Coronavirus : તમારો જિલ્લો કોરોનાને હરાવે છે, તો દેશ કોરોનાને હરાવે છે : પીએમ મોદી

પીએમ નરેન્દ્ર મોદીએ રાજ્યો અને જિલ્લાના ક્ષેત્રીય અધિકારીઓ સાથે આજે મંગળવારે મીટિંગ કરી. તેમણે કોરોના મહામારીને લઇને તેમની સાથે વાતચીત કરી અને વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યુ.

Coronavirus : તમારો જિલ્લો કોરોનાને હરાવે છે, તો દેશ કોરોનાને હરાવે છે : પીએમ મોદી
પીએમ મોદી (ફાઇલ ફોટો)
Follow Us:
Niyati Trivedi
| Edited By: | Updated on: May 18, 2021 | 3:17 PM

Coronavirus : પીએમ નરેન્દ્ર મોદીએ રાજ્યો અને જિલ્લાના ક્ષેત્રીય અધિકારીઓ સાથે આજે મંગળવારે મીટિંગ કરી. તેમણે કોરોના મહામારીને લઇને તેમની સાથે વાતચીત કરી અને વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યુ. સંવાદ દરમિયાન પીએમ મોદીએ કહ્યુ કે આપણા દેશમાં જેટલા જિલ્લા છે. એટલા જ અલગ અલગ પડકારો છે.

તમે તમારા જિલ્લાના પડકારને સારી રીતે સમજો છો. એટલે જો હવે તમારો જિલ્લો જીતે છે તો દેશ જીતે છે. તમારો જિલ્લો કોરોનાને હરાવે તો દેશ કોરોનાને હરાવે છે. આ વાયરસ વિરુધ્ધ આપણા હથિયાર છે લોકલ કન્ટેનમેન્ટ ઝોન, અગ્રેસિવ ટેસ્ટિંગ અને લોકો સુધી સારી અને પૂરી જાણકારી.

પીએમ મોદીએ કહ્યુ કે હોસ્પિટલમાં કેટલા બેડ ઉપબ્ધ છે તેની જાણકારી સરળતાથી ઉપલબ્ધ થવા પર લોકોની સરળતા વધી જશે. સાથે કાળાબજારી પર અંકુશ આવે તેવા લોકો પર કડક કાર્યવાહી થાય. કાળાબજારી પર અંકુશ આવવો જોઇએ આવુ કરનારા પર કડક કાર્યવાહી થવી જોઇએ. તેમણે કહ્યુ કે ફ્રંટ લાઇન વર્કસનુ મોરલ હાઇ રાખીને તેમને મોબિલાઇઝ કરવા, તમારા આ પ્રયાસ જિલ્લાને મજબૂતી આપે છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

આપણી જવાબદારી સંક્રમણના ફેલાવાને રોકવાની પણ છે. એ ત્યારે જ સંભવ છે જ્યારે આપણને સંક્રમણના સ્કેલ વિશે સંપૂર્ણ જાણકારી હોય. ટેસ્ટિંગ, ટ્રીટમેન્ટ, ટ્રેકિંગ અને Covid Appropriate Behavior આ તમામ પર સતત બળ આપતા રહેવુ જરુરી છે.

કોવિડ સિવાય તમારે  પોતાના જિલ્લાના દરેક નાગરિકની ‘Ease of Living પર પણ ધ્યાન રાખવાની જરુર છે. આપણે સંક્રમણને પણ રોકવાનુ છે અને દૈનિક જીવન સાથે જોડાયેલ જરુરી સપ્લાઇ બેરોકટોક ચલાવવાનો છે. આ બીજી વેવમાં આપણે ગ્રામીણ અને દુર્ગમ ક્ષેત્રમાં બહુ ધ્યાન આપવાનું છે. આમાં ફિલ્ડમાં વીતાવેલો આપનો અનુભવ અને કુશળતા બહુ કામ આવવાની છે. ગામડે-ગામડે જાગૃતિ વધારવાની છે અને વધારે સારવારની સુવિધાઓ ઉમેરવાની છે.

પીએમ કેયર્સના માધ્યમથી દેશના દરેક જિલ્લાની હોસ્પિટલમાં ઓક્સીજન પ્લાન્ટસ લગાવવા પર સ્પીડથી કામ કરવામાં આવી રહ્યુ છે. કેટલીક હોસ્પિટલમાં આ પ્લાંટ શરુ પણ થઇ ચૂક્યા છે. જે જિલ્લાઓને આ આપવાના છે ત્યાં જરુરી તૈયારીઓ પહેલેથી પૂર્ણ કરવામાં આવે જેથી આ પ્લાંટ જલ્દી લગાડી શકાય.

પીએમ મોદીએ આગળ કહ્યુ કે રસીકરણ કોવિડ સામે લડાઇનું એક સશક્ત માધ્યમ છે, એટલે તેનાથી જોડાયેલા દરેક ભ્રમ આપણે મળીને દૂર કરવાના છે. કોરોનાની રસીને મોટા સ્તર પર આગળ વધારવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. પીએમ મોદીએ કહ્યુ કે જિલ્લામાં મેડિકલ સાથે દરેક ચીજ વસ્તુઓનો સપ્લાઇ પર્યાપ્ત થાય તે સુનિશ્ચિત કરવુ પણ જરુરી છે. તમારે તમારી જરુરિયાતને જોઇને તરત પ્રબંધન કરવાનું છે, પડકાર ભલે મોટો છે પણ જુસ્સા તેનાથી પણ મોટો છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">