Breaking News : દિલ્હીમાં વિસ્ફોટનો અવાજ સાંભળીને એક મહિલાએ પોલીસને કર્યો ફોન,ટીમ ઘટના સ્થળે

દિલ્લીના મહિપાલપુર પાસે વિસ્ફોટનો અવાજ સંભળાયો છે, રેડિસન હોટલ પાસે વિસ્ફોટનો અવાજ સંભળાયો છે.ફાયર વિભાગની 3 ગાડીઓ હાલ ઘટનાસ્થળે છે. તેમજ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી છે.

Breaking News :  દિલ્હીમાં વિસ્ફોટનો અવાજ સાંભળીને એક મહિલાએ પોલીસને કર્યો ફોન,ટીમ ઘટના સ્થળે
| Updated on: Nov 13, 2025 | 10:14 AM

રાજધાની દિલ્હીના મહિપાલપુરની પાસે આજે સવારે ધમાકા જેવો અવાજ સંભળાયો છે. દિલ્હી પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. સવારે 9 કલાક અને 18 મિનિટે એક મહિલાએ ફાયર બ્રિગેડને ફોન કર્યો હતો.ત્યારબાદ દિલ્હી પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી છે.

દિલ્હી પોલીસ ટીમ ઘટના સ્થળે

રાજધાની દિલ્હીના મહિપાલપુરની પાસે આજે સવારે ધમાકા જેવો અવાજ સંભળાયો છે. દિલ્હી પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. સવારે 9 કલાક અને 18 મિનિટે એક મહિલાએ ફાયર બ્રિગેડને ફોન કર્યો હતો.ત્યારબાદ દિલ્હી પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી છે. દિલ્હી પોલીસને કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી. તેમણે કહ્યું કે ડીટીસી બસનું ટાયર ફાટ્યું હતું, અને ગાર્ડે કહ્યું કે, ડ્રાઇવર ઘટનાસ્થળે હાજર હતો. ગભરાવાની કોઈ જરૂર નથી. એવું લાગે છે કે આ સામાન્ય ટાયર ફાટ્યું હતું.

હોટલ નજીક ધમાકાનો અવાજ સંભળાયો

મળતી માહિતી મુજબ ધમાકાનો અવાજ દિલ્હીના મહિપાલપુર રેડિસન હોટલની નજીક સંભળાયો હતો. આ ધમાકાના અવાજનું કારણ હજુ સુધી સ્પષ્ટ રીતે સામે આવ્યું નથી.તમને જણાવી દઈએ કે મહિપાલપુર વિસ્તાર દિલ્હી-ગુરુગ્રામ બોર્ડર પર છે અને IGI એરપોર્ટ પણ અહીંથી ખૂબ નજીક છે.

દિલ્હી બોમ્બ બ્લાસ્ટ

તમને જણાવી દઈએ કે, 10 નવેમ્બર, 2025ના રોજ સાંજે, દિલ્હીના લાલ કિલ્લા પાસે એક કારમાં વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ સમયે નજીકમાં અન્ય વાહનો પણ હતા, જે પ્રભાવિત થયા હતા. વિસ્ફોટ એટલો ભયાનક હતો કે તેનાથી અનેક વાહનોને નુકસાન થયું હતું અને આસપાસના ઘણા લોકો માર્યા ગયા હતા. જે કારમાં વિસ્ફોટ થયો હતો તે લાલ કિલ્લા વિસ્તારમાં ત્રણ કલાકથી પાર્ક કરેલી હતી. પાર્કિંગમાંથી બહાર નીકળ્યા પછી સાંજે 6:52 વિસ્ફોટ થયો હતો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો.આ ઘટનામાં મૃતક અને ઇજાગ્રસ્ત વ્યક્તિઓના નામે સામે આવ્યા છે.આ ધડાકામાં આસપાસ ઉભેલી આઠ જેટલી કારો નુકસાનગ્રસ્ત થઈ છે.

દિલ્લીમાં બનેલી આ ભયાનક ઘટનાના પગલે ગુજરાત સહિતનાં અનેક રાજ્યોમાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાતના સરહદી જિલ્લાઓમાં પ્રવેશતા દરેક વાહનની ચકાસણી શરૂ કરવામાં આવી છે.

દિલ્હી એક કેન્દ્રશાસિત પ્રદેશ છે. ઘણા લોકો દિલ્હી અને નવી દિલ્હીને એક જ માને છે, પરંતુ આ બંને જગ્યાઓ સંપૂર્ણપણે અલગ છે.  વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

 

Published On - 10:01 am, Thu, 13 November 25