Dalai Lama Turns 86 : પીએમ મોદીએ દલાઇ લામાને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, જાણો શું બોલ્યા તિબ્બતી કાર્યકર્તા ?

Dalai Lama Turns 86 : આધ્યાત્મિક ધર્મગુરુ દલાઇ લામાના 86માં જન્મદિવસ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) શુભેચ્છા આપી.  જેને લઇ તિબ્બતી કાર્યકર્તાઓએ પોતાના પ્રતિભાવ આપ્યા છે.

Dalai Lama Turns 86 : પીએમ મોદીએ દલાઇ લામાને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, જાણો શું બોલ્યા તિબ્બતી કાર્યકર્તા ?
પીએમ મોદી અને દલાઇ લામા (ફાઇલ ફોટો)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 06, 2021 | 9:32 PM

Dalai Lama Turns 86  : આધ્યાત્મિક ધર્મગુરુ દલાઇ લામાના 86માં જન્મદિવસ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) શુભેચ્છા આપી.  તિબ્બતી કાર્યકર્તાઓ દ્વારા આને એક સારી પહેલ કહેવામાં આવી. અને કહ્યુ કે આનાથી ચીનને એક કડક સંદેશ પહોંચ્યો છે.

પ્રધાનમંત્રી મોદીએ દલાઇ લામાને જન્મદિવસની શુભકામનાઓ આપતા ટ્વિટર પર લખ્યુ કે મહામહિમ દલાઇ લામાની સાથે ફોન પર વાતચીત કરી અને તેમને 86માં જન્મદિવસની શુભેચ્છા આપી. અમે તેમના દીર્ધાયુ અને સ્વસ્થ જીવનની કામના કરીએ છીએ.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

ચીનને મળ્યો કડક સંદેશ 

તિબ્બતની સંસદના સભ્ય ડોલમા સેરિંગે પીએમ મોદીના ટ્વિટને લઇ સમાચાર એજન્સીને જણાવ્યુ કે પીએમ મોદી તરફથી દલાઇ લામાના જન્મદિવસ પર શુભકામનાઓ આપવી એક સકારાત્મક પગલુ છે. પીએમ મોદીએ એ સંદેશ આપવા ઇચ્છે છે કે ભારત તિબ્બત વિશે વાત કરવામાં હવે કોઇ સાવચેતી નહિ રાખે. જેનાથી ચીનને એક કડક સંદેશ મળ્યો છે.

પીએમ મોદીએ ફોન કર્યો તે ખૂબ મોટું પગલું 

સાથે જે એક તિબ્બતના કાર્યકર્તા લોબસાંગ વાંગયાલે કહ્યુ કે ભારત અને ચીન વચ્ચે સીમા વિવાદ હોવા છતાં દલાઇ લામાને જન્મદિવસ પર શુભકામના આપવા માટે પીએમ મોદીએ ફોન કર્યો જે એક મહત્વપૂર્ણ પગલુ છે. આ સંકેત છે કે ભારત પોતાની તાકાત બતાવી રહ્યુ છે. આ ચીન માટે ખૂબ મોટો સંદેશ છે.

પ્રાચીન ભારતીય જ્ઞાનને પુનર્જીવિત કરવા માટે પ્રતિબધ્ધ રહીશ.

દલાઇ લામાનું વાસ્તવિક નામ તેનજિન ગ્યાત્સો છે. તેમણે કહ્યુ કે જ્યારથી હું શરણાર્થી બન્યો અને ભારતમાં શરણ લીધુ ત્યારથી મે ભારતની સ્વતંત્રતા અને ધાર્મિક સદ્ભાવનાનો ભરપૂર લાભ લીધો. હું આપને આશ્વસ્ત કરવા ઇચ્છુ છુ કે મારા શેષ જીવનમાં પણ પ્રાચીન ભારતીય જ્ઞાનને પુનર્જીવિત કરવા માટે પ્રતિબધ્ધ રહીશ.

દલાઇ લામાનો જન્મ 6 જુલાઇ 1935માં ઉત્તરી તિબ્બતમાં આમદોના એક નાના ગામડા તકછેરમાં ખેડૂત પરિવારમાં થયો હતો. તેમનું બાળપણનું નામ લ્હામો દોનડુબ હતુ. તેમણે 1989માં શાંતિ નોબેલ પુરસ્કાર મળ્યો હતો. તેમણે આજે કહ્યુ કે હું ધર્મનિરપેક્ષ મૂલ્યો જે ધર્મ આશ્રિત નથી એવી ઇમાનદારી,કરુણા અને અહિંસાના ભારતી વિચારની ખરેખર સરાહના કરુ છું.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">