Corona Update:દેશમાં 23,529 નવા કેસ 311 દર્દીઓએ જીવ ગુમાવ્યા, એક્ટિવ કેસની સંખ્યામાં ઘટાડો થયો

આજે દેશમાં કોરોનાના 23,529 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં, રોગચાળાને કારણે 311 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જે બાદ દેશમાં કોરોના કોરોના સંક્રમણને કારણે મૃત્યુઆંક વધીને 4,48,062 થયો છે.

Corona Update:દેશમાં 23,529 નવા કેસ 311 દર્દીઓએ જીવ ગુમાવ્યા, એક્ટિવ કેસની સંખ્યામાં ઘટાડો થયો
corona virus update
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 30, 2021 | 10:49 AM

Corona Update: દેશમાં કોરોના (Corona)ની ધીમી ગતિ વચ્ચે આજે કોરોના સંક્રમણના 23,529 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, છેલ્લા 24 કલાકમાં, રોગચાળાને હરાવ્યા બાદ 28,718 લોકો સાજા થયા છે.

જે બાદ દેશમાં કોરોના (Corona)માંથી સાજા થયેલા લોકોની સંખ્યા વધીને 3,30,14,898 થઈ ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું કે દેશમાં COVID-19 ના સક્રિય દર્દીઓ હવે ઘટીને 2,77,020 લાખ પર આવી ગયા છે.

છેલ્લા 24 કલાકમાં, રોગચાળાને કારણે 311 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જે બાદ દેશમાં કોરોના ચેપને કારણે મૃત્યુઆંક વધીને 4,48,062 થયો છે. હાલમાં દેશમાં 3,37,39,980 કોરોના કેસ છે. ભારતમાં અત્યાર સુધીમાં 88,34,70,578 લોકોનું કોરોના રસીકરણ કરવામાં આવ્યું છે. છેલ્લા 24 કલાકમાં 65,34,306 લોકોને રસી આપવામાં આવી છે.

પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અનુસાર, ભારતમાં ગઇકાલે કોરોના વાયરસ (Corona virus) માટે 15,06,254 નમૂના પરીક્ષણો કરવામાં આવ્યા હતા. ગઈકાલ સુધી, કુલ 56,89,56,439 નમૂના પરીક્ષણો કરવામાં આવ્યા છે. દેશમાં કોવિડ રસીકરણ ()નો આંકડો 88 કરોડ (88,28,81,552) ને વટાવી ગયો છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ગઈકાલે સાંજે 7 વાગ્યા સુધી દેશમાં રસીનાCovid vaccination 59 લાખથી વધુ (59,48,118) ડોઝ આપવામાં આવ્યા હતા.

કોરોના અપડેટ

ભારતમાં 24 કલાકમાં 23,529 નવા કેસ રિકવરી, 28,718 મૃત્યુ: 311 સક્રિય કેસ: 2,77,020 કુલ કેસ: 3,37,39,980 કુલ ડિસ્ચાર્જ: 3,30,14,898 કુલ મૃત્યુ: 4,48,062 કુલ રસીકરણ: 88,34,70,578

દેશમાં કોરોનાનો કહેર

જો આપણે રાજ્યોની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં કેરળમાં COVID19 ના 12,161 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન રાજ્યમાં 155 લોકોના મોત થયા છે. મિઝોરમમાં, છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ (corona virus)ના 1,741 નવા કેસ નોંધાયા છે અને કોરોનાને કારણે 1 મૃત્યુ થયું છે. હાલ રાજ્યમાં કુલ 93,660 કેસ છે. જેમાંથી સક્રિય કેસ 16,841 છે. અત્યાર સુધીમાં કુલ 76,512 લોકોને રોગચાળામાંથી સાજા થયા બાદ રજા આપવામાં આવી છે. તે જ સમયે, રાજ્યમાં ચેપને કારણે અત્યાર સુધીમાં કુલ 307 મૃત્યુ થયા છે.

તામિલનાડુમાં COVID 19 ના 1,624 નવા કેસ નોંધાયા છે. રોગચાળાને હરાવ્યા બાદ 1,639 લોકોને રજા આપવામાં આવી હતી અને 24 લોકોના મોત થયા હતા. રાજ્યમાં સક્રિય કેસોની સંખ્યા હાલમાં 17,192 છે. કોરોના (corona virus)થી પરેશાન થયેલા મુંબઈમાં કોરોના વાયરસના 527 નવા કેસ નોંધાયા છે. રોગચાળાને હરાવ્યા બાદ 405 લોકો સાજા થયા અને છેલ્લા 24 કલાકમાં 6 મોત થયા. હાલમાં, શહેરમાં સક્રિય કેસોની સંખ્યા 4,724 છે.

આ પણ વાંચો : Jal Jeevan Mission યોજનાના લાભાર્થીઓ સાથે વાત કરશે PM મોદી, અત્યાર સુધી આટલા પરિવારોને મળ્યો છે લાભ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">