સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની ચંદીગઢમાં DRDOની ટર્મિનલ બેલિસ્ટિક્સ સંશોધન લેબોરેટરીની મુલાકાત, આંતરરાષ્ટ્રીય ધોરણે સંરક્ષણ ટેકનોલોજીઓ વિકસાવવા બદલ પ્રશંસા

રાજનાથસિંહે જણાવ્યું હતું કે, TBRL જેવી સંશોધન અને વિકાસ સંસ્થાઓએ લાંબાગાળાના આધાર પર શૈક્ષણિક સંસ્તાઓ સાથે ભાગીદારી વિકસાવવાનું લક્ષ્ય રાખવું જોઇએ. એક તરફ જ્યાં એકેડેમિક સંસ્થાઓને મુખ્ય ટેકનોલોજી સમસ્યાઓ પર કામ કરવાની તક મળશે

સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની ચંદીગઢમાં DRDOની ટર્મિનલ બેલિસ્ટિક્સ સંશોધન લેબોરેટરીની મુલાકાત, આંતરરાષ્ટ્રીય ધોરણે સંરક્ષણ ટેકનોલોજીઓ વિકસાવવા બદલ પ્રશંસા
Defense Minister Rajnath Singh visits DRDO's Terminal Ballistics Research Laboratory in Chandigarh
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 29, 2021 | 2:29 PM

સંરક્ષણ મંત્રીએ DRDOના 500 કરતાં વધારે વૈજ્ઞાનિકો અને અધિકારીઓને સંબોધન કરતી વખતે TBRLની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, એક સમયે માત્ર બે ઓરડામાં શરૂ થયેલી આ લેબોરેટરી આજે દેશમાં એક મહત્વપૂર્ણ સંસ્થા બની ગઇ છે.અને તે વ્યૂહાત્મક મહત્વ ધરાવતી સંરક્ષણ ટેકનોલોજીઓ પૂરી પાડી રહી છે. રાજનાથસિંહે મલ્ટિ-મોડ હેન્ડ ગ્રેનેડ (MMHG)ની ડિઝાઇન અને વિકાસમાં આ લેબોરેટરીએ નિભાવેલી ભૂમિકાની પ્રશંસા કરી હતી. આ ગ્રેનેડ સશસ્ત્ર દળો તેમજ ખાનગી ક્ષેત્રો દ્વારા તૈયાર કરવામાં આવેલું એવું પહેલું હથિયાર છે. જેને આ વર્ષે ઑગસ્ટ મહિનામાં સંરક્ષણ મંત્રીની હાજરીમાં ભારતીય સૈન્યને સોંપવામાં આવ્યું હતું. આ ગ્રેનેડના ઉત્પાદનમાં 99.5 ટકા કરતાં વધારેની કાર્યાત્મક વિશ્વસનીયતા પ્રાપ્ત કરવામાં આવી છે. સંરક્ષણ મંત્રીએ મલ્ટિ-મોડ હેન્ડ ગ્રેનેડને વિશ્વ સ્તરીય ગણાવ્યા હતા અને તેથી TBRL તેમજ વૈજ્ઞાનિકોની ક્ષમતા દેખાતી હોવાનું કહ્યું હતું.

આંતતરાષ્ટ્રીય ધોરણો અનુસાર સિસ્ટમ વિકસાવવા બદલ રાજનાથસિંહે DRDOની પ્રશંસા કરી હતી. અને TBRL દ્વારા ડિઝાઇન કરવામાં આવેલા અને વિકસાવવામાં આવેલા બન્ડ બ્લાસ્ટિંગ ઉપકરણ માર્ક-II નો ઉલ્લેખ કર્યો હતો, જેને આ મહિનાની શરૂઆતના ચરણમાં તેમની ઉપસ્થિતિમાં જ ભારતીય સૈન્યને સોંપવામાં આવ્યું હતું. યુદ્ધ દરમિયાન યાંત્રિક ભૂમિદળની ગતિશિલતામાં વધારો કરવા માટે આ ઉપકરણનો ઉપયોગ ડિચ-કમ-બન્ડ જેવા અવરોધો દૂર કરવામાં અને તેની ઊંચાઇ ઓછી કરવામાં થઇ શકે છે. તેમણે એ તથ્યની પણ પ્રશંસા કરી હતી કે, આ ઉત્પાદન મોડલનું પ્રથમ ચરણ સફળતાપૂર્વક પૂરું કરવામાં આવ્યું છે અને સિસ્ટમનું ઉત્પાદન પણ આવનારા સમયમાં ટેકનોલોજીના હસ્તાંતરણના માધ્યમથી ખાનગી ક્ષેત્ર દ્વારા કરવામાં આવશે.

