Corona Virus: કોરોના વાયરસનું નવું રૂપ છે ખતરનાક, જાણો, નાના બાળકોમાં ક્યારે જીવલેણ બની શકે છે આ વાયરસ

Corona Virus: કોરોનાની બીજી લહેરને પહેલી લહેર કરતા પણ વધારે ખતરનાક માનવામાં આવી રહી છે. આ લહેર કોઈને પણ છોડી નથી રહી. વડીલ, યુવા અને બાળકો સાથે હવે 8 મહિનાનાં નવજાત બાળકો પણ તેનો ભોગ બનવા લાગ્યા છે.

Corona Virus: કોરોના વાયરસનું નવું રૂપ છે ખતરનાક, જાણો, નાના બાળકોમાં ક્યારે જીવલેણ બની શકે છે આ વાયરસ
Corona Virus: કોરોના વાયરસનું નવું રૂપ છે ખતરનાક
Follow Us:
| Updated on: Apr 16, 2021 | 1:14 PM

Corona Virus: કોરોના (Corona)ની બીજી લહેરને પહેલી લહેર કરતા પણ વધારે ખતરનાક માનવામાં આવી રહી છે. આ લહેર કોઈને પણ છોડી નથી રહી. વડીલ, યુવા અને બાળકો સાથે હવે 8 મહિનાનાં નવજાત બાળકો પણ તેનો ભોગ બનવા લાગ્યા છે. બાળકોમાં તાવ અને ન્યુમોનિયા જેવા ગંભીર લક્ષણ દેખાઈ રહ્યી છે તે બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરાવવાની ફરજ પડી રહી છે.

કોરોનાની પહેલી લહેર આવી તે બાળકો માટે ખતરનાક નોહતી કે જે તે સમયે બાળકોમાં કોઈ ગંભીર લક્ષણ પણ જોવા નોહતા મળતા, જો કે આ વખતે સ્થિતિ બદલાઈ ચુકી છે. તજજ્ઞ ડોક્ટરો કહી રહ્યા છે તે મુજબ હોસ્પિટલમાં બાળકો ઝડપથી ભરતી થઈ રહ્યા છે. આ બાળકોમાં કોરોનાનાં લક્ષણ જોવા મળી રહ્યા છે. આ બાળકો પૈકી એક બાળક 8 મહિનાનું છે. બાકીનાં બાળકોની વાત કરીએ તો 12 વર્ષ સુધીની ઉમરનાં તે છે. આ બાળકોમાં ખુબજ તાવ આવવો કે પછી ન્યુમોનિયા, ડિહાઈડ્રેશન, સ્વાદ જતો રહેવો જેવા લક્ષણો મળી આવ્યા છે.

વિવિધ સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરોનાં જણાવ્યા પ્રમાણે બાળકોને રેમડેસિવિર જેવી એન્ટી વાયરલ કે સ્ટિરોઈડ આપી નથી શકાતું. અમે તાવ અને કફની દવા સાથે જરૂરત પડવા પર રેસ્પિરેટરી સપોર્ટ આપીને તેમનો ઈલાજ કરવાનો પ્રયત્ન કરીએ છે. ડોક્ટરો કહી રહ્યા છે કે બાળકોમાં કોરોનાનાં લક્ષણ દેખાવાથી એ સાફ થઈ રહ્યું છે કે વાયરસનું મ્યૂટેશન થઈ ચુક્યું છે, અમુક ગંભીર મામલામાં બાળકોનાં મોતનાં સમાચાર પણ આવી રહ્યા છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

ગુજરાતમાં કોરોના વાયરસની બીજી લહેરનું સંક્રમણ ભયાનક રીતે વધી રહ્યું છે. કોરોનાની પહેલી લહેર દરમિયાન મોટા લોકો સંક્રમિત થતા હતા પરંતુ કોરોનાની બીજી લહેર બાળકોને પણ નિશાન બનાવી રહી છે. રાજ્યના અનેક વિસ્તારોમાંથી બાળકો અને નવજાત શિશુઓ સંક્રમિત થયા કેસો નોંધાઇ રહ્યાં છે. સુરતમાં 13 વર્ષના બાળકનો કોરોના સંક્રમણે ભોગ લીધો છે.

આ બાળકમાં કોરોનાના કોઈ લક્ષણો ન હતા. બાળકને સારવાર માટે દાખલ કર્યાના થોડા જ કલાકોમાં નિધન થયું હતું. આ પહેલા વડોદરામાં પણ નવજાત સંક્રમિત થયાના કેસો નોંધાયા હતા. હાલ અમદાવાદ સિવિલમાં છેલ્લા 15 દિવસમાં 4 બાળકોના મોત થયા છે. આ બાળકો અગાઉથી ગંભીર બીમારીથી પીડિતા હતા. હાલમાં અમદાવાદ સિવિલમાં 10 જેટલા બાળકો કોરોના સામે જંગ લડી રહ્યાં છે.

અમદાવાદની વાત કરીએ તો સુપરિન્ટેન્ડન્ટનો દાવો છે કે કોરોનાની પહેલી લહેરની તુલનાએ બીજી લહેરમાં સિવિલમાં બાળકો દાખલ કરવાના કેસ ઓછા છે. અમદાવાદ સિવિલમાં હાલ 10 બાળકો કોવિડ વોર્ડમાં સારવાર લઈ રહ્યા છે. કોરોનાની પ્રથમ લહેરમાં સિવિલમાં 70થી 80 બાળ દર્દીઓને દાખલ કરાયા હતા. જ્યારે કોરોનાની બીજી લહેરમાં સિવિલમાં અત્યાર સુધી 50થી 60 બાળ દર્દીઓ સારાવર લઈ રહ્યા છે.

બાળકોમાં જે કોરોના સંક્રમણ જોવા મળ્યું છે તેમને આ સંક્રમણ ઘરના મોટા સભ્યોથી મળી રહ્યું છે. જે લોકો બહાર જઇ રહ્યાં છે તે લોકો સુપર સ્પ્રેડર બની રહ્યાં છે અને બાળકોને આ સંક્રમણ આપી રહ્યાં છે. તબીબોના જણાવ્યા પ્રમાણે કોરોનાની પહેલી લહેરમાં બાળકોમાં શરદી-ખાંસી, નાકમાંથી પાણી આવવું અને તાવ આવવો જેવા લક્ષણો દેખાતા હતા જ્યારે બીજી લહેરમાં બાળકોને ઝાડા-ઉલટી થાય છે. તાવ આવે છે,પેટને લગતી તકલીફો થાય છે સાથે જ શ્વાસમાં તકલીફ થાય છે.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">