Delhi Blast: ઇઝરાયલી દૂતાવાસ બ્લાસ્ટના ઈરાનના જનરલ સુલેમાની સાથે કનેક્શન, પત્રએ ખોલ્યા ઘણા રાજ

રાજધાની દિલ્હીમાં(DELHI) ઇઝરાયલી દૂતાવાસ નજીક બોમ્બ વિસ્ફોટના મામલે નવા- નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. જોકે આ બ્લાસ્ટની જવાબદારી જૈશ-ઉલ-હિંદ નામના સંગઠને લીધી છે.

Delhi Blast: ઇઝરાયલી દૂતાવાસ બ્લાસ્ટના ઈરાનના જનરલ સુલેમાની સાથે કનેક્શન, પત્રએ ખોલ્યા ઘણા રાજ
ઇઝરાયલી દૂતાવાસ નજીક થયેલા બ્લાસ્ટના ઈરાનના જનરલ સુલેમાની સાથે કનેક્શન હોવાના મળ્યા સગડ
Follow Us:
Charmi Katira
| Edited By: | Updated on: Jan 31, 2021 | 11:59 AM

રાજધાની દિલ્હીમાં(DELHI)  ઇઝરાયલી દૂતાવાસ નજીક બોમ્બ વિસ્ફોટના મામલે નવા- નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. જોકે આ બ્લાસ્ટની જવાબદારી જૈશ-ઉલ-હિંદ નામના સંગઠને લીધી છે. પરંતુ પોલીસ અને સુરક્ષા એજન્સીઓ આતંકી સંગઠન અલ કાયદાને પણ શંકાના દાયરામાં રાખી રહી છે. વિસ્ફોટનો મામલો ઈરાનના જનરલ સુલેમાનીને જોડતા જોવા મળે છે.

ઇઝરાયલી દૂતાવાસ નજીક બ્લાસ્ટ બાદ તપાસ કરી રહેલી દિલ્હી પોલીસના વિશેષ સેલને ઘટના સ્થળેથી એક પત્ર મળ્યો હતો જેમાં ઇઝરાયલી રાજદૂતને સંબોધન કરવામાં આવ્યું હતું અને બ્લાસ્ટને ટ્રેલર ગણાવ્યો હતો. આ પત્રમાં ઈરાની સેનાના કમાન્ડર મેજર જનરલ કાસિમ સુલેમાની અને ઇરાની પરમાણુ વૈજ્ઞાનિક ડો.મોહસીન ફાખરીઝાદાનું નામ લખેલું છે. ગયા વર્ષે અમેરિકાએ ડ્રોન હુમલામાં બગદાદમાં જનરલ કાસિમ સુલેમાનીની હત્યા કરી હતી. નવેમ્બરમાં પણ ફખરીઝાદાની હત્યા કરવામાં આવી હતી.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

ઘટનાસ્થળએથી પત્ર ઉપરાંત સીસીટીવીના ફૂટેજ અને દિલ્હી પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે વિસ્ફોટ પહેલા બે શંકાસ્પદ લોકો ઘટના સ્થળે ગયા હતા. દિલ્હી પોલીસે બંને શંકાસ્પદ લોકોની માહિતી મેળવવા માટે કેબની ઓળખ કરી અને ડ્રાઇવરની પૂછપરછ કરી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, દિલ્હી પોલીસની તપાસ ટીમે અહીંના વિદેશી પ્રાદેશિક નોંધણી કચેરી (FIRO) થી ઇરાની નાગરિકો વિશે સંપૂર્ણ માહિતી માંગી છે. છેલ્લા એક મહિનામાં ભારત આવેલા તમામ ઈરાનીઓની માહિતી માંગવામાં આવી છે. શુક્રવારે સાંજે રાજધાનીમાં થયેલા ઇઝરાયલી દૂતાવાસ નજીક થયેલા વિસ્ફોટ પછી ભારતે ઇઝરાયલ સરકારને ખાતરી આપી હતી કે તેમની દૂતાવાસ અને તેના રાજદ્વારીઓની સંપૂર્ણ સલામતી સુનિશ્ચિત કરવામાં આવશે અને દોષીઓને પકડવામાં કોઈ કસર છોડવામાં નહીં આવે.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">