Corona Virus: કોરોના કેયર સેન્ટર તરીકે ઉપયોગ થશે આ રાજ્યોના હજ સેન્ટર

કેન્દ્રીય અલ્પસંખ્યક કાર્ય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ દેશમાં કોરોના વાઈરસ સંક્રમણની ગંભીર સ્થિતિને ધ્યાને રાખીને કહ્યું કે વિભિન્ન પ્રદેશમાં ઉપસ્થિત હજ ભવનોનો ઉપયોગ અસ્થાયી કોરોના કેર સેન્ટર તરીકે કરવામાં આવશે.

  • Tv9 Webdesk22
  • Published On - 23:08 PM, 26 Apr 2021
Corona Virus: કોરોના કેયર સેન્ટર તરીકે ઉપયોગ થશે આ રાજ્યોના હજ સેન્ટર
Mukhtar Abbas Naqvi

Coronavirus Update: દેશમાં કોરોનાની સ્થિતિ ગંભીર થઈ રહી છે. હૉસ્પિટલમાં દર્દીઓ માટે બેડ, ઓક્સિજન અને વેન્ટિલેટરની ભારે અછત થઈ રહી છે. એવામાં કેન્દ્રીય અલ્પસંખ્યક કાર્ય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ દેશમાં કોરોના વાઈરસ સંક્રમણની ગંભીર સ્થિતિને ધ્યાને રાખીને કહ્યું કે વિભિન્ન પ્રદેશમાં ઉપસ્થિત હજ ભવનોનો ઉપયોગ અસ્થાયી કોરોના કેર સેન્ટર તરીકે કરવામાં આવશે.

 

કેન્દ્રીય અલ્પસંખ્યક કાર્ય મંત્રી મુ્ખ્તાર અબ્બાસ નકવીએ રાજ્ય હજ સમિતિને નિર્દેશ આપ્યો છે કે કોરોના વિરુદ્ધ લડાઈમાં તેઓ રાજ્ય સરકાર અને સ્થાયી પ્રશાસનને પૂરો સહયોગ કરે, નકવીએ ટ્વીટ કર્યુ કે રાજ્ય હજ સમિતિઓને નિર્દેશ આપવામાં આવ્યા છે કે તેઓ પોતાના રાજ્યમાં સ્થિત હજ ભવનોને અસ્થાયી કોરોના કેયર સેન્ટર તરીકે ઉપયોગ કરેે અને કોરોના વિરુદ્ધ લડવામાં લોકોના સ્વાસ્થ્ય/સલામતી માટે રાજ્ય સરકારો પ્રશાસનો ભરપુર સહયોગ કરે.

 

 

અલ્પ સંખ્યક કાર્ય મંત્રાલયના પ્રમાણે ગુજરાતના અમદાવાદ, કર્ણાટકના બેંગલુરુ, દિલ્લી, તેલગાંનાના હૈદરાબાદ, પશ્ચિમ બંગાળના કોલકાતા, મધ્યપ્રદેશના ભોપાલ, ઉત્તર પ્રદેશના લખનઉ અને ગાઝિયાબાદ, મહારાષ્ટ્રના નાગપુર, જમ્મુ-કશ્મીરના શ્રીનગર, તમિલનાડુના ચેન્નાઈ, રાજસ્થાનના જયપુર, બિહારના પટના, ઝારખંડના રાંચી અને ત્રિપુરાના અગરતલા સ્થિત હજ ભવનોને કોરોના કેયર સેન્ટર તરીકે ઉપયોગમાં લેવાનો નિર્ણય લીધો છે.

 

 

દેશમાં સંક્રમણની બગડતી સ્થિતિ બાદ સ્વાસ્થ્ય વ્યવસ્થા પર ઘણુ દબાવ છે, જેનાથી કેટલાય રાજ્યોમાં ઓક્સિજન અને બેડની અછત સામે આવી. કેટલાક રાજ્યોમાં ઓક્સિજનની અછતના કારણે લોકોના મૃત્યુ થઈ રહ્યા છે. આરોગ્ય મંત્રાલય પ્રમાણે સોમવારે ભારતમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા વધીને 28,13,658 થઈ ગઈ. આ સંખ્યા દેશમાં કુલ સંક્રમિત કેસના 16 ટકા છે. ભારતમાં કુલ એક્ટિવ કેસમાં 8 રાજ્યો – મહારાષ્ટ્ર , છત્તીસગઢ , ઉત્તરપ્રદેશ, કર્ણાટક , રાજસ્થાન , તમિલનાડુ, ગુજરાત અને કેરળનું મળીને કુલ 69.94 ટકા યોગદાન છે.

 

આ પણ વાંચો: Corona Virus: ઓછામાં ઓછા 14 દિવસ લાગૂ રાખો પ્રતિબંધ તો જ કોરોનાનો ગ્રાફ નીચો જશે, કેન્દ્રની રાજ્યોને ગાઈડલાઈન્સ