દિલ્હી: કોરોના વાયરસને લઈ IPL મેચ રમાશે નહીં, સરકારે તમામ સેમિનાર રદ કર્યા

કોરોના વાયરસને લઈ દિલ્હી સરકારે મોટો નિર્ણય લીધો છે. દિલ્હીમાં આ વર્ષે કોઈ IPL મેચ રમાશે નહીં. તે સિવાય કોઈ પણ પ્રકારની મોટી ઈવેન્ટને પણ રદ કરી દેવામાં આવી છે. એક સ્થળ પર હજારોની સંખ્યામાં લોકો એકત્રિત ના થાય તેને ધ્યાનમાં રાખીને અરવિંદ કેજરીવાલની સરકારે આ નિર્ણય લીધો છે. दिल्ली सरकार ने कोरोना के फैलाव […]

દિલ્હી: કોરોના વાયરસને લઈ IPL મેચ રમાશે નહીં, સરકારે તમામ સેમિનાર રદ કર્યા
Kunjan Shukal

| Edited By: TV9 Webdesk11

Mar 16, 2020 | 10:51 AM

કોરોના વાયરસને લઈ દિલ્હી સરકારે મોટો નિર્ણય લીધો છે. દિલ્હીમાં આ વર્ષે કોઈ IPL મેચ રમાશે નહીં. તે સિવાય કોઈ પણ પ્રકારની મોટી ઈવેન્ટને પણ રદ કરી દેવામાં આવી છે. એક સ્થળ પર હજારોની સંખ્યામાં લોકો એકત્રિત ના થાય તેને ધ્યાનમાં રાખીને અરવિંદ કેજરીવાલની સરકારે આ નિર્ણય લીધો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદીયાએ જાહેરાત કરી કે રાજધાનીમાં કોઈ પ્રકારનું સંમેલન કે સેમિનારનું આયોજન કરવા પર રોક લગાવી દેવામાં આવી છે. સરકારના આગામી આદેશ સુધી આ નિર્દેશ ચાલુ રહેશે. દિલ્હીના તમામ જિલ્લાઅધિકારીઓને તેના વિશે જાણકારી આપવામાં આવી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

પત્રકાર પરિષદમાં રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું કે જો કોઈ પણ વ્યક્તિમાં કોરોના વાયરસના લક્ષણ જોવા મળે છે અથવા તેને તે પ્રકારનો ડર લાગે છે તો તે પોતાને પબ્લિકથી દુર રાખે. કોઈ પણ વ્યક્તિમાં જો લક્ષણ જોવા મળે તો તે 14 દિવસ સુધી ઘરમાં જ રહે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં કોરોના વાયરસના 6 કેસ પોઝિટિવ મળ્યા છે. ત્યારબાદ રાજ્ય સરકાર ઘણા પ્રકારની સતર્કતા વર્તી રહી છે. અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી હતી કે રાજધાનીમાં 31 માર્ચ સુધી કોઈ સ્કૂલ-કોલેજ અને સિનેમા હોલ ખુલશે નહીં. તેની સાથે જ દિલ્હીમાં તમામ પબ્લિક સ્વીમિંગ પુલને પણ બંધ કરી દેવામાં આવ્યા છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati