અનેક પેચીદા કેસ ઉકેલનાર DCP કે પી સિંહને મળ્યું કેન્દ્રીય ગૃહમંત્રી મેડલ 2021 નું સન્માન, NCBમાં પણ કર્યું છે કામ

ડીસીપી (DCP ) કે પી એસ મલ્હોત્રા એસઆઈટીનું પણ નેતૃત્વ કરી રહ્યા હતા, જેમણે સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ સાથે જોડાયેલા ડ્રગ સંબંધિત કેસની તપાસ કરી હતી.

અનેક પેચીદા કેસ ઉકેલનાર DCP કે પી સિંહને મળ્યું કેન્દ્રીય ગૃહમંત્રી મેડલ 2021 નું સન્માન, NCBમાં પણ કર્યું છે કામ
DCP કે પી એસ મલ્હોત્રા

DCP કે પી એસ મલ્હોત્રાને તપાસમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ કેન્દ્રીય ગૃહમંત્રી મેડલ 2021નું સન્માન મળ્યું છે. તેઓ હાલમાં ડીસીપી, સીપી સચિવાલય તરીકે કાર્યરત છે. દિલ્હી પોલીસ ઉપરાંત, તેમણે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોમાં અને આંદામાન અને નિકોબાર ટાપુઓમાં પણ ફરજ બજાવેલીછે.

તપાસમાં ટેકનીકલ પરીક્ષણો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવા સાથે, તેમની દેખરેખ હેઠળની ટીમોએ સાયકોટ્રોપિક પદાર્થોના પ્રથમ ડાર્કનેટ વિક્રેતા, ભારતમાં પ્રથમ ઇથેરિયમ માઇનિંગ રિગ, ભારતનો પ્રથમ સાયબરટેરર કેસ અને જાસૂસી કેસનો પર્દાફાશ કર્યો છે.

તેમણે MoPNG (પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલય) જાસૂસી કેસ, આર્થિક રીતે નબળા વર્ગોના પ્રવેશમાં થયેલા કૌભાંડ, ગોડમેન નારાયણ સાંઈની ધરપકડ અને અંડરવર્લ્ડ સાથે સંકળાયેલા કેસો સહિત વિવિધ હાઇ-પ્રોફાઇલ કેસ સંભાળ્યા છે. તેઓ SITનું નેતૃત્વ પણ કરી રહ્યા હતા, જે સુશાંત સિંહ રાજપૂતનાં મૃત્યુ સાથે જોડાયેલા ડ્રગ સંબંધિત કેસની તપાસ કરી રહી હતી.

આ સાથે આ લોકોનું પણ સન્માન  કરવામાં આવશે

આ સાથે જ, ઝારખંડના DCP ચંદ્રશેખર આઝાદ અને ઇન્સ્પેક્ટર શ્યામ કિશોર મહતોને સ્વતંત્રતા દિવસના પ્રસંગે કેન્દ્રીય ગૃહ મંત્રાલય મેડલ ફોર એક્સેલન્સ ઇન્વેસ્ટિગેશન એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.

રાંચીના ઓરમાન્ઝી પોલીસ સ્ટેશન વિસ્તારમાં શિરચ્છેદ કરાયેલી લાશ મળ્યા બાદ વધુ સારી રીતે તપાસ કરવા માટે તેમનું સન્માન કરવામાં આવશે. આ બંને પદાધિકારીઓને પોલીસ સેવામાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ પુરસ્કાર આપવામાં આવશે.

આ દરમિયાન, 152 પોલીસ કર્મચારીઓને પ્રોત્સાહન આપવાના હેતુથી આ સન્માન સમારંભનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ એવોર્ડ 2018થી દર વર્ષે આપવામાં આવે છે.

જે કર્મચારીઓને આ પુરસ્કારો મળ્યા છે તેમાં સીબીઆઈના 15, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર પોલીસના 11, ઉત્તરપ્રદેશના 10, કેરળ અને રાજસ્થાન પોલીસના 9, તમિલનાડુ પોલીસનાં 8, બિહાર પોલીસના 7, ઝારખંડ પોલીસના 2, ગુજરાત, કર્ણાટક અને દિલ્હી પોલીસના 6-6 કર્મચારીઓ છે તેમજ બાકીના અન્ય રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના પોલીસ કર્મચારીઓનો સમાવેશ થાય છે. તેમાં 28 મહિલા પોલીસ અધિકારીઓનો પણ સમાવેશ થાય છે.

આ પણ વાંચો : Corona Vaccination: રસી વિશે લોકોમાં પ્રવર્તી રહેલી ગેરમાન્યતાઓને દુર કરવા, આગામી અઠવાડીયે લોન્ચ કરાશે ટ્રેકીંગ પ્લેટફોર્મ

આ પણ વાંચો : Maharashtra: ‘દારૂની દુકાનો ખોલી શકાય છે તો પછી મંદિરો કેમ નહીં’ ભાજપના નેતા રામ કદમે ઉદ્ધવ સરકારને જલ્દી નિર્ણય લેવાની ચેતવણી આપી

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati