કોઈકનો ફોન આવતા જ વિકાસ દુબેએ 25થી 30 લોકોને બોલાવ્યા, બધાએ આડેધડ ફાયરીગ કરીને પોલીસોને ઉતાર્યા મોતને ધાટ

કોઈકનો ફોન આવતા જ વિકાસ દુબેએ 25થી 30 લોકોને બોલાવ્યા, બધાએ આડેધડ ફાયરીગ કરીને પોલીસોને ઉતાર્યા મોતને ધાટ

ઉતરપ્રદેશના કાનપુરના ગેગસ્ટર વિકાસ દુબેનો એક સાથી દયાશંકર અગ્નિહોત્રી પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. પોલીસે હાથ ધરેલી કડકાઈપૂર્વકની પુછપરછમાં વિકાસ દુબેનો ઝડપાયેલો સાથી દયાશંકર અગ્નિહોત્રી પોપટની જેમ બધુ બોલી રહ્યો છે. અને વટાણા વેરી નાખતા કહ્યું કે વિકાસ ઉપર કોઈનો ફોન આવ્યો હતો. ફોન આવતા જ વિકાસ દુબેએ, 25થી 30 લોકોને બોલાવી લીધા હતા. બધા […]

Bipin Prajapati

|

Jul 05, 2020 | 7:50 AM

ઉતરપ્રદેશના કાનપુરના ગેગસ્ટર વિકાસ દુબેનો એક સાથી દયાશંકર અગ્નિહોત્રી પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. પોલીસે હાથ ધરેલી કડકાઈપૂર્વકની પુછપરછમાં વિકાસ દુબેનો ઝડપાયેલો સાથી દયાશંકર અગ્નિહોત્રી પોપટની જેમ બધુ બોલી રહ્યો છે. અને વટાણા વેરી નાખતા કહ્યું કે વિકાસ ઉપર કોઈનો ફોન આવ્યો હતો. ફોન આવતા જ વિકાસ દુબેએ, 25થી 30 લોકોને બોલાવી લીધા હતા. બધા આવી ગયા બાદ અલગ અલગ જગ્યાએ હથિયારો સાથે પહોચી જવા કહ્યું હતું. અને પોલીસ આવી ત્યારે જવાના રસ્તા ઉપર જેસીબી મશીન ગોઠવીને રસ્તામાં અડચણ ઊભી કર્યા બાદ આડેઘડ ગોળીબાર કર્યા હતા.

dayashankar

વિકાસ દુબેના ઘરના સભ્ય જેવા દયાશંકરને આજે વહેલી સવારે પોલીસે ઝડપી પાડ્યો છે. દયાશંકરને પકડવા પોલીસે ગોળીબાર કર્યો હતો જેમાં દયાશંકરને ઈજા પહોચી છે. દયાશંકરની પુછપરછમાં પોલીસને એવી વિગતો જાણવા મળી હતી કે પોલીસ આવવાની છે કે વાત રાત્રીના 8.30 કલાકે કોઈના ફોન દ્વારા જાણ થઈ હતી. અને મને પકડવા આવનારાઓને હુ કફનમાં મોકલીશ તેમ ફોનમાં વિકાસે કહ્યું હતું. પકડાયેલ દયાશંકર વિકાસ દુબેના ધરે જ રહીને મોટો થયો છે. વિકાસના માતા પિતાએ દયાશંકરના લગ્ન કરાવી આપ્યા હતા. દયાશંકર રસોઈ કરવા ઉપરાંત વિકાસના ઘરે રહેલા ઢોર ઢાખરની દેખરેખ રાખતો હતો. પોલીસ તપાસમાં એવો ખુલાસ થયો છે કે, વિકાસ દુબેને પકડવા જ્યારે પોલીસ ગઈ ત્યારે પોલીસ સ્ટેશનેથી જ તેને કોઈએ ફોન કરીને ચેતવી દિધો હતો. તેના માટે એસઓ વિનય તિવારીને સસ્પેન્ડ કરી દેવાયો છે. અને તે વિકાસ દુબેનો બાતમીદાર હોવાની શંકાએ પુછપરછ કરવામાં આવી રહી છે.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati