દેશમાં એકવાર ફરીથી કોરોના વાઈરસે પોતાનું વિકરાળ રૂપ બતાવવાનું શરૂ કરી દીધું છે. છેલ્લા ઘણા દિવસોથી દેશમાં કોરોનાના રોજના 50 હજારથી પણ વધારે કેસો આવી રહ્યા છે. જેને કારણે થઈને ગયા વર્ષની ખતરનાક યાદો તાજી થઈ રહી છે, જેમાં કોરોના મહામારીના આગમન સાથે જે રીતે લોકોમાં ભયમાં જોવા મળતા હતા તેવો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે. પરંતુ આ વર્ષે લોકડાઉન અમલમાં નથી, જેને કારણે કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે, જે ઘણું જ ખતરનાક સાબિત થઈ રહ્યું છે.
ચાલો આ 10 મુદ્દાઓથી ભયાનક સ્થિતિનું કારણ સમજવાની કોશિશ કરીએ
1. પાછલા વર્ષે જ્યારે કોરોના મહામરીની શરૂઆત થઈ ત્યારે દેશમાં લોકડાઉન હતું અને બાદમાં અનલોક થયા બાદ કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. સપ્ટેમ્બર-ઓકટોબર 2020માં ભારતમાં 18 હજારથી 50 હજાર એક્ટિવ કેસો 32 દિવસમાં થઈ ગયા હતા.
2.પહેલાની જેમ આ વખતે પણ મહારાષ્ટ્રમાં સૌથી વધુ ખતરો જોવા મળે છે. પહેલા 11 હજારથી 22 હજાર સુધી પહોંચવા 31 દિવસ લગતા હતા, જે આંકડો હવે માત્ર 9 દિવસમાં પાર થઈ ગયો છે.
3. મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ, કોરોનાની ઘાતક લહેરની શિકાર બની છે. અહીં આવતા કોરોના કેસની સંખ્યા 850થી 2,100 માત્ર 24 દિવસમાં જ પહોંચી ગઈ છે. જ્યારે ગયા વર્ષે આ આંકડાઓને આટલે સુધી પહોંચવા એક મહિના જેટલો સમય લાગતો હતો.
4. મહારાષ્ટ્ર જેવા હાલ ગુજરાતના પણ થયા છે. અહીં છેલ્લા એક વર્ષથી કોરોનાના કેસોની સંખ્યામાં સતત વધારો આવી રહ્યો છે અને ધીમે ધીમે હાલત કાબુથી બહાર જતી રહી છે. આ વખતે ગુજરાતમાં છેલ્લા અઠવાડિયાથી રોજના 1,500થી વધુ કેસો સામે આવી રહ્યા છે.
5. ઉત્તર ભારતમાં પંજાબ આ વખતે ચિંતા વધારી રહ્યું છે. છેલ્લા એક અઠવાડિયાથી અહીં દરરોજ 2,500થી વધુ કેસ આવી રહ્યા છે. આ પણ ચિંતાનો વિષય છે કે કોરોનામાં પંજાબમાં યુકે સ્ટ્રેનના સૌથી વધુ કેસો છે.
6. પંજાબનું ચંદીગઢ સમગ્ર રાજ્યનું નવું કોરોના એપી સેન્ટર હોવાનું મનાય રહ્યું છે. અહીં બે ડઝનથી વધુ કન્ટેન્ટમેન્ટ ઝોન બનાવવામાં આવ્યા છે, જ્યારે એક્ટિવ કેસ પણ 1,400 પર પહોંચી ગયા છે. આ વખતે કેસ વધવાની ગતિ પણ વધુ તેજ બની છે.
7. વિવિધ રાજ્યોમાં વધતા જતા કેસોની દેશવ્યાપી અસર પણ છે. ચાર દિવસમાં દેશમાં એક લાખથી વધુ સક્રિય કેસ વધી ગયા છે, જે સમગ્ર કોરોનાકાળનો સૌથી ઝડપી સમય છે.
8. આ વખતે દેશમાં આવા પાંચ રાજ્યો છે, જે કોરોનાનો અડ્ડો બની ગયા છે. વર્તમાન કેસમાં મહારાષ્ટ્ર, કેરળ, ગુજરાત, પંજાબ, કર્ણાટકના કોરોના કેસોની સંખ્યા કુલ કેસોના 70 ટકાથી વધુ હિસ્સો ધરાવે છે. વધુ ચિંતાની બાબત એ છે કે અહીં રોજના કેસોની સંખ્યા સતત વધી રહી છે.
9. માત્ર કોરોનાના કેસ જ નથી, પરંતુ તેમાંથી થતાં મૃત્યુ પણ ચિંતામાં વધારો કરી રહ્યા છે. ડિસેમ્બર પછી આ પહેલીવાર છે, જ્યારે મૃત્યુની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા લગભગ એક અઠવાડિયાથી દેશમાં દરરોજ 200થી વધુ મૃત્યુ નોંધાઈ રહ્યા છે અને આ આંક સતત વધતો જાય છે.
10. કોરોના કેસની આ ગતિ પણ ચિંતામાં વધારો કરી રહી છે કારણ કે આ વખતે કોઈ લોકડાઉન નથી. કેટલાક રાજ્યો ફરીથી કડકતા તરફ આગળ વધી રહ્યા છે, પરંતુ લોકોમાં બેદરકારી વધી છે. આવી સ્થિતિમાં રસીકરણની ગતિ પણ ધીમી છે, જેના માટે લોકોને રસીકરણ માટે લાંબી રાહ જોવી પડી રહી છે.
આ પણ વાંચો: “છોકરીઓ રાહુલ ગાંધીથી દૂર રહે છે કારણ કે” કેરળના પૂર્વ સાંસદનું વિવાદિત નિવેદન