આવનારા તહેવારોમાં લોકો સતર્ક નહીં રહે તો કોરોનાના કેસો ઝડપથી વધી શકે છે, નિષ્ણાંતે આપી આ ચેતવણી

ડૉ.પીયૂષ રંજને કહ્યું કે સમગ્ર વિશ્વના વૈજ્ઞાનિકોએ માન્યું છે કે કોઈ વેક્સિન કોરોના વિરૂદ્ધની લડાઈમાં મહત્વના હથિયારોમાંથી એક છે. કોરોનાને ખત્મ કરવા માટે વધારેમાં વધારે લોકોને રોગપ્રતિકારક હોવું જરૂરી છે.

આવનારા તહેવારોમાં લોકો સતર્ક નહીં રહે તો કોરોનાના કેસો ઝડપથી વધી શકે છે, નિષ્ણાંતે આપી આ ચેતવણી

કોરોના મહામારી (Corona Virus)નો ખતરો હજુ ટળ્યો નથી. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આવનારા તહેવારોમાં લોકો સતર્ક નહીં રહે તો કેસો ઝડપથી વધી શકે છે. એઈમ્સ (AIIMS)ના ડૉક્ટર પીયૂષ રંજને (Dr. Piyush Ranjan) લોકોને સાવધાન રહેવા માટે કહ્યું છે, તેમને રસી લગાવવી (Vaccination) ખૂબ જ મહત્વપૂર્ણ ગણાવી છે.

 

ડૉ.પીયૂષ રંજને કહ્યું કે સમગ્ર વિશ્વના વૈજ્ઞાનિકોએ માન્યું છે કે કોઈ વેક્સિન કોરોના વિરૂદ્ધની લડાઈમાં મહત્વના હથિયારોમાંથી એક છે. કોરોનાને ખત્મ કરવા માટે વધારેમાં વધારે લોકોને રોગપ્રતિકારક હોવું જરૂરી છે. ઈન્ફેક્શન થવાથી પણ ઈમ્યુનિટી આવી છે પણ તેની જગ્યાએ વેક્સિનથી ઈમ્યુન થવું વધારે સારૂ છે. તેથી સમગ્ર વિશ્વના વૈજ્ઞાનિક વેક્સિન બનાવવામાં જોડાયા હતા.

 

સૌથી સારી વાત એ છે કે આપણા દેશના વૈજ્ઞાનિકોએ ઓછા સમયમાં વેક્સિન બનાવી દીધી. જે ઘણા વિકસિત દેશ પણ આટલા ઓછા સમયયમાં નથી બનાવી શક્યા. ત્યારે આપણા દેશના વૈજ્ઞાનિકોનો ધન્યવાદ માનવો જોઈએ કે આપણે દેશની વેક્સિન મળી રહી છે. દેશમાં વારંવાર લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે વેક્સિન જરૂર લગાવો.

 

એક વાર ફરી લોકો કોરોનાને લઈ રિલેક્સ નજર આવી રહ્યા છે લોકો

મારૂ અનુમાન છે કે જો થોડા મહિના આપણે રિસ્ટ્રિક્શન ફોલો કરી લીધા તો આવનારા તહેવારોને સાથે મળીને મનાવવાની તક મળી રહેશે પણ તે પહેલા જરૂરી છે કે વેક્સિન લગાવવી અને કોરોનાના પ્રોટોકોલ, ગાઈડલાઈન્સનું પાલન કરવું. આ સમયે જો કોરોનાને લઈ રિલેક્સ રહેશો તો વાયરસ મ્યૂટેટ થઈ સંક્રમિત કરી શકે છે.

 

લોકોને રસી લેવા માટે અપીલ

દેશમાં વેક્સિન પર્યાપ્ત માત્રામાં છે, તેથી જે લોકોએ વેક્સિન નથી લીધી તે લોકો ઝડપી જ વેક્સિનના ડોઝ લઈ લે. ખાસ કરીને જે લોકોને ડાયાબિટિઝ, બ્લડ પ્રેશર વગેરે છે, તેમના માટે તે ખુબ જરૂરી છે. આવનારા સમયમાં બાળકોને પણ વેક્સિન આપવામાં આવશે.

જે બાળકોને બહાર જઈને અભ્યાસ કરવો છે, તેમને બહાર જવામાં સરળતા રહેશે અને તેમના અભ્યાસમાં કોરોનાની અસર પડશે નહીં. દેશમાં લગભગ 60 કરોડથી વધારે લોકોને બંને ડોઝ લાગી ચૂક્યા છે, તેથી બાકીના લોકો પણ ઝડપી વેક્સિન લગાવી દે.

કોઈની પાસે આધારકાર્ડ અથવા કોઈ આઈડી કાર્ડ નથી તો તે કેવી રીતે વેક્સિનેશન કરાવે?

આજના સમયમાં લોકોની પાસે કોઈના કોઈ પ્રકારનું ઓળખપત્ર જરૂર હોય છે. વેક્સિન લગાવવા માટે તેની જરૂર પડે છે. તેમાં આધારકાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ, વોટર આઈડી, પાનકાર્ડ, રાશનકાર્ડ અને અન્ય આઈડી કાર્ડ સામેલ છે. જો કોઈ ઓળખકાર્ડ નથી તો તે પોતાના નજીકના સેન્ટર પર જાય અને સંબંધિત અધિકારીઓને પોતાની સમસ્યા જણાવે. તે તમારી સમસ્યાનું નિવારણ જરૂર કરશે.

 

આ પણ વાંચો: Uttarakhand માં ફસાયેલા ગુજરાતીઓને સુરક્ષિત સ્થાને પહોંચાડવાના પ્રયાસો ચાલુ : સી.આર.પાટીલ

 

આ પણ વાંચો: IMD Alerts: કેરળ-બિહાર સહિત ઘણા રાજ્યોમાં વરસાદની સંભાવના, બરફવર્ષાને લઈ ઠંડી બેસશે, જાણો રાજ્યની સ્થિતિ

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati