનો કોરોનામાં મૃત્યુ પામ્યા છે. તેથી અમે વિચાર કર્યો કે આવા લોકોની મુશ્કેલીઓને આપણે કેવી રીતે દૂર કરી શકીએ. આવી સ્થિતિમાં અમે ચાર જાહેરાત કરવા જઈ રહ્યા છીએ.

1. 72 લાખ લોકો પાસે રેશનકાર્ડ છે.જેને સરકાર અનાજ આપે છે થોડા પૈસા લે છે. તેમને 10 કિલો ફ્રી અનાજ આપવામાં આવશે, જેમાં 5 કિલો અનાજ કેન્દ્ર સરકાર આપી રહી છે. જેની પાસે રેશનકાર્ડ નથી તેમને દિલ્હી સરકાર અનાજ આપવા જઈ રહી છે. જેઓ ગરીબ છે તેમને અનાજ આપવામાં આવશે. તેનો અમલ બે-ચાર દિવસમાં કરવામાં આવશે.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

2. જે વ્યકિત કોરોનાના લીધે મૃત્યુ પામી છે. તેમના પરિજનોને 50 હજાર રૂપિયા વળતર મળશે.

3. એવા ઘણા પરિવારો છે જેમાં કમાનાર વ્યક્તિ મૃત્યુ પામી છે. તેમના પરિવારને 50 હજાર ઉપરાંત દર મહિને 2500 રૂપિયા પેન્શન આપવામાં આવશે.

4. જે બાળકોના માતાપિતા મૃત્યુ પામ્યા હોય અથવા જેમના માતા અને પિતા અગાઉ મૃત્યુ પામ્યા હતા અને તેમાંથી એકનું મૃત્યુ કોરોનાને કારણે થયું છે. આવા દરેક બાળકને 25 વર્ષ સુધી 2500 રૂપિયા આપવામાં આવશે. તેમનું શિક્ષણ પણ વિના મૂલ્યે આપવામાં આવશે.

Kejriwa એ કહ્યું કે પાંચ દિવસ હું, મંત્રીઓ અને અધિકારીઓ બેઠા અને તેના પર મંથન કર્યું. અમે જોયું છે કે તમે પૈસા ક્યાં બચાવી શકો છો ત્યાંથી પૈસા પાછા ખેંચી અને આ યોજનાઓ લાવ્યા છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">