Coronavirus : ઓક્સીજન કન્ટેનર્સ ટ્રાંસપોર્ટ કરવાનુ અભિયાન તેજ, ભારતીય વાયુસેના અને નૌસેના જોડાઇ

કોરોના વાયરસના પ્રકોપના કારણે હોસ્પિટલમાં મેડિકલ ઓક્સીજનની ભારે અછત છે. આ વચ્ચે નૌસેના ભારતીય વાયુસેનાએ કોવિડ મહામારીની બીજી લહેરનો સામનો કરવા નાગરિક પ્રશાસનની સહાયતા માટે વિદેશ અને દેશમાં ક્રાયોજેનિક ઓક્સીજન કન્ટેનરના ટ્રાંસપોર્ટ માટે અભિયાનને તેજ કર્યુ છે.

Coronavirus : ઓક્સીજન કન્ટેનર્સ ટ્રાંસપોર્ટ કરવાનુ અભિયાન તેજ, ભારતીય વાયુસેના અને નૌસેના જોડાઇ
India Navy
Follow Us:
Niyati Trivedi
| Edited By: | Updated on: May 07, 2021 | 10:27 PM

Coronavirus : કોરોના વાયરસના ફેલાયેલા પ્રકોપના કારણે હોસ્પિટલમાં મેડિકલ ઓક્સીજનની ભારે અછત છે. આ વચ્ચે નૌસેના ભારતીય વાયુસેનાએ કોવિડ મહામારીની બીજી લહેરનો સામનો કરવા નાગરિક પ્રશાસનની સહાયતા માટે વિદેશ અને દેશમાં ક્રાયોજેનિક ઓક્સીજન કન્ટેનરના ટ્રાંસપોર્ટ માટે અભિયાનને તેજ કર્યુ છે. કહેવામાં આવી રહ્યુ છે કે, પાંચ ભારતીય યુધ્ધ જહાજોમાં મેડિકલ ઓક્સીજનથી ભરેલા કન્ટેનર્સ 2300 ઓક્સીજન સિલિન્ડર, 57 કોન્સન્ટ્રેટર અને અન્ય સપ્લાઇ સાથે 9 થી 11 મે વચ્ચે કુવૈત, કરત અને સિંગાપુરથી ભારત પહોંચશે.

આ પાંચ યુધ્ધ જહાજ બુધવારે બહેરીનથી કર્ણાટકના ન્યૂ મંગલોર સુધી પહોંચનારા સ્ટીલ્થ ફ્રિગેટ આઈએનએસ તલવારને ફોલો કરશે. જેમાં બે મોટા ક્રાયોજેનિક કન્ટેનરમાં 54 લિક્વિડ મેડિકલ ઓક્સીજન હશે. એક અધિકારીએ કહ્યુ નૌસેના દ્વારા શરુ કરવામાં આવ્યા. ઓપરેશન સમુદ્ર સેતુ-2 અંતર્ગત દોહા અને મુરાથી ત્રણ યુધ્ધ જહાજો પર ઓક્સીજન કન્ટેનર્સ અને મેડિકલ સપ્લાઇનો લોડિંગ કરવાની યોજના પણ બનાવી છે.

આ રીતે ભારતીય વાયુસેનાના C-17 ગ્લોબમાસ્ટર વિમાને કુલ 1233 મીટ્રિક ટન ક્ષમતા સાથે 72 લાખ ક્રાયોજનિક ઓક્સીજન સ્ટોરેજ કન્ટેનર્સ અને 1252 ઓક્સીજન સિલેન્ડરને એયરલિફ્ટ કરવા માટે 59 આંતરરાષ્ટ્રીય ઉડાનો છે. આ ઉડાન  સિંગાપુર, દુબઇ, બેંગકોક, યૂકે, જર્મની, બેલ્જિયમ અને ઓસ્ટ્રેલિયાથી થઇ છે. એક અધિકારીએ કહ્યુ કે, આ સિવાય સી-17 અને આઈએલ-76 વિમાનને જલ્દી ક્રાયોજનિક ઓક્સીજન કન્ટેનર્સ, ઓક્સીજન જનરેટર અને વેંટીલેટરને એયરલિફ્ટ કરવાનુ કામ સોંપવામાં આવ્યુ છે.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ

ભારતીય વાયુસેના દેશના અંદર 400 ઉડાનો ભરી ચુકી છે, જેમાં 351 ઉડાનોમાં કુલ 4904 મીટ્રિક ટન ક્ષમતાના 252 ઓક્સીજન ટેન્કરને શુક્રવારે એયરલિફ્ટ કરવામાં આવ્યા છે. જેમાં જામનગર, ભોપાલ, ચંડીગઢ, પનાગઢ, ઇન્દોર, રાંચી, આગરા, જોધપુર બેગમપેટ, ભુવનેશ્વર, પુણે, સુરત, રાયપુર, ઉદયપુર સહિત અનેક શહેરો સામેલ છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">