Council of Minister : PM મોદી, વિવિધ મંત્રાલયોની 3 વર્ષની કામગીરીનો એજન્ડા તૈયાર કરશે

કેન્દ્રીય કેબિનેટની બેઠક સ્વતંત્રતા દિવસ પછી યોજવામાં આવશે. આ બેઠકમાં વડાપ્રધાન ભવિષ્યના એજન્ડા પર વિગતવાર ચર્ચા કરશે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય કેબિનેટની ત્રણ દિવસની બેઠક મંગળવારથી યોજાવાની હતી, પરંતુ સ્વતંત્રતા દિવસના કાર્યક્રમોને કારણે તેને રદ્દ કરવામાં આવી છે.

Council of Minister : PM મોદી, વિવિધ મંત્રાલયોની 3 વર્ષની કામગીરીનો એજન્ડા તૈયાર કરશે
PM Narendra Modi (File Photo)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર પણ 2024 માં યોજાનારી લોકસભાની ચૂંટણીની (Loksabha Election)તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) તેમના બીજા કાર્યકાળના બાકી ત્રણ વર્ષના સમયગાળા માટે તમામ મંત્રાલયોની કામગીરી માટે એજન્ડા નક્કી કર્યો છે. ઉલ્લેખનીય છે કે, તમામ મંત્રાલયો હવે આગામી ત્રણ વર્ષ માટે પીએમ દ્વારા નિર્ધારિત કરેલા એજન્ડા પર કામ કરશે.

મંત્રી પરિષદની બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે

અહેવાલોનું માનીએ તો, આગામી સપ્તાહે મંત્રી પરિષદની ત્રણ દિવસની બેઠક યોજાશે.જેમાં સરકારના આગામી ત્રણ વર્ષનો એજન્ડા આ બેઠકમાં નક્કી કરવામાં આવશે. આપને જણાવવું રહ્યું કે, પીએમ મોદીના (PM Narendra Modi) નવા મંત્રીમંડળમાં ઘણા નવા ચહેરા સામેલ કરવામાં આવ્યા છે,જેમાં આરોગ્ય, શિક્ષણ જેવા મહત્વના મંત્રાલયોની જવાબદારી બદલવામાં આવી હતી.

આ સંદર્ભમાં મંત્રી પરિષદની મેરેથોન બેઠક સ્વતંત્રતા દિવસ પછી યોજાશે. મંત્રી પરિષદની  બેઠક સ્વતંત્રતા દિવસ પછી યોજવામાં આવશે. આ દરમિયાન વડાપ્રધાન ભવિષ્યના એજન્ડા (agenda) પર વિગતવાર ચર્ચા કરશે. ઉલ્લેખનીય છે કે, મંત્રી પરિષદની ત્રણ દિવસની બેઠક મંગળવારથી યોજાવાની હતી, પરંતુ સ્વતંત્રતા દિવસના કાર્યક્રમોને કારણે તેને રદ્દ કરવામાં આવી હતી.

બેઠકમાં યોજનાઓની કરવામાં આવશે સમીક્ષા

સૂત્રોનું માનીએ તો બેઠકમાં પીએમ મોદી વ્યક્તિગત રીતે કેબિનેટ મંત્રીઓએ (Cabinet Minister)તેમના સંબંધિત રાજ્યના મંત્રીઓ સાથે થયેલા કામને કેવી રીતે વિભાજીત કર્યું છે તેની સમીક્ષા કરશે. ઉપરાંત પીએમ કેબિનેટ મંત્રીઓને જરૂરી માર્ગદર્શિકા પણ આપી શકે છે. આપને જણાવવું રહ્યું કે,કેબિનેટના વિસ્તરણ બાદ તરત જ PM મોદી દ્વારા કેબિનેટ મંત્રીઓને તાત્કાલિક જવાબદારી સોંપવામાં આવી હતી.

સૂત્રો મુજબ, મંત્રાલયો સાથે જોડાયેલા મહત્વના કામને પ્રથમ પ્રાથમિકતા મળે તે હેતુથી એજન્ડા (Agenda)નક્કી કરવામાં આવશે. આ માટે વિવિધ મંત્રાલયો (Council of Ministers)માટે મહત્વના કાર્યોની યાદી તૈયાર કરવામાં આવી છે. જે સૂચિ મુજબ, પ્રાથમિકતાના આધારે કાર્યોને મહત્વ આપવામાં આવશે.ઉપરાંત આ બેઠકમાં સચિવોની જવાબદારી પણ નક્કી કરવામાં આવશે.જેમાં PM ચાલુ યોજનાઓની સમીક્ષા કરશે અને યોજનાઓ માટે મંત્રાલયના સચિવોની જવાબદારી પણ નક્કી કરવામાં આવશે.

 

આ પણ વાંચો: પીએમ મોદીએ કિસાન સન્માન નિધિનો નવમો હપ્તો રીલીઝ કર્યો

આ પણ વાંચો: Corona Crisis In India: સર્વેમાં 90 ટકા લોકોએ જણાવ્યું કે, સરકારે બુકિંગ રિફંડ પોલિસી તૈયાર કરવી જોઈએ

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati