દેશના ઘણા રાજ્યોમાં કોરોનાના કેસમાં (Corona case) ઘટાડો થઈ રહ્યો છે, ત્યારબાદ માનવામાં આવી રહ્યું છે કે હવે દેશમાં કોરોનાની ત્રીજી લહેર (corona third wave) નબળી પડી રહ્યી છે. કોરોનાની સ્થિતિ અંગે માહિતી આપતા આરોગ્ય મંત્રાલયે (Ministry of Health) કહ્યું છે કે દેશના 34 રાજ્યોમાં કોરોનાના કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. આ સાથે, સકારાત્મકતા દરમાં પણ ઘટાડો થવા પામ્યો છે. જો કે કેરળ અને મિઝોરમ રાજ્યમાં કોરોના કેસ અને પોઝીટીવીટી દરમાં વધારો થયો છે.
આ સાથે, સરકાર દ્વારા એમ પણ કહેવામાં આવ્યું છે કે 16 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોરોના રસીના (Corona vaccine) પ્રથમ ડોઝ 100 ટકા આપવામાં આવ્યો છે, જ્યારે 4 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો એવા છે જ્યાં કોરોના રસીના પ્રથમ ડોઝ લેનારાઓનો આંકડો 96 ટકાથી 99 ટકાની વચ્ચે છે.
કેરળમાં સક્રિય કેસ વધ્યા
આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું કે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1,72,433 કેસ નોંધાયા છે. 8 રાજ્યોમાં 50 હજારથી વધુ એક્ટિવ કેસ છે, 12 રાજ્યોમાં 10થી 50 હજાર એક્ટિવ કેસ છે. એકમાત્ર કેરળ એવું રાજ્ય છે જ્યાં કોરોનાના સક્રિય કેસોમાં વધારો નોંધાયો છે. તેમણે કહ્યું, “છેલ્લા કેટલાક દિવસોમાં દેશમાં કોરોનાના કેસોની સંખ્યામાં ઘટાડો થયો છે. છેલ્લા એક સપ્તાહ દરમિયાન રોજના સરેરાશ કેસની સંખ્યા 2.04 લાખ છે. દેશમાં સક્રિય કેસ 15,33,000 છે. સકારાત્મકતા દર પણ ગયા અઠવાડિયે 12.98 ટકા નોંધાયો હતો.
કોરોનાની વર્તમાન સ્થિતિને ધ્યાને લઈને શિક્ષણ મંત્રાલયે કહ્યું છે કે, હવે રાજ્યોએ નક્કી કરવાનું છે કે શાળાઓએ શારીરિક વર્ગો અને શિક્ષણ પ્રવૃત્તિઓ માટે વિદ્યાર્થીઓના માતાપિતાની સંમતિ લેવી જરૂરી છે કે કેમ ? શિક્ષણ મંત્રાલયે કહ્યું છે કે હાલમાં 11 રાજ્યોમાં શાળાઓ સંપૂર્ણ રીતે ખોલવામાં આવી છે, જ્યારે 9 રાજ્યોમાં હજુ પણ શાળાઓ બંધ છે.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