સંરક્ષણ મંત્રીએ આ પ્રગતિને સશસ્ત્ર દળોના પરિચાલનની આવશ્યકતાઓને પૂરી કરવા માટે આવશ્યક ઉત્પાદન અને ટેકનોલોજીઓમાં દેશની વધી રહેલી ક્ષમતાના સંકેત સમાન ગણાવી હતી. તેમણે વધુમાં કહ્યું હતું કે, આ ઘટનાક્રમ ખાનગી ક્ષેત્રની સક્રીય ભાગીદારીના માધ્યમથી સશસ્ત્ર દળોને સ્વદેશી રીતે વિકસિત અને અત્યાધુનિક શસ્ત્રો/ ઉપકરણો/ સિસ્ટમથી સજ્જ કરવા માટે સરકારની દૂરંદેશીને પ્રતિબિંબિત કરે છે. રાજનાથસિંહે જણાવ્યું હતું કે, આ પગલું દેશના સૈન્ય અને આર્થિક તાકાતને આત્મનિર્ભરતાની દિશામાં લઇ જઇ રહ્યું છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

રાજનાથસિંહે TBRLની અન્ય સિદ્ધિઓ પણ ગણાવી હતી જેમાં તેમણે ચોથી પેઢીના ઇલેક્ટ્રોનિક ફ્યૂઝના વિકાસને ઉન્નત સ્તરે લઇ જવાની સિદ્ધિનો પણ ઉલ્લેખ કર્યો હતો. તે સમકાલિન હોવાની સાથે સાથે સુરક્ષિત અને વધારે ભરોસાપાત્ર પણ છે અને 500 એકરમાંથી ફક્ત 20 એકરમાં તૈયાર કરવામાં આવેલી બેફલ રેન્જ ઓછી જમીનનો ઉપયોગ કરતા સૈનિકોને સંપૂર્ણ તાલીમ પૂરી પાડશે.

સંરક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે, ખાનગી ક્ષેત્રની ભાગીદારીમાં વૃદ્ધિ કરવા માટે સરકાર દ્વારા સંખ્યાબંધ સુધારાઓ કરવામાં આવ્યા છે. તેમાં સંરક્ષણ હસ્તાંતરણ પ્રક્રિયા 2020 હેઠળ સિસ્ટમના વિકાસ અને પ્રારંભિક તબક્કેથી ઉદ્યોગોને સામેલ કરવા માટે DRDOની પહેલ; DRDO દ્વારા ટેકનોલોજીના મફત હસ્તાંતરણ અને ઉદ્યોગોને તેની પેટન્ટ ઉપલબ્ધ કરાવવા જેવી જોગવાઇઓ સામેલ કરવામાં આવી છે.

રાજનાથસિંહે ભારતીય ધોરણો વિકસાવવાની આવશ્યકતા પર વિશેષ ભાર મૂકીને એ તથ્યની પણ પ્રશંસા કરી હતી કે, ભારતીય ધોરણોથી બુલેટ પ્રૂફ જેકેટના પરીક્ષણનો પ્રારંભ થયો છે અને TBRL તેના નિર્માણમાં મહત્વની ભૂમિકાની નિભાવી રહી છે. અન્ય સુરક્ષાત્મક પ્રણાલીઓ અને ગિઅર માટે ડિઝાઇન, ડેવલપમેન્ટ અને કાર્યપ્રણાલી માટે ભારતીય માપદંડો તૈયાર કરવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, બૂટ એન્ટી માઇન ઇન્ફેન્ટ્રી, બૂટ એન્ટી માઇન એન્જિનિયર્સ, માઇન પ્રોટેક્ટેડ વ્હીકલ અને ગિઅર્સ વગેરેના મૂલ્યાંકન માટે પરીક્ષણ પદ્ધતિઓ પ્રમાણભૂત કરવામાં આવી છે. સંરક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતીય માપદંડો ચોક્કસપણે ભારતીય ઉદ્યોગોને જોખમો સામે ઉત્પાદનોને બેન્ચમાર્ક કરવામાં મદદ કરવાની સાથે સાથે, તેને વિદેશી નિર્માતાઓ સાથે હરીફાઇમાં ઉભા રહેવામાં પણ મદદ કરશે.

