Corona Virus In India: દેશમાં સતત ઘટી રહ્યા છે કોરોનાના કેસો, 24 કલાકમાં સામે આવ્યા 6,396 કેસ

સતત 25 દિવસથી ભારતમાં પ્રતિદિવસ એક લાખથી ઓછા કોવિડ 19ના કેસ નોંધવામાં આવી રહ્યા છે. આ દરમિયાન 13,450 લોકો રિક્વર થયા છે. હવે દેશમાં રિક્વરીનો કુલ આંકડો 4,23,67,070 થઈ ગયો છે.

Corona Virus In India: દેશમાં સતત ઘટી રહ્યા છે કોરોનાના કેસો, 24 કલાકમાં સામે આવ્યા 6,396 કેસ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 04, 2022 | 10:45 AM

દેશમાં કોરોના વાઈરસ (Coronavirus)નું સંક્રમણ સતત ઓછુ થઈ રહ્યું છે. તાજા આંકડાઓ મુજબ એક દિવસની અંદર સંક્રમણના 6,396 નવા કેસ સામે આવ્યા છે. ત્યારબાદ કુલ કેસની સંખ્યા 4,29,51,556 થઈ છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અનુસાર એક્ટિવ કેસ ઘટીને હવે 69,897 થઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં 201 દર્દીએ વાઈરસના (Covid-19) કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારબાદ મૃતકોની કુલ સંખ્યા 5,14,589 પર પહોંચી ગઈ છે.

સતત 25 દિવસથી ભારતમાં પ્રતિદિવસ એક લાખથી ઓછા કોવિડ 19ના કેસ નોંધવામાં આવી રહ્યા છે. આ દરમિયાન 13,450 લોકો રિક્વર થયા છે. હવે દેશમાં રિક્વરીનો કુલ આંકડો 4,23,67,070 થઈ ગયો છે. ત્યારે કુલ વેક્સિનેશન 1,78,29,13,060 છે. સરકાર મુજબ કોવિડ 19ના દૈનિક કેસ હવે 10 હજારથી ઓછા થઈ ગયા છે. સ્વાસ્થ્ય સંયૂક્ત સચિવ લવ અગ્રવાલે ગુરૂવારે જાણકારી આપી કે વૈશ્વિક સ્તર પર જોઈએ તો છેલ્લા એક અઠવાડિયામાં 15 લાખથી વધારે કેસ સામે આવ્યા છે. ત્યારે ભારતમાં જાન્યુઆરી મહિનામાં દરરોજ 3 લાખથી વધારે કેસ નોંધાઈ રહ્યા હતા. હવે આ આંકડો 96.4 ટકાના હિસાબે ઓછા થઈ એક અઠવાડિયામાં 11,000 કેસો પર આવી ગયો છે.

બાકી દેશોમાં વધી રહ્યા છે કેસ

હોંગકોંગમાં સ્થિતિ એટલી ખરાબ છે કે હોસ્પિટલોને પાર્કિગ અને બીજા સ્થળો પર દર્દીઓની સારવાર કરવી પડી રહી છે. તે સિવાય ન્યૂઝીલેન્ડમાં પણ મોટી સંખ્યામાં કેસો મળી રહ્યા છે. તે પણ ત્યારે જ્યારે દેશ શરૂઆત મહામારીને નિયંત્રિત કરવામાં સફળ રહ્યો હતો પણ હવે અર્થવ્યવસ્થાની ગાડી ફરી ચલાવવા માટે સરકારે પ્રતિબંધોમાં ઢીલ મુકવાની શરૂ કરી દીધી છે. જ્યારે થોડા પ્રતિબંધો હટાવી દેવામાં આવ્યા છે પણ કેસમાં ઘટાડો જોવા નથી મળી રહ્યો.

ગઈકાલે ગુજરાતમાં કોરોનાના નવા 128 કેસ નોંધાયા

ગુજરાતમાં (Gujarat) કોરોનાના (Corona)  નવા કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેમાં 03 માર્ચના રોજ કોરોનાના નવા 128 કેસ નોંધાયા છે. તેમજ કોરોનાના લીધે એક વ્યકિતનું મૃત્યુ થયું છે. જેમાં અમદાવાદમાં (Ahmedabad) 52, વડોદરામાં 13, રાજકોટમાં 05, સુરતમાં 04, ગાંધીનગરમાં 08, ભાવનગરમા 02, જામનગરમાં 03 અને જૂનાગઢ જિલ્લામાં શૂન્ય કેસ નોંધાયા છે. આ ઉપરાંત રાજયમાં એક્ટિવ કેસની સંખ્યા 1250 થઈ છે.

જેમાં 12 લોકો વેન્ટિલેટર પર છે તેમજ 1,238 લોકો સ્ટેબલ છે. તેમજ રાજયમાં કોરોનાના લીધે અત્યાર સુધી 10,934 લોકોના મૃત્યુ થયા છે. આ ઉપરાંત ડાંગમાં 09, તાપીમાં 06, બનાસકાંઠામાં 05, કચ્છમાં 04, આણંદમાં 03, ખેડામાં 03, દાહોદમાં 02, મહેસાણા 02, સુરેન્દ્રનગરમાં 02, અમરેલીમાં 01, દ્વારકામાં 01, નવસારી 01, પાટણમાં 01 અને વલસાડ 01 કેસ નોંધાયો છે. જ્યારે અન્ય જિલ્લાઓમાં કોરોનના શૂન્ય કેસ નોંધાયા છે.

આ પણ વાંચો: Russia-Ukraine Crisis: યુક્રેનમાં ફસાયેલા 219 ભારતીયો આજે વતન પહોંચ્યા, એકલા દિલ્હીના 579 લોકો પરત આવવાની રાહ જોઈ રહ્યા છે

આ પણ વાંચો: Coronavirus : આ વર્ષે Covid-19ને કારણે થયેલા મૃત્યુમાંથી 92 ટકા લોકોએ કોરોનાની રસી લીધી નથી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">