પ્રેમીએ મુખ્યપ્રધાનને કરી અરજ, લોકડાઉનમાં લગ્ન કરવા પર મૂકો પ્રતિબંધ, જેથી મારી ગર્લફ્રેન્ડના લગ્ન બંધ રહે

Coronavirus : કોરોના વાયરસના સંક્રમણની ગતિ રોકી તેની ચેન તોડવા માટે બિહારમાં લોકડાઉન લગાવવામાં આવ્યુ છે. લોકડાઉનને 25મે સુધી લાગુ કરવામાં આવ્યુ છે. મુખ્યમંત્રી નીતીશકુમારે આ બાબતે ટ્વીટ કરીને જાણકારી આપી. આના પર પ્રેમમાં ડૂબેલા બિહારના એક યુવકે હેરાન કરનારી માંગ કરી. તેમણે લોકડાઉન દરમિયાન લગ્ન પર રોક લગાવવાની માગ કરી

પ્રેમીએ મુખ્યપ્રધાનને કરી અરજ, લોકડાઉનમાં લગ્ન કરવા પર મૂકો પ્રતિબંધ, જેથી મારી ગર્લફ્રેન્ડના લગ્ન બંધ રહે
સાંકેતિક તસ્વીર

Coronavirus : કોરોના વાયરસના સંક્રમણની ગતિ રોકી તેની ચેન તોડવા માટે બિહારમાં લોકડાઉન લગાવવામાં આવ્યુ છે. લોકડાઉનને 25મે સુધી લાગુ કરવામાં આવ્યુ છે. મુખ્યમંત્રી નીતીશકુમારે આ બાબતે ટ્વીટ કરીને જાણકારી આપી. આના પર પ્રેમમાં ડૂબેલા બિહારના એક યુવકે હેરાન કરનારી માંગ કરી. તેમણે લોકડાઉન દરમિયાન લગ્ન પર રોક લગાવવાની માગ કરી. કારણ કે 19 મેના રોજ થનારા ગર્લફ્રેન્ડના લગ્ન બંધ રહે.

ગયા ગુરવારે બિહાર સરકાર બેઠક કરી 15મે સુધી લગાવવામાં આવેલા લોકડાઉનનો વિસ્તાર કરવાનો નિર્ણય લીધો. તે બાદ લોકડાઉનને 16મેથી 25મેથી સુધી લંબાવાયુ. લોકડાઉનના બીજા ચરણમાં નિયમો વધારે કડક કરવામાં આવ્યા છે. આ અંતર્ગત લગ્નમાં માત્ર 20 લોકોને સામેલ થવાની અનુમતિ આપવામાં આવી છે. જેની જાણકારી મુખ્યમંત્રી નીતીશ કુમારે ટ્વીટ કરીને આપી અને તેમના ટ્વીટ પર પંકજ કુમાર ગુપ્તા નામના એક યૂઝર લગ્નો પર રોક લગાવવાની માંગ કરી.

Coronavirus : Youth demands band on marriage to stop girlfriends marriage

પોતાની માંગ મૂકતા પંકજ કુમાર ગુપ્તાએ લખ્યુ કે જો મુખ્યમંત્રી લગ્ન-વિવાહ પર રોક લગાવી દેશે તો 19મેના રોજ થનારા તેની ગર્લફ્રેડના લગ્ન બંધ રહેશે. અને સાથે જ તે યુવકે લખ્યુ કે તેઓ જીવનભર તેમના આભારી રહેશે, મુખ્યમંત્રી નીતીશ કુમારે યુવકની વાત માને ક નહિ પરંતુ ગર્લફ્રેન્ડના લગ્ન બંધ રખાવાની માંગ ટ્વીટર પર છવાઇ ગઇ છે. અનેક લોકોએ તેમના ટ્વીટને લાઇક કર્યુ છે કેટલાય લોકોએ યુવકના સમર્થનામાં મુખ્યમંત્રી પાસે મદદની માંગ કરી છે. કેટલાક યૂઝર્સે પૂછ્યુ કે લગ્ન બંધ રહેશે તો શું લોકડાઉન બાદ તેઓ ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરી લેશે.

Click on your DTH Provider to Add TV9 Gujarati