Cyclone Yaas થી ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળમાં ભારે નુકસાન, ચાર લોકોનાં મોત

Cyclone Yaas  બુધવારે 130-145 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે દેશના પૂર્વ ભાગો ટકરાતા  ભારે વરસાદ થયો હતો. જેના કારણે ઘણા મકાનોને નુકસાન પહોંચ્યું હતું. અધિકારીઓએ કહ્યું કે  ઓરિસ્સા ( Odisha) માં  ત્રણ  અને પશ્ચિમ બંગાળ( West Bengal) માં એક વ્યક્તિનું મૃત્યુ  થયું છે.

Cyclone Yaas થી ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળમાં ભારે નુકસાન, ચાર લોકોનાં મોત
Cyclone Yaas થી ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળમાં ભારે નુકસાન
Follow Us:
| Updated on: May 27, 2021 | 4:00 PM

Cyclone Yaas  બુધવારે 130-145 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે દેશના પૂર્વ ભાગો ટકરાતા  ભારે વરસાદ થયો હતો. જેના કારણે ઘણા મકાનોને નુકસાન પહોંચ્યું હતું. અધિકારીઓએ કહ્યું કે  ઓરિસ્સા ( Odisha) માં  ત્રણ  અને પશ્ચિમ બંગાળ( West Bengal) માં એક વ્યક્તિનું  મૃત્યુ થયું   છે.

ચક્રવાતને કારણે ઓરિસ્સાના ધમરા બંદર પાસે નીચલા ભાગમાં પાણી ભરાયા હતા. આ વિસ્તારોમાંથી 20 લાખથી વધુ લોકોને સલામત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા.

બપોર પછી કાંઠે ટકરાયા બાદ તોફાન નબળું પડ્યું હતું.ઓરિસ્સાના વિશેષ રાહત કમિશનર (એસઆરસી) પી કે જેનાએ જણાવ્યું હતું કે બાલાસોર જિલ્લાના બાહનાગા અને રેમ્યુના બ્લોક્સ અને ભદ્રક જિલ્લાના ધમરા અને બાસુદેવપુરના ગામોમાં દરિયાઇ પાણી પ્રવેશ કર્યો હતો.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

તેમણે કહ્યું કે વહીવટ સ્થાનિક લોકોની મદદથી ગામડામાંથી પાણી નીકાળવાના પગલા લઈ રહ્યું છે. જેનાએ જણાવ્યું હતું કે, મયુરભંજ જિલ્લાના સિમિલીપાલ નેશનલ પાર્કમાં ભારે વરસાદને કારણે બુધબલાંગ નદીમાં અચાનક પૂર આવવાની સંભાવના છે. બપોરે નદીનું જળસ્તર 27 મીટરના ભય સ્તર સામે 21 મીટર હતું.

તેમણે કહ્યું કે મયુરભંજ જિલ્લા વહીવટીતંત્રે નદીના બંને કાંઠે આવેલા કેટલાક વિસ્તારો અને બારીપાડા શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારોને ખાલી કરવાનું શરૂ કર્યું છે.જેનાએ કહ્યું કે જગતસિંઘપુર, કેન્દ્રપરા અને જાજપુર જિલ્લામાં કેટલાક સ્થળોએ વીજ લાઇનોના સમારકામનું કામ શરૂ થયું છે. તેમણે કહ્યું કે આ જિલ્લાઓમાં વધારે નુકસાન થયું નથી.

સ્થાનિક સૂત્રોએ જણાવ્યું હતું કે કેનોઝાર અને બાલાસોરમાં વૃક્ષો ધરાશાયી થતાં એક એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું, પરંતુ સત્તાવાર રીતે તેની પુષ્ટિ થઈ નથી. મયુરભંજમાં ઘરની નીચે પડ્યા બાદ અન્ય એક વૃદ્ધ મહિલાનું મોત નીપજ્યું હતું.

જેનાએ જણાવ્યું હતું કે સાંજ સુધીમાં પવનની ગતિ ધીમી થશે અને મધરાત સુધીમાં ચક્રવાત ઓરિસ્સાથી ઝારખંડ તરફ આગળ વધશે. આઠ લાખ લોકોને ઓરિસ્સાના સંવેદનશીલ વિસ્તારોમાંથી સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે અને જ્યારે એક લાખ લોકોને પશ્ચિમ બંગાળના આશ્રય સ્થળોએ લઈ જવામાં આવ્યા છે.

બંગાળ સરકારે દાવો કર્યો છે કે આ કુદરતી આપત્તિના કારણે ઓછામાં ઓછા એક કરોડ લોકો પ્રભાવિત થયા છે. યાસ એ ‘તા-ઉતે પછી એક અઠવાડિયાની અંદર દેશના દરિયાકાંઠે ત્રાટકનારું બીજું ચક્રવાત છે.

બંગાળમાં કેટલું નુકસાન?

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે રાજ્યમાં ચક્રવાતથી એક કરોડ લોકો પ્રભાવિત થયા છે. તેમણે કહ્યું કે ચક્રવાતને કારણે ત્રણ લાખ ઘરને નુકસાન પહોંચ્યું છે. તેમણે દાવો કર્યો હતો કે ચક્રવાતથી રાજ્ય સૌથી વધુઅસરગ્રસ્ત છે. મુખ્યમંત્રીએ કહ્યું કે બંગાળના ઓછામાં ઓછા એક કરોડ લોકો આ કુદરતી આફતથી પ્રભાવિત થયા છે. અત્યાર સુધીમાં ત્રણ લાખ મકાનોને નુકસાન થયું છે.

તેમણે કહ્યું કે એક વ્યક્તિનું આકસ્મિક મોત થયું છે. તેમણે કહ્યું કે અસરગ્રસ્ત વિસ્તારોમાં 10 કરોડની રાહત સામગ્રી મોકલવામાં આવી છે. એક સંરક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે, પૂર્વ મિદનાપુરનો દિધા જે ઓરિસ્સાની બાલાસોર જિલ્લાની સરહદ ધરાવે છે. તે સંપૂર્ણપણે ડૂબી ગયો છે અને રાહત અને બચાવ કામગીરી માટે સેનાને બોલાવવામાં આવી છે.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
g clip-path="url(#clip0_868_265)">