અભિનંદનના ભારત પરત ફરતાં જ તેની તમામ કાળજી પર કેન્દ્ર સરકાર નજર રાખી રહ્યું છે. જેના માટે રક્ષા મંત્રી નિર્મલા સીતારમણે વિંગ કમાન્ડર અભિનંદન સાથે હૉસ્પિટલમાં મુલાકાત કરી છે. રક્ષા મંત્રીએ શનિવારનાં બપોરે દિલ્હી સ્થિત સેનાની રીસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલ પહોંચીને અભિનંદનના હાલચાલ પૂછ્યા હતા.
શુક્રવારે લાંબા વિરામ બાદ પાકિસ્તાનની કસ્ટડીમાંથી પરત ફરેલા અભિનંદનનું મેડીકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. જેમાં તેને સંપૂર્ણ રીતે ફીટ જોવા મળ્યો હતો. રક્ષા મંત્રીએ કેન્દ્ર સરકાર તરફથી હોસ્પિટલ પહોંચીને અભિનંદનની મુલાકાત લીધી અને તેમનો આત્મવિશ્વાસ વધાર્યો હતો. અત્રે નોંધનીય છે કે હજી તેને થોડાં દિવસ દેખરેખ રાખવામાં આવશે.
આ પણ વાંચો : વિદેશમાં જઈ રૂપિયા કમાવાના સપના જોતા લોકો ચેતજો, ગુજરાતી યુવકને કેન્યામાં બંધક બનાવીને માગી લાખો રૂપિયાની ખંડણી
શુક્રવારનાં રોજ પાકિસ્તાનનાં કબ્જામાંથી વિંગ કમાન્ડર અભિનંદન ભારત પરત આવ્યા બાદથી જ દેશભરમાંથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. જેમાં રક્ષામંત્રી સીતારમણે ટ્વિટ કરીને કહ્યું હતુ કે ‘વિંગ કમાન્ડર અભિનંદન, અમને તમારા પર ગર્વ છે. સમગ્ર દેશ તમારા સાહસને સલામ કરે છે. તમે મુશ્કેલ સ્થિતિમાં પણ પોતાની ધીરજ જાળવી રાખી. તમે દેશનાં યુવાઓ માટે પ્રેરણા છો.
#Delhi : Defence Minister Nirmala Sitharaman met Wing Commander #AbhinandanVarthaman in a hospital today. pic.twitter.com/X2wwYlVYPK
— Tv9 Gujarati (@tv9gujarati) March 2, 2019
આ સાથે જ આજે જાહેર થયેલા અભિનંદનના મેડીકલ ચેકઅપમાં પણ તેને સંપૂર્ણ ફીટ હોવનું સામે આવતાં જ અભિનંદનને મોટી રાહત મળી રહી છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]