Corona Virus: વન્યપ્રાણીઓમાં પણ કોરોના વાઈરસનો ભય, પર્યાવરણ મંત્રાલયે રજૂ કરી એડવાઈઝરી

વન્યપ્રાણીઓમાં કોરોના વાઈરસના સંક્રમણનો ખતરો વધી રહ્યો છે. સંક્રમણના કારણે એક સિંહના મૃત્યુની પુષ્ટી કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રાલયે કરી છે. જો કે પત્રમાં એ જણાવવામાં નથી આવ્યું કે આ મોત ક્યા થયું છે.

  • Tv9 Webdesk22
  • Published On - 18:05 PM, 3 May 2021
Corona Virus: વન્યપ્રાણીઓમાં પણ કોરોના વાઈરસનો ભય, પર્યાવરણ મંત્રાલયે રજૂ કરી એડવાઈઝરી
Coronavirus

Coronavirus: વન્યપ્રાણીઓમાં કોરોના વાઈરસના સંક્રમણનો ખતરો વધી રહ્યો છે. સંક્રમણના કારણે એક સિંહના મૃત્યુની પુષ્ટી કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રાલયે કરી છે. જો કે પત્રમાં એ જણાવવામાં નથી આવ્યું કે આ મોત ક્યા થયું છે. મંત્રાલયે બધા જ રાજ્યોને એડવાઈઝરી આપી છે, વન્યપ્રાણીમાં સંક્રમણના ખતરાને જોતા પન્ના ટાઈગર રિઝર્વને પણ હાઈ એલર્ટ કરી દેવામાં આવ્યું છે.

ક્ષેત્ર સંચાલક પન્ના ટાઈગર રિઝર્વ ઉત્તમ કુમાર શર્માએ જણાવ્યું કે કોરોના કર્ફ્યૂ લાગવાની સાથે 16 એપ્રિલે પન્ના ટાઈગર રિઝર્વમાં પર્યટકો માટેના ભ્રમણને સંપૂર્ણ રીતે રોકી દેવામાં આવ્યું છે. વાઘોના સતત મોનીટરિંગની વ્યવસ્થા શરુઆતથી લાગુ છે. તેમણે જણાવ્યુ કે કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રાલયે બધા રાજ્યોને એડવાઈઝરી આપી છે.

તેમણે લોકોને અપીલ કરી કે તેઓ વન્ય પ્રાણીઓના સંપર્કમાં આવવાથી બચશે. સાથે જ કપિરાજ અને અન્ય પ્રાણીઓને કોઈપણ પ્રકારનો ખાદ્ય પદાર્થ ન ખવડાવો. તેમણે જણાવ્યું કે મેદાની વન કર્મચારીને માસ્ક અને સેનિટાઈઝર આપવામાં આવ્યા છે. બફર ક્ષેત્રના ગામમાં જે વન કર્મચારી રહે છે તેમને સંક્રમણથી બચાવવા માટે તમામ જરુરી ઉપાય કરવા માટે દિશા-નિર્દેશ આપવામાં આવ્યા છે.

 

આ પણ વાંચો: Rajkot: ગ્રામ્ય વિસ્તારમાં કોરોના સંક્રમણ અટકાવવા તંત્ર હરકતમાં, અધિકારીઓેને સર્વે કરવા કર્યો આદેશ