રવિવારે ઓરીસ્સા-આંઘ્રપ્રદેશ ઉપર ત્રાટકશે વાવાઝોડુ ગુલાબ

Cyclone Gulab હવામાન વિભાગે કહ્યું કે વાવાઝોડાની અસર, શનિવારથી જ જોવા મળશે. ખાસ કરીને ઓરિસ્સા અને તટીય આંધ્ર પ્રદેશમાં મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ અને કેટલાક સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.

રવિવારે ઓરીસ્સા-આંઘ્રપ્રદેશ ઉપર ત્રાટકશે વાવાઝોડુ ગુલાબ
Cyclon Gulab
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 25, 2021 | 4:14 PM

Cyclone ભારતીય હવામાન વિભાગ (IMD) એ બંગાળની ખાડીમાં સર્જાયેલા હવાના હળવા દબાણના અંગે ચેતવણી ઉચ્ચારી છે કે, લો પ્રેશર શનિવારે ડીપ ડીપ્રેશનમાં ફેરવાઈ જશે. રવિવાર સાંજ સુધીમાં તે ડીપ ડીપ્રેશન વાવાઝોડામાં ફેરવાશે. બંગાળની ખાડીમાંથી ઉદભવી રહેલા વાવાઝોડાને ગુલાબ નામ આપવામાં આવ્યું છે. તે આગામી 12 કલાકમાં આંધ્રપ્રદેશ અને આસપાસના ઓરિસ્સામાંથી પસાર થશે.

ડીપ ડીપ્રેશન ફેરવાશે વાવાઝોડામાં ડીપ ડિપ્રેશન એરિયા શનિવારે સવારે ગોપાલપુરથી 510 કિમી પૂર્વ-દક્ષિણ પૂર્વ દિશામાં છે. જ્યારે આંધ્ર પ્રદેશમાં કલિંગપટ્ટનમથી 590 કિમી પૂર્વમાં બન્યું હતું. હવામાન વિભાગે કહ્યું છે કે, “આગામી 12 કલાકમાં ડીપ ડીપ્રેશન તીવ્ર વાવાઝોડામાં ફેરવાઈ જવાની સંભાવના છે. તે 26 સપ્ટેમ્બરની સાંજ સુધીમાં કલિંગપટ્ટનમની આસપાસ વિશાખાપટ્ટનમ અને ગોપાલપુર વચ્ચે ઉત્તર આંધ્ર પ્રદેશ અને દક્ષિણ ઓરિસ્સાના દરિયાકાંઠે આગળ વધવાની સંભાવના છે.

Cyclone Gulab

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

રવિવારે ત્રાટકશે ગુલાબ વાવઝોડુ હવામાન વિભાગે કહ્યું કે વાવાઝોડાની અસર, શનિવારથી જ જોવા મળશે. ખાસ કરીને ઓરિસ્સા અને તટીય આંધ્ર પ્રદેશમાં મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ અને કેટલાક સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. રવિવારે પણ, દક્ષિણ ઓરિસ્સા અને આંધ્ર પ્રદેશના ઉત્તર તટીય વિસ્તારમાં મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અને કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે.

હળવાથી ભારે વરસાદની આગાહી ઓડિશા, તેલંગાણા અને છત્તીસગઢના ઉત્તરીય અંતરિયાળ વિસ્તારોમાં પણ રવિવારે ભારે વરસાદ પડી શકે છે. તેવી જ રીતે, ભારતીય હવામાન વિભાગે એ 27 સપ્ટેમ્બર સુધીમાં મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અને ઓરિસ્સા અને તેલંગાણા રાજ્યમાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે પશ્ચિમ બંગાળના કેટલાક સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.

70 કિલોમીટરની ઝડપે ફુકાશે પવન બંગાળની ખાડીના ઉત્તર-પશ્ચિમ અને પશ્ચિમ-મધ્ય વિસ્તારમાં પ્રતિ કલાકે 70 કિમીની ઝડપે પવન ફુકાવાની આગાહી કરવામાં આવી છે. આગામી 3 દિવસ દરમિયાન દરિયામાં ઉંચા મોજા ઉછળશે અને ઓડિશા, પશ્ચિમ બંગાળ અને આંધ્રપ્રદેશના માછીમારોને આગામી 25 થી 27 સપ્ટેમ્બર સુધી પૂર્વ-મધ્ય અને ઉત્તર-પૂર્વ બંગાળની ખાડીમાં દરિયો ખેડવા ના જવાનું કહેવામાં આવ્યું છે.

જિલ્લા કલેકટરોને સતર્ક કરાયા ભારતીય હવામાન વિભાગે એ 26 સપ્ટેમ્બરે આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના અને આગામી બે દિવસમાં ઓરિસ્સા અને છત્તીસગઢમાં મુશળધાર વરસાદ વરસવાની આગાહી કરી છે. જેના કારણે રસ્તાઓ પર ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાની આગાહી પણ કરી છે. ઓરિસ્સાના વિશેષ રાહત કમિશનરે હવામાન વિભાગની આગાહીને જોતા તમામ જિલ્લા કલેક્ટરોને સતર્ક રહેવા જણાવ્યું છે.

આ પણ વાંચોઃ દેશના કેટલાક એવા રેલવે સ્ટેશન, જેનું નામ જ નથી……….તો મુસાફરો ક્યાંની ટિકિટ લેતા હશે ?

આ પણ વાંચોઃ Vadodara : ગોત્રી દુષ્કર્મ કેસમાં બે લક્ઝુરિયસ કાર જપ્ત , અશોક જૈન સહિત સ્ટાફના સદસ્યોની પુછપરછ

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">