સમગ્ર દુનિયામાં ઝડપથી બદલાઇ રહેલા ભૂ-રાજકીય પરિદૃશ્ય પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતા રાજનાથસિંહે જણાવ્યું હતું કે, વૈજ્ઞાનિક ક્ષમતાઓમાં વૃદ્ધિ અને નવા આવિષ્કારોએ સંરક્ષણ પર મોટો પ્રભાવ પાડ્યો છે. તેના કારણે એવી પરિસ્થિતિઓના કારણે ઉભા થતા કોઇપણ પડકારોનો સામનો કરવા માટે હરહંમેશા સુસજ્જ અને તૈયાર રહેવાની જરૂરિયાત પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે એ વાતનો પુનરુચ્ચાર કર્યો હતો કે, ભારત એક શાંતિ પ્રિય દેશ અને કોઇપણ પ્રકાર સંઘર્ષની શરૂઆત કરવી તેના મૂલ્યો વિરુદ્ધ છે. જોકે, તેમણે રાષ્ટ્રને આશ્વાસન આપ્યું હતું કે, જો જરૂર પડશે તો આપણો દેશ કોઇપણ પડકારનો સામનો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. સંરક્ષણ મંત્રીએ ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ અને તેમના પ્રસિદ્ધ દૃશ્ટાંતને યાદ કરતા જણાવ્યું હતું કે, ‘આ દુનિયામાં ડરનું કોઇ સ્થાન નથી. શક્તિ જ શક્તિનું સન્માન કરે છે.

રાજનાથસિંહે હાલની સક્રિય યુદ્ધ વ્યૂહનીતિઓમાં ટેકનોલોજીના વધી રહેલા ઉપયોગ પર વિશેષ ભાર મૂક્યો હતો અને સંરક્ષણ નિર્માણમાં સામેલ તમામ હિતધારકોને અદ્યતન ટેકનોલોજીનો વિકાસ કરવા પર નજર રાખવા અને સ્વદેશી ક્ષમતાઓની સાથે સમકાલિન રહેવા માટે પોતાને સજ્જ કરવા માટે આહ્વાન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, આ લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે ટેકનોલોજી પૂર્વાનુમાનને વધારે મજબૂત કરવાની અને અત્યાધુનિક વિનિર્માણ તેમજ પરીક્ષણ ક્ષમતાઓમાં રોકાણ કરવાની આવશ્યકતા છે. સંરક્ષણ મંત્રીએ એક મજબૂત સૈદ્ધાંતિક પાયાના નિર્માણ પર ધ્યાન આપવાની સાથે સાથે નવીનતમ ટેકનોલોજીઓની સાથે જોડાયેલા રહેવા માટે શૈક્ષણિક સંસ્થાઓને લાંબાગાળાની ભાગીદાર બનાવવાનું આહ્વાન કર્યું હતું.

રાજનાથસિંહે જણાવ્યું હતું કે, TBRL જેવી સંશોધન અને વિકાસ સંસ્થાઓએ લાંબાગાળાના આધાર પર શૈક્ષણિક સંસ્તાઓ સાથે ભાગીદારી વિકસાવવાનું લક્ષ્ય રાખવું જોઇએ. એક તરફ જ્યાં એકેડેમિક સંસ્થાઓને મુખ્ય ટેકનોલોજી સમસ્યાઓ પર કામ કરવાની તક મળશે તો સાથે સાથે વૈજ્ઞાનિકો અને ટેકનોલોજીવિદોને બહેતર રોજગાર માટે તૈયાર કરવામાં આવશે. બીજી તરફ, સંશોધન અને વિકાસ સંસ્થા સૈદ્ધાંતિક વિશ્લેષણ સિવાય વાસ્તવિક ઉત્પાદનમાં રૂપાંતરણ પર વિશેષ ભાર મૂકશે. સંરક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે, આ બંને માટે લાભદાયક સ્થિતિ રહેશે અને દેશના સંરક્ષણ અને ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપશે. તેમણે તમામ હિતધારકોને તેમની તૈયારીઓમાં વૃદ્ધિ કરવા માટે આહ્વાન કર્યું હતું અને તેમના પ્રયાસોમાં સરકાર દ્વારા શક્ય હોય તેવા તમામ પ્રકારે સમર્થન આપવામાં આવશે તેવું આશ્વાસન આપ્યું હતું.

રાજનાથસિંહે વૃદ્ધિ કરવામાં આવેલી પર્યાવરણ સંબંધિત પરીક્ષણ સુવિધાનું પણ ઉદ્ઘાટન કર્યું હતું, આ પ્રસંગે મેન-પોર્ટેબલ એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ (MPATGM) Mk-II માટે TBRL દ્વારા તૈયાર કરવામાં આવેલી વૉરહેડની ટેકનોલોજીનું હસ્તાતંરણ ઇકોનોમિક્સ એક્સપ્લોસિવ્સ લિમિટેડ, નાગપુરને કરવામાં આવ્યું હતું.

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">