Delhi Air pollution: પવન ફૂંકાવાથી AQIમાં સુધારો, તાપમાન ઘટશે તો ફરી પ્રદૂષણ વધવાની સંભાવના

મંગળવારે પણ જોરદાર પવન ચાલુ રહેવાની ધારણા છે. જેના કારણે હવાની ગુણવત્તામાં વધુ સુધારો જોવા મળી શકે છે. સોમવારે પ્રવર્તેલો જોરદાર પવન મંગળવારે પણ ચાલુ રહેવાની ધારણા છે.

Delhi Air pollution: પવન ફૂંકાવાથી AQIમાં સુધારો, તાપમાન ઘટશે તો ફરી પ્રદૂષણ વધવાની સંભાવના
Delhi Air pollution (File photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 23, 2021 | 8:07 AM

દેશની રાજધાની દિલ્લીમાં છેલ્લા કેટલાક દિવસથી પ્રદુષણનું (Delhi Air Pollution) પ્રમાણ વધી ગયું છે. પ્રદુષણ ઓછું કરવા માટે ઘણા પગલાં ભરવામાં આવી રહ્યા છે. તો સરકારે પણ પ્રદૂષણને લઈને ઘણા પ્રકારના પ્રતિબંધ લાદી દીધા છે. આમ છતાં પણ હજુ પણ હવા ખરાબ છે.

જો કે સોમવારે જોરદાર પવનોએ દિલ્હીની હવાની ગુણવત્તામાં (Delhi Air Quality) નજીવો સુધારો કર્યો હતો, તે “ખૂબ જ નબળી” શ્રેણીમાં રહી હતી. એકંદર હવા ગુણવત્તા સૂચકાંક (AQI) રવિવારે 349 ની સરખામણીએ સોમવારે 311 હતો. AQI મંગળવારે “નબળી” શ્રેણીને સ્પર્શે તેવી શક્યતા છે, પરંતુ બુધવારે ફરી ખરાબ થઈ શકે છે, કારણ કે પવનની ગતિ ધીમી પડી શકે છે.

દિલ્હીમાં એવરેજ એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) છેલ્લા 24 કલાક દરમિયાન 311 નોંધાયો હતો, જે રવિવારે 349ની સરખામણીમાં ઓછો હતો. તે જ સમયે ફરિદાબાદમાં AQI 330, ગાઝિયાબાદ 254, ગ્રેટર નોઈડા 202, ગુરુગ્રામ 310 અને નોઈડામાં 270 નોંધાયો હતો.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

25 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમી પવનો ફૂંકાય છે ભારતીય હવામાન વિભાગ (IMD)ના વરિષ્ઠ વૈજ્ઞાનિક આરકે જેનામાનીએ જણાવ્યું હતું કે, પશ્ચિમી પવનો 25 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાવાથી વિઝિબિલિટી 3,200 મીટર થઈ ગઈ છે. તેમણે કહ્યું કે નવેમ્બર દરમિયાન અત્યાર સુધી માત્ર સોમવાર હતો જ્યારે પાલમ હવામાન કેન્દ્રે 3,000 મીટરથી વધુની વિઝિબિલિટી અને આટલો જોરદાર પવન નોંધ્યો હતો.

હવાની ગુણવત્તા પર દેખરેખ રાખતી પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયની એજન્સી “SAFAR” એ મંગળવારે જણાવ્યું હતું કે AQI ‘બહુ જ ખરાબ’ શ્રેણીમાં ખૂબ જ નીચા સ્તરે રહ્યો છે. એજન્સીએ આ માટે સ્ટબલ સળગાવવાની ઘટનાઓમાં ઘટાડો અને તેજ પવનને આભારી છે.

આજે પવન ફૂંકાવાને કારણે AQIમાં સુધારાની અપેક્ષા છે SAFAR મુજબ, મંગળવારે પણ જોરદાર પવનો ચાલુ રહેવાની ધારણા છે, જેના કારણે હવાની ગુણવત્તામાં વધુ સુધારો જોવા મળી શકે છે સોમવારે પ્રવર્તેલો જોરદાર પવન મંગળવારે પણ ચાલુ રહેવાની ધારણા છે. જોકે, બુધવારથી પવનની ગતિ ધીમી થવાની આગાહીને કારણે હવાની ગુણવત્તા પર અસર થઈ શકે છે.

SAFAR મુજબ, સોમવારે પરાલી સળગાવવાની 909 ઘટનાઓએ દિલ્હીના PM 2.5 પાર્ટિક્યુલેટ પ્રદૂષણમાં છ ટકા યોગદાન આપ્યું હતું. AQI શૂન્ય અને 50 ની વચ્ચે ‘સારા’ તરીકે, 51 અને 100 ‘સંતોષકારક’, 101 અને 200 ની વચ્ચે ‘મધ્યમ’ 201 અને 300ની વચ્ચે ‘ખરાબ’, 301 અને 400 વચ્ચે ‘બહુ જ ખરાબ’ અને 401 અને 500 વચ્ચે ‘ગંભીર’ ગણવામાં આવે છે.

શીત લહેર થવાની સંભાવના હવામાન વિભાગે સોમવાર અને મંગળવારે ઠંડીનું મોજુ રહેવાની આગાહી કરી હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ સપ્તાહમાં તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર થશે નહીં. મહત્તમ અને લઘુત્તમ તાપમાન સરખું રહેવાની શક્યતા છે. મંગળવારે મહત્તમ તાપમાન 26 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. મંગળવારે સ્વચ્છ આકાશ અને હળવા ધુમ્મસની સંભાવના છે.

આ પણ વાંચો  : Ramayana Circuit Train: સાધુ-સંતોની ચેતવણી બાદ IRCTCએ વેઈટરોના ભગવા ડ્રેસ બદલ્યા, હવે પહેરશે આવા કપડાં

આ પણ વાંચો : ફ્રાન્સના વડા પ્રધાન કોરોના સંક્રમિત, 75 ટકા વસ્તીને રસીકરણ પછી પણ કોરોનાના કેસ વધતા ચિંતા વ્યાપી

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">