શહીદોના પરીવારોને મળશે 35 લાખ રૂપિયાની મદદ, દીકરીના લગ્નમાં મળતી સહાયતામાં થયો વધારો, જાણો સમગ્ર વિગત

અર્ધલશ્કરી દળ CRPFના નવા નિયમો અનુસાર યુદ્ધમાં શહીદ થયેલા જવાનોના પરિવારોને અત્યાર સુધી આપવામાં આવતી 21.5 લાખ રૂપિયાની રકમમાં વધારો કરવામાં આવ્યો છે અને હવે 35 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે.

શહીદોના પરીવારોને મળશે 35 લાખ રૂપિયાની મદદ, દીકરીના લગ્નમાં મળતી સહાયતામાં થયો વધારો, જાણો સમગ્ર વિગત
Central Reserve Police Force (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 24, 2021 | 11:39 PM

સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (Central Reserve Police Force, CRPF)એ ફરજ પર કાર્યવાહીમાં અથવા અન્ય કારણોસર માર્યા ગયેલા જવાનોના સંબંધીઓને આપવામાં આવતી વળતરની રકમમાં વધારો કર્યો છે. હવેથી તેમના પરિવારને 35 લાખ રૂપિયા વળતરની રકમ આપવામાં આવશે. અર્ધલશ્કરી દળ CRPFના નવા નિયમો અનુસાર યુદ્ધમાં શહીદ થયેલા જવાનોના પરિવારોને અત્યાર સુધી આપવામાં આવતી 21.5 લાખ રૂપિયાની રકમમાં વધારો કરવામાં આવ્યો છે અને હવે 35 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે.

આત્મહત્યા કરનારાઓના પરિવારને 25 લાખ મળશે

તેવી જ રીતે, સેવા દરમિયાન અકસ્માત, આત્મહત્યા અથવા બિમારી જેવા અન્ય કોઈ કારણસર મૃત્યુ પામેલા સૈનિકોના પરિવારોને હવે 16.5 લાખને બદલે 25 લાખ રૂપિયા આપવામાં આવશે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે સપ્ટેમ્બરમાં આયોજિત અર્ધલશ્કરી દળની સંચાલક મંડળની વાર્ષિક બેઠક દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

આ અનુગ્રહની ચુકવણી દળના કર્મચારીઓ દ્વારા બે હેડ (રિસ્ક ફંડ અને સેન્ટ્રલ વેલફેર ફંડ) હેઠળ કરવામાં આવેલા સ્વૈચ્છિક યોગદાનમાંથી લેવામાં આવશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સૂચના પર અન્ય કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPF) અથવા અર્ધલશ્કરી દળોમાં પણ આ પ્રકારનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે.

શહીદની પુત્રી અને બહેનના લગ્ન માટેની સહાયમાં વધારો

સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સે શહીદ જવાનની પુત્રી અથવા બહેનના લગ્ન માટે મૃતક જવાનોના પરિવારજનોને આપવામાં આવતી આર્થિક સહાયમાં પણ વધારો કર્યો છે. તેમણે કહ્યું કે આ સહાયની રકમ 50,000 રૂપિયાથી વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવી છે.

CRPF દળ દેશનું સૌથી મોટું અર્ધલશ્કરી દળ છે, તેની રેન્કમાં લગભગ 3.25 લાખ કર્મચારીઓ છે અને તેને મુખ્ય આંતરિક સુરક્ષા દળ તરીકે નિયુક્ત કરવામાં આવ્યું છે. આ સુરક્ષા દળ કાશ્મીર ખીણમાં આતંકવાદ વિરોધી કામગીરી અને ડાબેરી ઉગ્રવાદથી પ્રભાવિત કેટલાક રાજ્યોમાં નક્સલ વિરોધી ફરજો માટે વ્યાપકપણે તૈનાત છે.

છત્તીસગઢ: પરસ્પર લડાઈમાં 4 CRPF જવાન શહીદ

આ મહિનાની શરૂઆતમાં 8 નવેમ્બરે છત્તીસગઢના સુકમામાં કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સની 50 બટાલિયનના એક જવાને  તેના જ સાથીદારો પર ગોળીબાર કર્યો હતો, જેમાં ચાર જવાન શહીદ થયા હતા. છત્તીસગઢના મરાઈગુડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થિત CRPF કેમ્પમાં જવાનોની એકબીજા સાથે લડાઈ થઈ હતી, ત્યારબાદ ગુસ્સે થયેલા જવાને ગોળીબાર કર્યો હતો, જેના કારણે 4 જવાનો ઘટનાસ્થળે જ શહીદ થયા હતા અને 3 જવાનો ઘાયલ થયા હતા.

આ પણ વાંચો :  સોનિયા ગાંધી સાથે મુલાકાતના સવાલ પર ભડક્યા મમતા બેનર્જી, 30 નવેમ્બરે મુંબઈના પ્રવાસે, શરદ પવાર-ઉદ્ધવ ઠાકરે સાથે કરશે મુલાકાત

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">