Covid-19: ઓરિસ્સામાં વધી રહ્યું છે બાળકોમાં કોરોના સંક્રમણ, 18 વર્ષથી ઓછી વયના લોકો પર સીરો સર્વે શરૂ

Covid-19 ના 638 નવા કેસ નોંધાયા છે અને 68 લોકોના મોત થયા છે. નવા નોંધાયેલા કોરોનાના દર્દીઓમાં 110 બાળકોનો સમાવેશ થાય છે

Covid-19: ઓરિસ્સામાં વધી રહ્યું છે બાળકોમાં કોરોના સંક્રમણ, 18 વર્ષથી ઓછી વયના લોકો પર સીરો સર્વે શરૂ
પ્રતિકાત્મક તસ્વીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 01, 2021 | 7:39 AM

Covid-19: ઓરિસ્સામાં કોરોના વાયરસ રોગચાળાનું નિરીક્ષણ કરવા માટે વર્તમાન સેરોલોજીકલ સર્વે 18 વર્ષથી ઓછી ઉંમરના લોકો પર કેન્દ્રિત છે કારણ કે છેલ્લા બે સપ્તાહથી બાળકો અને કિશોરોમાં સંક્રમણનો દર વધી રહ્યો છે. અધિકારીઓએ મંગળવારે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે 18 વર્ષથી ઓછી ઉંમરના લોકોમાં ચેપનો દર 17 ટકાથી વધી ગયો છે, જે અત્યંત ચિંતાજનક છે.

તેમણે જણાવ્યું હતું કે ઓરિસ્સામાં સમુદાયોમાં સંક્રમણનુ નિરીક્ષણ કરવા માટે અગાઉ કરાયેલા સીરો સર્વેમાં પુખ્ત વયના લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પરંતુ સગીરોમાં સંક્રમણનો ઊંચો દર જોતાં, અધિકારીઓ હવે આ વય જૂથ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે હાલમાં 12 જિલ્લાઓમાં રાજ્ય કક્ષાનો સર્વે કરવામાં આવી રહ્યો છે. આ સર્વે ICMR- પ્રાદેશિક તબીબી સંશોધન કેન્દ્ર દ્વારા કરવામાં આવી રહ્યો છે. રસીકરણ કાર્યક્રમને વિસ્તૃત કર્યા બાદ પ્રથમ વખત આ સર્વે કરવામાં આવી રહ્યો છે. ઓગસ્ટ સુધી ઓરિસ્સામાં રસીના 2,17,83,156 ડોઝ આપવામાં આવ્યા છે. આમાં, 53 લાખથી વધુ લોકોએ બંને ડોઝ લીધા છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

સર્વે સાથે સંકળાયેલા એક વરિષ્ઠ સભ્યએ જણાવ્યું હતું કે નજીકના ભવિષ્યમાં શૈક્ષણિક સંસ્થાઓ ખોલવાની અને રસીકરણમાં અંતિમ વ્યક્તિ સુધીની જરૂરિયાતને જોતાં બાળકો અને કિશોરો તેમજ રસી ન લીધેલા સમુહોને થતાં સંક્રમણના સાબુતોને જમા કરવા અત્યંત જરૂરી છે.

30 ઓગસ્ટથી 20 સપ્ટેમ્બર સુધી કરવામાં આવશે સર્વે અધિકારીએ કહ્યું કે રાજ્યમાં સામાન્ય વસ્તી અને આરોગ્ય કર્મચારીઓમાં કોરોના વાયરસ સામે એન્ટિબોડીઝ શોધવા અને વયના આધારે તેની સરખામણી કરવા માટે 30 ઓગસ્ટથી 20 સપ્ટેમ્બર દરમિયાન સેરોલોજીકલ સર્વે કરવામાં આવી રહ્યો છે. આ સર્વે ખુર્દા, પુરી, જાજપુર, મયુરભંજ, બાલાસોર, સંબલપુર, ઝારસુગુડા, કિયોંઝાર, સુંદરગ,, કંધમાલ, કાલાહાંડી, નબરંગપુરમાં કરવામાં આવી રહ્યો છે.

આરોગ્ય વિભાગના અધિકારીએ મંગળવારે કહ્યું કે કોવિડ -19 ના 638 નવા કેસ નોંધાયા છે અને 68 લોકોના મોત થયા છે. નવા દર્દીઓમાં 110 બાળકો છે. રાજ્યમાં ચેપના કુલ કેસોની સંખ્યા વધીને 10.07 લાખ અને કોવિડમાં જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 7,969 થઈ ગઈ છે. ચેપના નવા કેસોમાં બાળકોની સંખ્યા 17.24 ટકા હતી. રાજ્યમાં સક્રિય કેસોની સંખ્યા 7,255 છે અને અત્યાર સુધીમાં 9.92 લાખ લોકો સાજા થયા છે.

આ પણ વાંચો: Gujarat : છેલ્લા 24 કલાકમાં કુલ 205 તાલુકાઓમાં વરસાદ ખાબકયો, સૌથી વધારે વાપી,ઉંમરગામ, વલસાડમાં વરસાદ નોંધાયો

આ પણ વાંચો: ISISમાં સામેલ 25 ભારતીયો અફઘાનિસ્તાનમાં હોવાની માહિતી, ભારતમાં ઘૂસણખોરી કરાવવા થઈ શકે છે કોશિશ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">