Delhi: ખેડૂતોના ઘરે પરત ફર્યા બાદ ગાઝીપુર બોર્ડર ખાલી, આજથી શરૂ થશે વાહનોની અવરજવર

Delhi: ખેડૂતોના ઘરે પરત ફર્યા બાદ ગાઝીપુર બોર્ડર ખાલી, આજથી શરૂ થશે વાહનોની અવરજવર
Delhi Ghazipur Border Opens For Traffic

પોલીસના જણાવ્યા અનુસાર સમારકામ અને કાટમાળ હટાવ્યા બાદ ગાઝીપુર બોર્ડર (Ghazipur Border) ગુરુવારથી તમામ વાહનો માટે ખોલવામાં આવશે.

TV9 GUJARATI

| Edited By: Bhavesh Bhatti

Dec 16, 2021 | 8:43 AM

કેન્દ્રના ત્રણ કૃષિ કાયદાઓ (Farm Laws) હટાવ્યા બાદ યુપી ગેટ બોર્ડર (UP Gate Border) પર એક વર્ષથી વધુ સમયથી ચાલી રહેલ ખેડૂતોના વિરોધનો (Farmers Protest) અંત આવ્યો છે. બીજી તરફ બુધવારે સવારે હવન-પૂજા બાદ ખેડૂતો ફતેહ માર્ચ સાથે પોતાના ઘરે જવા રવાના થયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર સમારકામ અને કાટમાળ હટાવ્યા બાદ ગાઝીપુર બોર્ડર (Ghazipur Border) ગુરુવારથી તમામ વાહનો માટે ખોલવામાં આવશે.

સિંઘુ બોર્ડર પર નાના વાહનોની અવરજવર માટે બંને કેરેજ-વેના ત્રણ લેન ખોલવામાં આવ્યા છે. હાલમાં પાંચ લેનનું રિપેરિંગ કામ ચાલી રહ્યું છે. આ પણ કામ પૂર્ણ થતાં જ ખોલવામાં આવશે. જે બાદ નાના વાહનોની સાથે ભારે વાહનોની અવરજવર પણ સંપૂર્ણ રીતે શક્ય બનશે. બુધવારે ખેડૂતો ઘરે પરત ફર્યા હતા.

ટિકૈતે ફતેહ માર્ચનું નેતૃત્વ કર્યું યુપી ગેટથી ફતેહ કૂચ કાઢતા પહેલા ખેડૂતોએ હવનમાં આહુતિ આપી હતી જે દરમિયાન ખેડૂત નેતા ગૌરવ ટિકૈત, મીડિયા પ્રભારી શમશેર રાણા હોશિયાર સિંહ અને અન્ય ખેડૂતો હાજર હતા. BKU ના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈત પણ ગાઝીપુર બોર્ડર પર પહોંચ્યા જેમણે ખેડૂતોની ફતેહ માર્ચનું નેતૃત્વ કર્યું અને મુઝફ્ફરનગર જવા રવાના થયા.

દેશભક્તિના ગીતો પર ખેડૂતોએ ડાન્સ કર્યો ટિકૈતે કહ્યું કે 13 મહિનાના સંઘર્ષ બાદ ખેડૂતોનું સન્માન પરત આવ્યું છે. યુવાનોને પોતાના મનની વાત કરવાની સ્વતંત્રતા મળી છે. આંદોલન હજુ પૂરું થયું નથી. ભારત સરકાર સાથેના કરારના આધારે આંદોલન મોકૂફ રાખવામાં આવ્યું છે. હવન પૂર્ણ થયા બાદ ખેડૂતો પોતાનો સામાન તૈયાર કરી એકબીજાને મળ્યા બાદ પરત ફર્યા હતા. ફતેહ માર્ચ નિકળતા પહેલા ખેડૂતોએ દેશભક્તિના ગીતો પર ડાન્સ પણ કર્યો હતો.

સંયુક્ત કિસાન મોરચા (SKM) – ખેડૂત સંસ્થાઓના સંગઠન દ્વારા કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદાઓ રદ કર્યા પછી અને સરકારે તેની અન્ય માંગણીઓ સ્વીકાર્યા બાદ આંદોલન સ્થગિત કર્યું હતું. ત્યારબાદ ખેડૂતોએ દિલ્હી આસપાસના તમામ આંદોલન સ્થળો છોડવાનું શરૂ કર્યું.

રાકેશ ટિકૈત કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા કૃષિ કાયદા વિરુદ્ધ યુપી બોર્ડર પર વિરોધ કરી રહ્યા હતા. તેઓએ લગભગ એક વર્ષ સુધી આ કાયદાનો વિરોધ કર્યો. તાજેતરમાં કેન્દ્ર સરકારે ત્રણેય કાયદાઓ પાછા ખેંચી લીધા હતા. જે બાદ હવે તમામ ખેડૂતો ત્યાંથી ઘરે પરત ફરી રહ્યા છે.

આ પણ વાંચો : ttarakhand Elections: પીએમ મોદી બાદ દેહરાદૂનમાં આજે રાહુલ ગાંધીની રેલી, ઉત્તરાખંડની ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો

આ પણ વાંચો : તેલંગાણા અને બંગાળ પછી તમિલનાડુમાં પણ ઓમિક્રોનની એન્ટ્રી, કેરળ, મહારાષ્ટ્રમાં નવા વેરિઅન્ટના 4-4 નવા કેસ જોવા મળ્યા

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati