Corona Virus: કોંગ્રેસ નેતા અધીર રંજનનો રાષ્ટ્રપતિને પત્ર, કોરોના સંકટ પર વિશેષ સત્ર બોલાવાની માગ

દેશમાં કોરોના બેકાબૂ ગતિથી વધી રહ્યો છે. દેશના કેટલાય રાજ્યોમાં કોરોનાના કારણે સ્થિતિ અત્યંત ખરાબ થઈ ચૂકી છે અને હૉસ્પિટલમાં બેડ, ઓક્સિજન દવાઓની અછત છે.

Corona Virus: કોંગ્રેસ નેતા અધીર રંજનનો રાષ્ટ્રપતિને પત્ર, કોરોના સંકટ પર વિશેષ સત્ર બોલાવાની માગ
Congress leader Adhir Ranjan (ફાઇલ ફોટો)
Niyati Trivedi

| Edited By: Kunjan Shukal

May 10, 2021 | 6:21 PM

Coronavirus Update: દેશમાં કોરોના બેકાબૂ ગતિથી વધી રહ્યો છે. દેશના કેટલાય રાજ્યોમાં કોરોનાના કારણે સ્થિતિ અત્યંત ખરાબ થઈ ચૂકી છે અને હૉસ્પિટલમાં બેડ, ઓક્સિજન દવાઓની અછત છે. એવામાં કોરોનાનું વિકરાળ રુપ અને લોકોના થઈ રહેલા મૃત્યુ વચ્ચે લોકસભા કોંગ્રેસના નેતા અધીર રંજને રાષ્ટ્ર્પિત રામનાથ કોવિંદને પત્ર લખી તરત સંસદનું વિશેષ સત્ર બોલાવવાની માગ કરી.

અધીર રંજને રાષ્ટ્રપતિને અનુરોધ કર્યો કે કોરોના સંક્ટ મુદ્દે તત્કાલ સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવે. તેમણે ચિઠ્ઠીમાં આગળ કહ્યું કે કોરોના મહામારીના કારણે પેદા થયેલી ગંભીર હાલતમાં એક વિશેષ સંસદ સત્ર બોલાવવામાં આવે, જેથી દેશના દરેક સાંસદ પોતાના ક્ષેત્રની સ્થિતિ વિશે જણાવી શકે. જેનાથી લોકોની સમસ્યા ઓછી કરવા રસ્તો કાઢી શકાશે.

કોરોના સંક્રમણની બીજી લહેરમાં ભારત તબાહી મચાવી રહ્યું છે. આ સંક્રમણથી પીડિત દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. રવિવારના મુકાબલે સોમવારે દર્દીઓની સંખ્યામાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા ચાર દિવસથી દર્દીઓની સંખ્યા ચાર લાખને પાર જઈ રહી હતી, પરંતુ આજે ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા 4 દિવસમાં દર્દીઓની સંખ્યા ચાર લાખને પાર થઈ રહી હતી, પરંતુ આજે  થોડા રાહતભર્યા સમાચાર સામે આવ્યા છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયલ અનુસાર છેલ્લા 24 કલાકમાં ભારતમાં 3 લાખ 66 હજાર 161 નવા દર્દીઓ સામે આવ્યા છે. જ્યારે 3,754 કોરોના સંક્રમિત દર્દીઓના મૃત્યુ થયા છે. જ્યાં છેલ્લા 24 કલાકમાં 3 લાખ  53 હજાર 818 લોકોએ કોરોના હરાવ્યો છે.

આ પણ વાંચો: Hyderabad : ઓક્સિજન ટેન્કરનો ડ્રાઈવર ભૂલી ગયો રસ્તો અને રાહ જોતા જોતા 7 દર્દીઓના થયા મૃત્યુ

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati