દેશમાં 28 દિવસથી 16 જિલ્લામાં 1 પણ કોરોના પોઝિટિવ કેસ નહીં : સ્વાસ્થ્ય મંત્રાલય

દેશમાં 28 દિવસથી 16 જિલ્લામાં 1 પણ કોરોના પોઝિટિવ કેસ નહીં : સ્વાસ્થ્ય મંત્રાલય

કોરોના વાઈરસ સામેની લડાઈમાં દેશમાં 40 દિવસ સુધી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. આ લોકડાઉન 3મેના રોજ ખત્મ થવા જઈ રહ્યું છે. ગૃહ મંત્રાલયની સાથે સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોના વાઈરસ અંગેની જાણકારી આપવા માટે પ્રેસ કોન્ફરન્સ સોમવારના રોજ કરી હતી. જેમાં જાણકારી આપવામાં આવી કે દેશમાં 16 જિલ્લામાં 28 દિવસથી એકપણ કોરોના વાઈરસનો પોઝિટિવ કેસ સામે આવ્યો નથી.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Corona: Vishvabhar ma ek j divas ma 86 hajar case vadhya kul 27.18 lakh case

આ પણ વાંચો :   અમદાવાદ: ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા કોરોનાથી મુક્ત, હોસ્પિટલમાંથી રજા અપાઈ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

સ્વાસ્થ્ય મંત્રાલયે જાણકારી આપી કે કોરોના વાઈરસને લઈને દર્દીઓના રિકવર થવાનો રેટ વધી રહ્યો છે. અત્યારે તે 22.71 થઈ ગયો છે. જ્યારે સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોનાના કુલ પોઝિટિવ કેસની સંખ્યાની વિગત આપતાં કહ્યું કે તે 27892 સુધી પહોંચી ગઈ છે. દેશમાં 20835 એક્ટિવ પોઝિટિવ કેસ છે. જ્યારે છેલ્લાં 24 કલાકમાં 1396 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે આ જ સમયગાળામાં 381 દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

સ્વાસ્થ્ય મંત્રાલયે જાણકારી આપી કે રેડ અને ઓરેન્જ ઝોનમાં સતર્કતા રાખવામાં આવી રહી છે. લોકડાઉન દરમિયાન કેટલીક છૂટછાટ પણ આપવામાં આવી છે તેની પણ માહિતી આપવામાં આવી છે. દેશમાં 80 ટકા એપીએમસી માર્કેટ શરૂ કરવામાં આવ્યા છે. ગ્રામીણ ક્ષેત્રોમાં ઈંટના ભઠ્ઠાઓને પણ મંજૂરી આપવામાં આવી છે. જ્યારે ગૃહ મંત્રાલયે કહ્યું કે ટેસ્ટિંગ વધારવામાં આવે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati