Cyclone Tauktae : ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં રેડ એલર્ટ, જાણો હવામાન વિભાગ દ્વારા જાહેર કરાતા વિવિધ એલર્ટ

Cyclone Tauktae કેરલ, કર્ણાટક અને ગોવા તબાહી બાદ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. તેમજ મહારાષ્ટ્રના દરિયાકિનારે અસર વર્તાવીને ગુજરાત તરફ આગળ વધી રહ્યું. તેમજ વાવાઝોડાની દિશા અને તીવ્રતા જોતાં ગુજરાતના સૌથી વધુ અસર થનારા વિસ્તારોમાં હવામાન વિભાગે Red alert જાહેર કર્યું છે.તેવા સમયે આવો આપણે સમજીએ કે હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવતા આ ગ્રીન, યલો, ઓરેંજ અને Red alertશું છે અને તેની કેવી રીતે જાહેર કરવામાં આવે છે.

Cyclone Tauktae : ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં રેડ એલર્ટ, જાણો હવામાન વિભાગ દ્વારા જાહેર કરાતા વિવિધ એલર્ટ
Cyclone Tauktae : ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં રેડ એલર્ટ
Follow Us:
| Updated on: May 17, 2021 | 2:11 PM

Cyclone Tauktae કેરલ, કર્ણાટક અને ગોવા તબાહી બાદ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. તેમજ મહારાષ્ટ્રના દરિયાકિનારે અસર વર્તાવીને ગુજરાત તરફ આગળ વધી રહ્યું. તેમજ વાવાઝોડાની દિશા અને તીવ્રતા જોતાં ગુજરાતના સૌથી વધુ અસર થનારા વિસ્તારોમાં હવામાન વિભાગે Red alert જાહેર કર્યું છે.

ગુજરાતના દરિયાકાંઠે ‘તાઉ તે’ વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. ‘તાઉ તે’ વાવાઝોડું 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. આજે રાત્રે 8 કલાકથી 11 કલાકની વચ્ચે ગુજરાતના પોરબંદર અને મહુવાની વચ્ચે  વાવાઝોડું  ટકરાશે દિવથી 20 કિમી પૂર્વ દિશા તરફ વાવાઝોડું ટકરાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વાવાઝોડું ગુજરાતને ટકરાશે ત્યારે પવનની ઝડપ 155થી 165 કિમી પ્રતિ કલાક હશે કે જે વધીને 185 કિમી કલાક થઈ શકે છે.

તેવા સમયે આવો આપણે સમજીએ કે હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવતા આ ગ્રીન, યલો, ઓરેંજ અને Red alertશું છે અને તેની કેવી રીતે જાહેર કરવામાં આવે છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

હવામાન ખાતા હવામાનને લગતી ચેતવણી આપવા માટે રેડ એલર્ટ, ઓરેન્જ એલર્ટ, યલો એલર્ટ અને ગ્રીન એલર્ટ જાહેર કરે છે. ચેતવણી આપવા માટે ઘણી એજન્સીઓના સહયોગથી રંગો પસંદ કરવામાં આવે છે. આ ચેતવણીઓ હવામાનની તીવ્રતાના આધારે જાહેર કરવામાં આવે છે. આ રંગો ઉગ્રતા દ્વારા બદલાય છે. સૌથી ગંભીર ચક્રવાત માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવે છે.

Red alert

જ્યારે હવામાન ખતરનાક સ્તરે પહોંચે છે અને ભારે નુકસાનનું જોખમ રહે છે ત્યારે હવામાન વિભાગ રેડ એલર્ટ બહાર પાડે છે. જ્યારે પણ ચક્રવાત તીવ્ર તીવ્રતા સાથે આવે છે (દા.ત. પવનની ગતિ પ્રતિ કલાકની સાથે 130 કિ.મી.થી વધુની ઝડપે) ત્યારે હવામાન વિભાગ દ્વારા તોફાન વાળા વિસ્તારમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવે છે. તેમજ વહીવટી તંત્રને જરૂરી પગલા ભરવા જણાવ્વામાં આવે છે. જેમાં લોકોને સલામત સ્થળે સ્થળાંતરીત કરવામાં પણ આવે છે. તેમજ તેમાં જાન અને માલનું મોટા પાયે નુકશાનની પણ સંભાવના છે.

ઓરેંજ એલર્ટ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચક્રવાતને કારણે ખૂબ જ ખરાબ હવામાનની સંભાવના છે. જેના કારણે જાન-માલનું નુકસાન થઈ શકે છે. આવી રીતે ઓરેંજ એલર્ટ જાહેર કરવામાં આવે છે. આ ચેતવણીમાં, લોકોને ઘરોમાં રહેવાની સલાહ આપવામાં આવે છે. આવી સ્થિતિમાં ચક્રવાતમાં પવનની ગતિ લગભગ 65 થી 75 કિ.મી. કલાકની હોય શકે છે અને 15 થી 33 મીમી. વરસાદની સંભાવના છે.

યલો એલર્ટ

ભય પ્રત્યે ધ્યાન રાખો હવામાન વિભાગ કોઈ પણ કુદરતી આફતો પહેલા લોકોને ચેતવણી આપવા માટે યલો એલર્ટ જાહેર કરે છે. આ પ્રકારની ચેતવાણીમાં 7.5 થી 15 મીમી. ભારે વરસાદ છે, જે આગામી એક કે બે કલાક ચાલુ રહેવાની સંભાવના છે. આને કારણે પૂરની સંભાવના છે.

ગ્રીન એલર્ટ

હવામાન વિભાગ દ્વારા ઘણી વખત ગ્રીન એલર્ટ જાહેર કરવામાં આવે છે. એનો અર્થ એ થાય છે કે સંબંધિત સ્થળે કોઈ ભય નથી.

આ પણ વાંચો : Cyclone Tauktae Tracker and Updates: વાવાઝોડુ દીવથી 180 કિમિ દુર, 185 કિમિની ઝડપે ત્રાટકી શકે છે તાઉ તે, રાજ્ય સરકાર બની સજ્જ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">