દેશના આ રાજ્યોમાં પ્રવેશ માટે RTPCR રિપોર્ટ ફરજીયાત, તહેવારોને કારણે લેવાયો આ મહત્વપુર્ણ નિર્ણય

દેશમાં મોટી સંખ્યામાં લોકોને રસીના બંને ડોઝ અપાય ગયા છે. કેટલાક રાજ્યોએ સ્પષ્ટતા કરી છે કે રસીના બંને ડોઝ લઈ લીધેલા લોકોને આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવાની જરૂર નથી.

દેશના આ રાજ્યોમાં પ્રવેશ માટે RTPCR રિપોર્ટ ફરજીયાત, તહેવારોને કારણે લેવાયો આ મહત્વપુર્ણ નિર્ણય
File Image

કોરોના મહામારી (Corona Virus)ની ત્રીજી લહેરની આશંકા વચ્ચે  ઘણા રાજ્યોએ અન્ય રાજ્યોમાંથી આવતા લોકો માટે ફરીથી નેગેટિવ RTPCR રિપોર્ટનો નિયમ ફરજિયાત બનાવ્યો છે. જો કે હવેની સ્થિતી અગાઉની પરિસ્થિતિથી કરતા અલગ છે.  જે લોકોને કોરોના રસીના બંને ડોઝ મળ્યા છે તેઓ તેમનું રસીકરણનું પ્રમાણપત્ર બતાવી શકે છે અને તેમને કોવિડ રિપોર્ટની જરૂર રહેશે નહીં. બીજું કેટલાક કારણોસર સ્થાનિક લોકોને કોરોના રિપોર્ટની જરૂર પડશે.

 

 

દેશમાં હાલની કોવિડ -19ની પરિસ્થિતિ થોડા રાજ્યો સિવાય અંકુશમાં છે, પરંતુ કેન્દ્ર સતત ચેતવણી આપી રહ્યું છે કે બેદરકાર બનવાની જરૂર નથી કારણ કે ઓગસ્ટમાં મોહરમ, ઓનામ, રક્ષાબંધન, ગણેશ ચતુર્થી સહિત ઘણા તહેવારો આવે છે. આવી પરીસ્થિતિમાં આ મુસાફરી માટેના પ્રતિબંધોને નિવારક પગલાં તરીકે જોઈ શકાય છે.

 

 

અન્ય રાજ્યોમાંથી આવતા પ્રવાસીઓ માટે આ રાજ્યોમાં RT-PCR ટેસ્ટ જરૂરી

તમિલનાડુ (કેરળથી આવતા લોકો માટે)

કર્ણાટક (મહારાષ્ટ્ર અને કેરળથી આવતા લોકો માટે)

હિમાચલ પ્રદેશ (તમામ પ્રવાસીઓ માટે)

છત્તીસગઢ (તમામ પ્રવાસીઓ માટે)

ગોવા (કેરળથી આવતા લોકો માટે)

પંજાબ (તમામ પ્રવાસીઓ માટે)

પશ્ચિમ બંગાળ (પૂણે, મુંબઈ અને ચેન્નઈના પ્રવાસીઓ માટે)

મહારાષ્ટ્ર (તમામ પ્રવાસીઓ માટે)

ઉત્તર પ્રદેશ (મહારાષ્ટ્ર, કેરળ, તમિલનાડુના પ્રવાસીઓ માટે)

 

RT-PCR ટેસ્ટ રિપોર્ટ અને વેક્સિનેશન બંનેમાંથી કોઈ એક ફરજીયાત

ભારતમાં મોટી સંખ્યામાં લોકોને  રસીના બંને ડોઝ અપાઈ ગયા છે. કેટલાક રાજ્યોએ સ્પષ્ટતા કરી છે કે વેક્સીનના બંને ડોઝ લીધેલા લોકોને આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવાની જરૂર નથી, પરંતુ કેટલાક અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે વેક્સિન સર્ટીફીકેટ પૂરતું નથી. તાજેતરના RT-PCR ટેસ્ટ રિપોર્ટ ફરજિયાત છે. ઉદાહરણ તરીકે બેંગલુરુમાં  અધિકારીઓએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર અને કેરળથી આવતા લોકોએ આરટી-પીસીઆર રિપોર્ટ બતાવવો પડશે, પછી ભલે તેમને  રસીના બંને ડોઝ આપવામાં આવ્યા હોય.

 

ડ્યુટી જોઈન કરવા માટે દારૂ ખરીદવા અને ફ્લેટમાં દાખલ થવા માટે આરટી-પીસીઆર રિપોર્ટ છે જરૂરી 

 

ઝારખંડમાં રજા પર ગયેલા સુરક્ષા કર્મચારીઓ અને પોલીસ માટે RT-PCR ટેસ્ટ રિપોર્ટ ફરજિયાત છે. કેરળમાં દુકાનોની મુલાકાત લેવા માટે RT-PCR રિપોર્ટ અથવા રસીનું પ્રમાણપત્ર ફરજિયાત કરવામાં આવ્યું છે. સરકારે કહ્યું કે દારૂની દુકાનો સામે કતારમાં ઉભા રહેલા લોકોએ પણ નેગેટિવ RT-PCR ટેસ્ટ રિપોર્ટ આપવો પડશે.

 

બેંગલુરુ મ્યુનિસિપલ કોર્પોરેશને અન્ય રાજ્યોમાંથી પરત આવતા એપાર્ટમેન્ટના રહેવાસીઓ માટે નેગેટિવ RT-PCR રિપોર્ટ ફરજિયાત કર્યા છે. જો તેમની પાસે રિપોર્ટ નથી તો તેઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે અને રિપોર્ટ આવે ત્યાં સુધી તેઓએ તેમના ફ્લેટમાં ક્વોરેન્ટાઈન રહેવું પડશે.

 

આ પણ વાંચો : Maharashtra: ‘જો માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો ED અને CBI લગાવી દેવાશે’, CM ઠાકરેના PAને વોટ્સએપ પર મળી ધમકી

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati