Cyclone Sitrang: બાંગ્લાદેશમાં 7ના મોત, ‘ચક્રવાત’ ભારતના આ રાજ્યોમાં પણ તબાહી મચાવી શકે છે

બાંગ્લાદેશ(Bangladesh)ની સરહદે આવેલા મેઘાલયના 4 જિલ્લામાં ચક્રવાત(Cyclone)ને જોતા મંગળવારે તમામ શાળાઓ અને કોલેજો બંધ રહેશે. આ 4 જિલ્લાઓમાં પૂર્વ અને પશ્ચિમ જયંતિયા હિલ્સ, પૂર્વ ખાસી હિલ્સ અને દક્ષિણ પશ્ચિમ ખાસી હિલ્સનો સમાવેશ થાય છે.

Cyclone Sitrang: બાંગ્લાદેશમાં 7ના મોત, 'ચક્રવાત' ભારતના આ રાજ્યોમાં પણ તબાહી મચાવી શકે છે
Cyclone Sitarang wreaks havoc in Bangladesh.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 25, 2022 | 8:12 AM

ચક્રવાતી તોફાન સિતરંગ(Cyclone Sitrang)ના પ્રકોપને કારણે બાંગ્લાદેશ(Bangladesh)માં ઘણા લોકોના મોત થયા છે. સોમવારે મધ્યરાત્રિએ ચક્રવાતે તબાહી મચાવી હતી, જેના કારણે 7 લોકોના મોત થયા છે. ડિઝાસ્ટર મિનિસ્ટ્રી(Disaster Minsitry)ના કન્ટ્રોલ રૂમના પ્રવક્તા નિખિલ સરકારે ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે બરગુના, નરેલ, સિરાજગંજ અને ભોલા ટાપુ જિલ્લામાંથી અનેક લોકોના મોત થયા છે. ‘સિતરંગ’ના પ્રભાવને કારણે પશ્ચિમ બંગાળમાં સમયાંતરે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે લોકોને ઘરમાં કેદ રહેવાની ફરજ પડી છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીની સરકાર પણ બંગાળમાં સર્જાઈ રહેલા ચક્રવાતી વાવાઝોડાને ધ્યાનમાં રાખીને એલર્ટ પર છે.

બંગાળ સરકારે ‘સિત્રાંગ’ ચક્રવાતની અસરથી થતા સંભવિત નુકસાનને ટાળવા માટે તમામ સાવચેતીનાં પગલાં લીધાં છે, જેમાં લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવા અને આશ્રય શિબિરોમાં આવશ્યક ચીજવસ્તુઓની સપ્લાયનો સમાવેશ થાય છે. રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગની ઘણી ટીમો સાથે SDRF અને NDRFના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. પ્રવાસીઓ અને માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ 24 પરગણા, ઉત્તર 24 પરગણા અને પુરબ મેદિનીપુરના વહીવટીતંત્રને એલર્ટ પર રાખવામાં આવ્યા છે કારણ કે ‘સિત્રાંગ’ના કારણે આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ અને 90 થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપે ઝાપટા પડવાની સંભાવના છે.

IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે

ચક્રવાત સિતરંગના ખતરાને જોતા સોમવારે બાંગ્લાદેશમાં 2.19 લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા. આ લોકોને રહેવા માટે 6925 આશ્રય કેન્દ્રો પણ તૈયાર કરવામાં આવ્યા હતા. હવામાન વિભાગે સોમવારે સાંજે પાયરા, મોંગલા અને ચિત્તાગોંગના બંદરોને ખતરાના સંકેતો જારી કરવાનો નિર્દેશ આપ્યો હતો. કોક્સબજાર પોર્ટ પર પણ ખતરાના સંકેત જારી કરવામાં આવ્યા હતા. આ ચક્રવાતી તોફાન ભારતના ઘણા રાજ્યોમાં તબાહી મચાવે તેવી પણ શક્યતા છે. હવામાન વિભાગે આજે અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, મિઝોરમ અને ત્રિપુરામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.

મેઘાલયમાં, આપત્તિ વ્યવસ્થાપન અધિકારીઓને હાઇ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે કારણ કે ચક્રવાત સિતરંગને કારણે રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. બાંગ્લાદેશની સરહદે આવેલા 4 જિલ્લામાં ચક્રવાતને જોતા મંગળવારે તમામ શાળાઓ અને કોલેજો બંધ રહેશે. આ 4 જિલ્લાઓમાં પૂર્વ અને પશ્ચિમ જયંતિયા હિલ્સ, પૂર્વ ખાસી હિલ્સ અને દક્ષિણ પશ્ચિમ ખાસી હિલ્સનો સમાવેશ થાય છે. હવામાન વિભાગે કહ્યું કે ચક્રવાતની અસરને કારણે મેઘાલયના ઘણા વિસ્તારોમાં સતત વરસાદ સાથે વાદળછાયું વાતાવરણ રહેશે.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">