Cyclone Asani: 16 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે ચક્રવાત, આંધ્રપ્રદેશ, ઓડિશા અને બંગાળમાં એલર્ટ

Cyclone Asani: આંધ્રપ્રદેશના અમરાવતી હવામાન કેન્દ્રના જણાવ્યા અનુસાર ચક્રવાત અસાની 10 મેની સાંજ સુધીમાં ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધીને ઉત્તર આંધ્રપ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠે પશ્ચિમ મધ્ય અને નજીકના ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી સુધી પહોંચે તેવી સંભાવના છે.

Cyclone Asani: 16 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે ચક્રવાત, આંધ્રપ્રદેશ, ઓડિશા અને બંગાળમાં એલર્ટ
Cyclone AsaniImage Credit source: PTI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 08, 2022 | 6:14 PM

બંગાળની ખાડીમાં (Bay of Bengal) સર્જાયેલા ચક્રવાતી તોફાન અસાનીને (Cyclone Asani) લઈને રવિવારે એક મોટું અપડેટ સામે આવ્યુ છે. હવામાન વિભાગે (IMD) રવિવારે કહ્યું છે કે ચક્રવાત અસાની આગામી 12 કલાકમાં મોટા ચક્રવાતી વાવાઝોડામાં (Cyclone) ફેરવાઈ શકે છે. તેમના મતે અસાની હવે ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધશે અને આગામી 12 કલાકમાં તે મોટા વાવાઝોડામાં ફેરવાઈ જશે. અગાઉ એવું કહેવામાં આવ્યું હતું કે રવિવારે દક્ષિણપૂર્વ વિસ્તારમાં રચાયેલ ઊંડા દબાણનું ક્ષેત્ર છેલ્લા છ કલાક દરમિયાન 16 કિમી પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધ્યું છે. ચક્રવાતી તોફાન ‘અસાની’ 8 મેના રોજ સવારે 8:30 કલાકે બંગાળની ખાડી ઉપર ઉત્તર-પશ્ચિમ તરફ 13 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધ્યું હતું અને નિકોબાર ટાપુઓ, પોર્ટ બ્લેર (આંદામાન ટાપુઓ)થી લગભગ 480 કિમી દૂર હતું. પશ્ચિમમાં 400 કિ.મી દુર, આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમથી 940 કિમી દક્ષિણપૂર્વમાં કેન્દ્રિત હતું.

આ આગાહી અસાની વિશે કરવામાં આવી હતી

આંધ્રપ્રદેશના અમરાવતી હવામાન કેન્દ્રના જણાવ્યા અનુસાર ચક્રવાત અસાની 10 મેની સાંજ સુધીમાં ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધીને ઉત્તર આંધ્રપ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠે પશ્ચિમ મધ્ય અને નજીકના ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી સુધી પહોંચે તેવી સંભાવના છે. તે પછી તે ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ વળે અને ઓડિશા કિનારે ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી તરફ આગળ વધે તેવી સંભાવના છે.

કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓની રજાઓ રદ

તે જ સમયે વાવાઝોડાને જોતા હવામાન વિભાગ દ્વારા આંધ્ર પ્રદેશ, ઓડિશા અને પશ્ચિમ બંગાળ માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી છે. કોલકાતાના મેયર ફિરહાદ હકીમે રવિવારે આ માહિતી આપી હતી. હકીમે કહ્યું છે કે જો ચક્રવાત શહેરમાં ત્રાટકે છે તો અમે કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવાની તૈયારી કરી રહ્યા છીએ, જેથી જનજીવન વહેલી તકે સામાન્ય થઈ શકે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

ભૂતકાળના અનુભવોમાંથી શીખ્યા પાઠ: મેયર

હકીમે જણાવ્યું હતું કે મે 2020માં ચક્રવાત અમ્ફાનની વિનાશક અસરોમાંથી બોધપાઠ લઈને મ્યુનિસિપલ વહીવટીતંત્રે પડી ગયેલા વૃક્ષો અને અન્ય કાટમાળને કારણે અવરોધોને દૂર કરવા માટે ક્રેન્સ, ઈલેક્ટ્રિક કરવત અને બુલડોઝર એલર્ટ રાખવા જેવા તમામ પગલાં લીધા હતા. તેમણે કહ્યું કે’અમ્ફાનની અસર શું થઈ શકે છે તે અમે સમજી શક્યા નથી, પરંતુ અમારા અનુભવથી શીખીને અમે બધી તૈયારી કરી રહ્યા છીએ.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">