અમેરિકા પણ માની ગયું સ્વદેશી Covaxin ની અસરને: કહ્યું- ‘આલ્ફા-ડેલ્ટા વેરિએન્ટને પણ કરે છે નિષ્ક્રિય’

અમેરિકાની રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સંસ્થાએ (NIH) કહ્યું છે કે ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદની (ICMR) મદદથી ભારત બાયેટેકે બનાવેલી રસે આલ્ફા અને ડેલ્ટા બંને પર અસરકારક છે.

અમેરિકા પણ માની ગયું સ્વદેશી Covaxin ની અસરને: કહ્યું- 'આલ્ફા-ડેલ્ટા વેરિએન્ટને પણ કરે છે નિષ્ક્રિય'
કોવેક્સિન (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 30, 2021 | 1:41 PM

ભારતમાં સંભવિત ત્રીજી લહેરના સમાચારો વચ્ચે એક સારી માહિતી સામે આવી છે. એક તરફ જ્યારે અલગ અલગ વેરિએન્ટની ચિંતા સતાવી રહી છે ત્યારે અમેરિકાએ ભારતની સ્વદેશી કોવેક્સિનને કોરોના સામેનું મજબુત હથિયાર માન્યું છે. અહેવાલો અનુસાર અમેરિકાની રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સંસ્થાએ (NIH) કહ્યું છે કે ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદની (ICMR) મદદથી ભારત બાયેટેકે બનાવેલી રસે આલ્ફા અને ડેલ્ટા બંને પર અસરકારક છે.

સારા પ્રમાણમાં એન્ટીબોડી

અભ્યાસ અનુસાર વેક્સિન સારા પ્રમાણમાં એન્ટીબોડી બનાવી રહી છે. લગભગ 25 મિલિયન લોકોને આ વેક્સિન અત્યાર સુધી આપવામાં આવી છે. NIHના જણાવ્યા અનુસાર તેના ભંડોળ સાથે વિકસિત પેટા કંપનીએ અત્યંત અસરકારક કોવેક્સિનની સફળતામાં ફાળો આપ્યો. રોગપ્રતિકારક શક્તિ અને રસીની અસરકારકતા વધારવા માટે સહાયક પદાર્થ રસીના ભાગ રૂપે તૈયાર કરવામાં આવે છે.

આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?
ગુજરાતમાં ક્યાં છે ભાજપના પરશોત્તમ રૂપાલાનું ઘર, જુઓ તસવીર

78 % પ્રભાવી કોરોના વેક્સિન

તમને જણાવી દઈએ કે કોવેક્સિન લીધેલા મોટાભાગના લોકોમાં એન્ટીબોડી બનતી હોવા મળી છે. NIHના જણાવ્યા અનુસાર વેક્સિનેશનના બીજા તબક્કાના પરિણામો જણાવે છે કે વેક્સિન સુરક્ષિત અને પ્રભાવી છે. તેમને કહ્યું કે જો કે ત્રીજા તબક્કાના ટેસ્ટીંગથી ખ્યાલ આવે છે કે વેક્સિન કોરોના સામે 78 % પ્રભાવી છે.

આલ્ફા અને ડેલ્ટા વેરિએન્ટ સામે છે અસરકારક

ખાસ વાત તો એ છે કે કોવેક્સિનના બંને ડોઝ લેનારા લોકોની બ્લડ સ્ટડીથી ખ્યાલ આવ્યો છે કે આ એક એવી એન્ટીબોડી બનાવે છે કે SARS-CoV-2 ના B.1.17 (આલ્ફા) અને B.1.617 (ડેલ્ટા) વેરિએન્ટને બેઅસર કરી શકે છે.

આ ઉપરાંત નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ એલર્જી એન્ડ ઇન્ફેકશન ડીઝીઝના નિર્દેશક એન્થની એસ ફોસીએ કહ્યું કે આનંદ છે કે NIAID ના ટેકાથી યુ.એસ. માં વિકસિત નવી રસી એ ભારતમાં લોકોને ઉપલબ્ધ કોવિડ -19 રસીનો એક ભાગ છે.

આ પણ વાંચો: GUJARAT : ચોંકાવનારો ખુલાસો, દેશમાં હિટ એન્ડ રન કેસમાં ગુજરાત કેટલા નંબરે ?

આ પણ વાંચો: Surat આપના કાર્યાલયમાં કથિત નશાની હાલતમાં પડેલો કાર્યકર નીકળ્યો ભાજપનો! જાણો પછી શું થયું

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">