આગામી 6 કલાકમાં સૌથી ભીષણ રૂપમાં હશે સાઈક્લોન ‘અમ્ફાન’, ઓડિશામાં 11 લાખ લોકોને બચાવવાની તૈયારી

ભારતના હવામાન વિભાગે ચેતણવી આપી છે કે બંગાળની ખાડીના મધ્યભાગોથી ઉભું થયેલું ચક્રવાતી વાવાઝોડું ‘અમ્ફાન’ આગામી 6 કલાકમાં ગંભીર વાવાઝોડામાં બદલાઈ શકે છે. હવામાન વિભાગ મુજબ આ સમયમાં ઓડિશાના પારાદીપથી લગભગ 870 કિલોમીટર દુર છે. આ પહેલા હવામાન વિભાગે કહ્યું હતું કે આ સતત વધતું રહેશે અને આગામી 24 કલાકમાં અત્યંત ગંભીર વાવાઝોડું બની શકે […]

આગામી 6 કલાકમાં સૌથી ભીષણ રૂપમાં હશે સાઈક્લોન 'અમ્ફાન', ઓડિશામાં 11 લાખ લોકોને બચાવવાની તૈયારી
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 29, 2020 | 9:58 AM

ભારતના હવામાન વિભાગે ચેતણવી આપી છે કે બંગાળની ખાડીના મધ્યભાગોથી ઉભું થયેલું ચક્રવાતી વાવાઝોડું ‘અમ્ફાન’ આગામી 6 કલાકમાં ગંભીર વાવાઝોડામાં બદલાઈ શકે છે. હવામાન વિભાગ મુજબ આ સમયમાં ઓડિશાના પારાદીપથી લગભગ 870 કિલોમીટર દુર છે. આ પહેલા હવામાન વિભાગે કહ્યું હતું કે આ સતત વધતું રહેશે અને આગામી 24 કલાકમાં અત્યંત ગંભીર વાવાઝોડું બની શકે છે. જેને એક્સટ્રીમલી સીવિયર સાઈક્લોનિક સ્ટોર્મ (ESCS)પણ કહેવામાં આવે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

અમ્ફાનના કારણે ઓડિશાના 12 જિલ્લાઓને હાઈ-એલર્ટ પર રાખવામાં આવ્યા છે. રાજ્યમાં 567 ચક્રવાત અને ફ્લુડ શેલ્ટર સિવાય 7,092 ઈમારતો લોકો માટે ઉપલબ્ધ છે. ઓડિશા સરકારે કહ્યું કે તે 11 લાખ લોકોને નિકાળવા માટે તૈયાર છે, જે ચક્રવાત અમ્ફાનથી પ્રભાવિત થઈ શકે છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ત્યારે ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં NDRFની 17 ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. એટલું જ નહીં રવિવારે જ તેની અસર ઘણી જગ્યાએ જોવા મળી છે. ઘણા રાજયોમાં ભારે પવનો ફુંકાયા હતા. હવામાન વિભાગે સાઈક્લોન અમ્ફાનને લઈને એલર્ટ જાહેર કરેલું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">